________________
પ્રગટે વનિ વનિથી રે - ગુરુથી ગુરુપણું માંહી.” - - આ પછી આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિજી ગુરુશિષ્યના ઐક્યની વાત કરીને વિ. સં. ૧૯૭૧ના નૂતન વર્ષના પ્રારંભે ભાવપૂર્વક ગુરુને સ્મરે છે. તેઓએ ગાયેલો આ ગુરુમહિમા અનુભૂતિના પાયા પર રચાયેલો હોવાથી વધારે હૃદયસ્પર્શી બન્યો છે. વિજાપુરના એક નિરક્ષર કણબી કુટુંબના બાળકનું ગુરુકપાએ જ યોગનિષ્ઠ આચાર્ય તરીકે આધ્યાત્મિક રૂપાંતર થયું હતું, એ અહીં પણ જોઈ શકાય છે.
રોજનીશીના આરંભે ‘સ્વ'માં પરમાત્મભાવ અનુભવવાની પોતાની ઝંખનાને પ્રગટ કરતાં તેઓ
- “સર્વ જીવોની રક્ષાર્થે પ્રવૃત્તિ કરાઓ. સત્ય વદવામાં જીવન વહ્યા કરો. અસ્તેય, બ્રહ્મચર્ય, પરિગ્રહત્યાગ વગેરેની આરાધના પરિપૂર્ણ દ્રવ્ય અને ભાવથી થાઓ. અપ્રમત્તપણે આત્મસમાધિમાં દ્રવ્ય અને ભાવથી સ્વજીવન વહો. જૈન શાસનની પ્રભાવના થાય એવા સંયોગો પ્રાપ્ત થાઓ. જૈન દૃષ્ટિએ, શાસનરક્ષક દૃષ્ટિએ, સર્વજીવદયા દૃષ્ટિએ, સર્વ નામોની અપેક્ષાએ મન, વચન અને કાયામાં ક્રિયા (કર્મ), યોગિત્વ અને જ્ઞાનયોગિત્વ પ્રગટો. અધ્યાત્મજ્ઞાનનાં ઉચ્ચ રહસ્યોના અનુભવ વડે આત્મા સહજાનંદમાં મસ્ત રહો. અપ્રમત્ત ભાવની જીવન્મુક્તિમાં શુદ્ધોપયોગ વડે સ્થિરતા થાઓ. ઉત્તમ જ્ઞાન, દર્શન અને ચારિત્ર દ્વારા “સ્વ”માં પરમાત્મત્વ અનુભવાઓ.” - આ એક વર્ષ દરમિયાન એમણે અનેક સ્થળોએ વિહાર કર્યો હતો. એમાં માણસા, રિદ્રોલ, વિજાપુર, ઈડર, ખેડબ્રહ્મા, કુંભારિયાજી, અંબાજી, આબુ, અચલગઢ, દાંતીવાડા, પાલનપુર, સિદ્ધપુર, ઊંઝા, મહેસાણા, ભોયણી, વીરમગામ, ગોધાવી, કલોલ, પાનસર અને પેથાપુર જેવાં જાણીતાં ગામો ઉપરાંત અન્ય ગામોનો પણ સમાવેશ થતો હતો, પરંતુ એક વર્ષમાં કરેલા આટલા વિહાર દરમિયાન એમની વાચનપ્રવૃત્તિ તો સતત અને તીવ્ર વેગે ચાલુ રહી હતી. પોતે વાંચેલાં પુસ્તકોની નોંધ તેઓ રોજનીશીમાં કરતા જાય છે. આ એક જ વર્ષમાં એમણે ‘સમયમામૃત', શુભચંદ્ર આચાર્યકૃત ‘જ્ઞાનાર્ણવસારોદ્ધાર” (બીજી વખત), ‘રાજેન્દ્રભિધાનકોશ' (ભા.-૧), ‘જ્ઞાનચક્ર' (ભા.-૮), મહાબલમલયાસુંદરી', “સંસ્કૃત તિલકમંજરી', “ચંદ્રપ્રભુ', ‘વિક્રમોર્વશીયમ્' (ભાષાંતર), ‘વિહ્યÉરત્નમાલા’ અને ‘જૈન દૃષ્ટિએ યોગ' જેવાં પુસ્તકો વાંચ્યાં; જ્યારે આચાર્ય આનંદશંકર ધ્રુવનું ‘ધર્મવર્ણન', મનનપૂર્વક વાંચ્યું એમ કહે છે, તો માણસાના દરબાર પાસેથી લીધેલું રત્નમાલ’ પુસ્તક વાંચીને પાછું આપ્યાની નોંધ મળે છે. એ જ રીતે સાણંદની સરકારી લાઇબ્રેરીમાંથી લીધેલાં પુસ્તકો વાંચીને પાછાં આપ્યાં, તેની યાદી પણ મળે છે. આ ગ્રંથો ઉપરાંત ગુજરાતનો અર્વાચીન ઇતિહાસ', ‘કણબી-ક્ષત્રિય ઇતિહાસ’ અને ‘પદ્મમહાપુરાણ' જેવા ગ્રંથો વાંચ્યા હતા, ‘જીવનશક્તિનું બંધારણ', ‘સ્વામી રામતીર્થનો સદુપદેશ' (ભાગ ૭), ‘ગુજરાત સર્વસંગ્રહ’, ‘સ્વદેશ', ‘હિંદની ઉદ્યોગસ્થિતિ',
સાધુજીવનમાં આચાર્ય પદવી એ ઘણો મોટો બનાવ કહેવાય, પરંતુ આ નિઃસ્પૃહી સાધુએ પોતાની ડાયરીમાં માત્ર એક જ લીટીમાં
આ આખીય ઘટનાની તિથિ-વિગત નોંધી છે. કેવી લઘુતા !