Book Title: Aacharopnishad
Author(s): Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 8
________________ પ્રયોજનથી આ નૂતન સંસ્કૃત પ્રકરણની રચના કરી છે. માત્ર ૧૦૦ શ્લોકનું આ પ્રકરણ નાના-મોટા કોઈ પણ મહાત્મા સહેલાઈથી ગોખી શકે તેમ છે. સાથે જ સરળ ગુજરાતી અનુવાદ પણ આપેલો છે. જિનાજ્ઞાનું પાલન, સુવિહિત પરંપરાનો આદર, સંયમજીવનની સાર્થકતા, વિશિષ્ટ કર્મક્ષય, પ્રકૃષ્ટ પુણ્ય ઉપાર્જન આ બધા તો સામાચારી પાલનના લાભો છે જ. સાથે સાથે બાહ્યદષ્ટિએ પણ સામાચારી પાલનના અનેકાનેક પ્રત્યક્ષ લાભો છે. જેમકે જે ગ્રુપમાં ઈચ્છાકાર સામાચારીનું પાલન થાય, તે ગ્રુપમાં કદી પણ અલ્પ પણ કલહ-સંક્લેશ થવાની કોઈ શક્યતા નથી. એ ગ્રુપમાં પરસ્પરનો પ્રેમભાવ અતૂટ બની રહે છે. તથાકાર સામાચારીનું પાલન થાય, ત્યાં ગુરુ-શિષ્યના સંબંધમાં કદી પણ તિરાડ પડતી નથી. આવા બાહ્ય-અત્યંતર અનેકાનેક લાભો મેળવવા માટે આ પ્રકરણને કંઠસ્થ કરીને તેનું ફરી ફરી રિશીલન કરી, એ શક્ય ન બને તો વારંવાર વાંચન કરવા દ્વારા પણ સામાચારીનું સમ્યજ્ઞાન મેળવી તેનો પ્રાયોગિક અમલ-આચરણ કરી શકાય. ‘આચાર’ના આસેવન દ્વારા સ્વ-પર ને યથાખ્યાત ચારિત્રરૂપ ઉત્કૃષ્ટ આચારની પ્રાપ્તિ થાય એ જ આ નૂતન પ્રકરણના સર્જનનું ફળ ઈચ્છું છું. પરમ કૃપાળુ પરમાત્મા તથા પરમોપકારી પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાની કૃપાથી આ પ્રબંધ સંપન્ન થયેલ છે. આ ગ્રંથના મૂલાધાર છે- મુનિ જિનપ્રેમવિ. અને અનન્ય સહયોગી છે મુનિ ભાવપ્રેમ વિ. તથા મુનિ રાજપ્રેમ વિ. તેમજ ભરત ગ્રાફિક્સ દ્વારા ટાઈપ સેટીંગ આદિ કાર્ય સુચારુરૂપે પૂર્ણ કરવામાં આવેલ છે. જિનાજ્ઞા વિરુદ્ધ લખાયું હોય તો મિચ્છામિ દુક્કડમ્, ક્ષતિનિર્દેશ કરવા માટે બહુશ્રુતોને નમ્ર પ્રાર્થના. ફા.વ. ૧૩,વિ.સં. ૨૦૬૭ વર્ધમાન હાઈટ્સ, ચિંચપોકલી, મુંબઈ પ્રાચીન આગમ-શાસ્ત્રોદ્વારક પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાનો ચરણ સેવક આચાર્ય વિજય કલ્યાણબોધિસૂરિ

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80