________________
અથ આચારોપનિષદ્ તે જ રીતે કોઈ તપ માટે ઉપસંપદા સ્વીકારે છે, તે વિકૃષ્ટ (અઠમથી વધુ) તપ કરનારા હોય, કે અવિકૃષ્ટ તપ કરનારા હોય. || 9 ||
જે મુનિએ જેના માટે ઉપસંપદા લીઘી હોય, તે મુનિ તે વસ્તુ ન કરે તો તેમને સ્મરણ કરાવવામાં આવે. છતાં પણ ન કરે, તો તેમને વિદાય આપવામાં આવે. || ૭ ||.
અથવા તો જે પ્રયોજનથી ઉપસંપદા લીધી હોય, તે પ્રયોજન પૂરું થઈ જાય, ત્યારે તે મુનિને સ્મરણ કરાવવામાં આવે છે, અને પછી વિદાય આપવામાં આવે છે. || ૮ ||
આ રીતે શ્રમણ-ઉપસંપદા કહી. હવે ગૃહસ્થ-ઉપસંપદા કહેવાય છે. તેની વિધિ આ છે કે જે અવગ્રહ (ઉતારો) કોઈએ આપ્યો ન હોય ત્યાં ન રહેવું જોઈએ. જેનો અવગ્રહ હોય તેની રજા માંગીને ત્યાં રહેવું જોઈએ. કારણ કે આ રીતે ત્રીજા મહાવતની રક્ષા થાય છે. II II