________________
વિદ્યાર્થીઓને દિગ્દર્શન
૫.પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય કલ્યાણબોધિસૂરીશ્વરજી મહારાજ
નામાં પ્રયાસમાં – જ્ઞાન એ પ્રકાશક છે. પ્રકાશ વિના પ્રાયઃ એક જ ક્રિયા થતી હોય છે - ઉંઘવાની. મોહનિદ્રાને ખંખેરી નાખવાનું અમોઘ સાધન છે જ્ઞાન. માટે જ તો પ્રભુએ પાંચ પ્રહરનો સ્વાધ્યાય કરવાની આજ્ઞા ફરમાવી છે. સાધક આત્માઓને આ આજ્ઞાના પાલન માટે ચોક્કસ દિગ્દર્શનની આવશ્યકતા અનુભવાય છે. માર્ગદર્શન અને લક્ષ્ય વિના તેમના સમય-શક્તિનો ઓછો-વત્તો વેડફાટ પણ થતો હોય છે. માટે અમે એવા દિગ્દર્શન માટે અલ્પ પ્રયાસ કર્યો છે. અત્રે સૂચિત ગ્રંથો સિવાયનું સાહિત્ય અનુપયોગી છે, એવું ન સમજવું. વિશિષ્ટ ઉપયોગી ગ્રંથ રહી ગયા લાગે, તો અમારું ધ્યાન દોરવા વિનંતિ.
આજની પ્રચલિત પદ્ધતિમાં સંસ્કૃતાદિ અભ્યાસ પછી મુક્તાવલિ, વ્યાપ્તિપંચક, સિદ્ધાન્તલક્ષણ... એમ નવ્યન્યાયઅનુમાનખંડમાં આગળ વધવામાં આવે છે. તેમાં અમૂલ્ય અભ્યાસકાળનો મોટો ભાગ જતો રહે અને તેના