Book Title: Aacharopnishad
Author(s): Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 14
________________ અથ આચારોપનિષદ્ ૧. ઈચ્છાકાર “તમારી ઈચ્છાપૂર્વક આ કરો.' એવો જે આદેશ રત્નાધિકો કરે, તે ઈચ્છાપૂર્વક કરવું એને ઈચ્છાકાર કહેવાય છે. || ૧ || અભ્યર્થના કરવામાં અને વિધાન કરવામાં કહેનાર અને સાંભળનાર બંનેના પક્ષે ઈચ્છાકાર ઉચિત છે. આ રીતે આજ્ઞાની આરાધના પણ થાય છે, અને સુવિહિત પરંપરાનો આદર પણ થાય છે. || ૨ || ઈચ્છાકારના પ્રયોગથી ઉચ્ચગોત્રનું ઉપાર્જન થાય છે, અને જે કર્મના ઉદયથી આભિયોગિક કામ (દાસત્વ) કરવું પડે, એ કર્મની નિર્જરા થાય છે. || ૩ || આદેશ કરવાથી બીજાના મનને પીડા થાય, એટલી પણ પીડાના પરિહારને જોઈને લોકોને પણ બહુમાન થાય, કે આ જૈન ધર્મ કેવો સુંદર છે. || ૪ || જેની પાસે અભ્યર્થના કરવામાં આવે તેણે પણ સામી વ્યક્તિની પ્રાર્થનાનો ભંગ ન કરવો જોઈએ. જો એની વાત માનવાની શક્તિ ન હોય, તો કારણ જણાવવાપૂર્વક પોતાની અસમર્થતા કહેવી જોઈએ. પા

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80