________________
અથ આચારોપનિષદ્
૧. ઈચ્છાકાર
“તમારી ઈચ્છાપૂર્વક આ કરો.' એવો જે આદેશ રત્નાધિકો કરે, તે ઈચ્છાપૂર્વક કરવું એને ઈચ્છાકાર કહેવાય છે. || ૧ ||
અભ્યર્થના કરવામાં અને વિધાન કરવામાં કહેનાર અને સાંભળનાર બંનેના પક્ષે ઈચ્છાકાર ઉચિત છે. આ રીતે આજ્ઞાની આરાધના પણ થાય છે, અને સુવિહિત પરંપરાનો આદર પણ થાય છે. || ૨ ||
ઈચ્છાકારના પ્રયોગથી ઉચ્ચગોત્રનું ઉપાર્જન થાય છે, અને જે કર્મના ઉદયથી આભિયોગિક કામ (દાસત્વ) કરવું પડે, એ કર્મની નિર્જરા થાય છે. || ૩ ||
આદેશ કરવાથી બીજાના મનને પીડા થાય, એટલી પણ પીડાના પરિહારને જોઈને લોકોને પણ બહુમાન થાય, કે આ જૈન ધર્મ કેવો સુંદર છે. || ૪ ||
જેની પાસે અભ્યર્થના કરવામાં આવે તેણે પણ સામી વ્યક્તિની પ્રાર્થનાનો ભંગ ન કરવો જોઈએ. જો એની વાત માનવાની શક્તિ ન હોય, તો કારણ જણાવવાપૂર્વક પોતાની અસમર્થતા કહેવી જોઈએ. પા