________________
અથ આચારોપનિષદ્
૭. પ્રતિપછા ગુરુને પહેલા આપૃચ્છા કરતી વખતે જે કાર્યનું નિવેદન કર્યું હોય, તે કાર્યના સમયે ગુરુને બીજું કામ કરાવવું હોય, ઈત્યાદિ જાણવા માટે જે પ્રશ્ન કરાય, તેને પ્રતિપૃચ્છા કહેવાય. || ૧ |
શક્ય છે કે ગુરુને અન્ય કાર્યનું પ્રયોજન હોય, કે તે કાર્ય પછી અન્ય કાળે થાય એવી ઈચ્છા હોય, અથવા તો તે કામ કરી દીધું હોય, કે અન્ય કોઈ કરશે એવી ગુરુની ધારણા હોય. | ૨ |
અથવા શિષ્ય ગુરુને પૂછીને અમુક કાર્ય માટે જાય, ત્યારે ત્રણ વાર સુધી રસ્તામાં ખલના થાય, તો પ્રતિપૃચ્છા કરવી જોઈએ. અને પછી શુકન લઈને જવું જોઈએ. ll3II
કેટલાક એમ કહે છે કે પ્રતિપૃચ્છા એ પૂર્વનિષિદ્ધ વાતમાં કરવામાં આવે છે. (ગુરુએ પહેલા જેની ના પાડી હોય, તેનું ફરી પ્રયોજન ઊભું થાય ત્યારે ફરી પૂછવામાં આવે છે.) તો આ રીતે પણ દોષ નથી. કારણ કે ધર્મ તો ઉત્સર્ગ અને અપવાદ એ બેમાં રહેલો છે. || 8 ||