________________
અથ આયારોપનિષદ્ ગુરુ અમુક અનુષ્ઠાન કરવાની ના પાડે, તો તે ન કરવા છતાં પણ ફળ મળે છે, કારણ કે તેનાથી ઔચિત્યનું પાલન થાય છે અને ગુરુની આજ્ઞા વિના તો તે અનુષ્ઠાન કરે, તો પણ તેનું ફળ મળતું નથી. કારણ કે તેનાથી ઔચિત્યનો ભંગ થાય છે. || 9 ||
જે ગુર્વાજ્ઞાથી પ્રવૃત્ત થાય છે, અને ભક્તિની અભિલાષાથી કરવા ઈચ્છે છે, તેમને કદાચ વહોરવા ગયા પછી વસ્તુ ન મળે તો ય તે અદીન તપસ્વીને તો લાભ જ છે. || ૭ ||
જે સાધુઓને પ્રતિલાલે છે (આહારાદિ આપે છે), તે લાભાંતરાય કર્મનો ક્ષય કરે છે. અને જે તેમને સમાધિ આપે છે, તે સર્વ પ્રકારની સમાધિને પ્રાપ્ત કરે છે. || ૮ ||.
ચારિત્ર એ પ્રતિભગ્નતાથી (દીક્ષા છોડી દેવાથી) કે મરણથી નાશ પામે છે. શ્રત એ પરાવર્તન ન કરવાથી નાશ પામે છે. પણ વૈયાવચ્ચેથી ઉપાર્જિત કરેલ શુભ પરિણામવાળું કર્મ નાશ પામતું નથી. એક મુનિને પૂજવાથી સર્વ મુનિઓની પૂજા (ભક્તિ) કરવાનો લાભ મળે છે. સાધુસેવાના ઉત્તમ ફળના વિષયમાં ભરત ચક્રવર્તી વગેરે ઘણા દષ્ટાંતો છે, માટે મુનિઓની આહાર-પાણી વગેરેથી ભક્તિ કરવી જોઈએ. | ૯ ||.