________________
અથ આચારોપનિષદ્
૯. નિમંત્રણા ગુરુની આજ્ઞાપૂર્વક જે આહારાદિ હજી વહોર્યા નથી, તેની જે પ્રાર્થના કરવી, હું તમારા માટે આહારાદિ લાવું એમ વિનંતિ કરવી, તે નિમંત્રણા સામાચારી કહેવાય. મુનિ સ્વાધ્યાય વગેરેથી થાકી જાય, ત્યારે તેમણે નિમંત્રણા કરવી જોઈએ. || ૧ ||
સાધુ સ્વાધ્યાય વગેરેથી થાકેલા હોય, તો પણ સેવા માટે ઉદ્યમ કરવો જોઈએ. કારણ કે મોક્ષસાધક અનુષ્ઠાનોને આચરવા માટેની તેમની ઈચ્છાનો કદી વિચ્છેદ થતો નથી. || ૨ ||.
જિનવચનરૂપી સુધાની પરિણતિ થાય તો મોક્ષસાધક અનુષ્ઠાનોની શ્રેણિને આચરવાની સતત અભિલાષા થયા કરે. || 3 ||
જેમ ભૂખ્યાને કદી ભોજન કરવાની ઈચ્છાનો વિચ્છેદ થતો નથી. તેમ મોક્ષાભિલાષી આત્માને મોક્ષના ઉપાયની ઈચ્છા એક ક્ષણ માટે પણ વિચ્છિન્ન થતી નથી. IIII
એક વાત અહીં ધ્યાનમાં રાખવી, કે જે અનુષ્ઠાન આચરવાની પોતાનામાં યોગ્યતા ન હોય, તેની ઈચ્છા પ્રશસ્ત નથી. કારણ કે તેનાથી ઔચિત્યનો ભંગ થાય છે. માટે હંમેશા ગુરુને પૂછીને યોગ્સાને જાણીને પ્રવૃત્તિ કરવી જોઈએ. | ૫ ||