Book Title: Aacharopnishad
Author(s): Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 44
________________ અથ આચારોપનિષદ્ ३७ જો બાળ વગેરે ગ્રહણ ન કરે, તો પણ છંદના સફળ છે, કારણ કે આજ્ઞાશુદ્ધ ભાવ નિર્જરારૂપી ફળ આપે જ છે. || ૫ || જો ભાવવિશુદ્ધિ હોય, તો બાળ વગેરે આહારનું ગ્રહણ કરે કે ન કરે, તો પણ નિર્જરા થાય છે, અને જો ભાવમાલિન્ય હોય, તો બાળ વગેરે ગ્રહણ કરે કે ન કરે, તો પણ કર્મબંધ થાય છે. || 9 || દ્વાદશાંગીના રહસ્યને પામનારા, નિશ્ચયનયનું અવલંબન કરનારા ઋષિઓનું આ પરમ રહસ્ય છે, કે પરિણામ (અધ્યવસાય) એ પ્રમાણ છે. H-9 || જ્ઞાન વગેરેનો ઉપગ્રહ થાય એવી ભાવનાથી છંદના કરવી જોઈએ. પણ હું એને આપીશ, તો એ પ્રત્યુપકાર કરશે, કે મારી કીર્તિ થશે, એવી ઈચ્છાથી છંદના ન કરવી જોઈએ. || ૮ ||. જેને છંદના કરવામાં આવે છે, તેણે પણ આળસથી કે હું તમારા પર પ્રત્યુપકાર કરીશ એવું દેખાડીને ગ્રહણ ન કરવું જોઈએ. “છંદના કરનારને સત્તાગત કર્મોની નિર્જરાનો લાભ થાઓ’ આ જ ભાવનાથી ધીર ગુણોથી યુક્ત મુનિએ ગ્રહણ કરવું જોઈએ. || ૯ ||

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80