________________
અથ આચારોપનિષદ્
૮. છંદના ગુરુની આજ્ઞાપૂર્વક પહેલા ગ્રહણ કરેલા આહાર આદિનું જે યથાયોગ્ય દાન કરવું, એ છંદના નામની સામાચારી છે. || ૧ ||
- આત્મલબ્ધિક (પોતે જ લાવેલી ગોચરી વાપરનાર), વિશિષ્ટ તપસ્વી વગેરેને આશ્રીને આ સામાચારી વિશેષવિષયક છે. માટે બાકી બધાએ આ સામાચારીનું પાલન કરવાનું હોતું નથી. || ૨ ||
બાકી બધા મુનિઓ તો માંડલીમાં વાપરનારા હોય, અને એકાસણાના તપવાળા હોય. માટે તેમની પાસે પહેલા ગ્રહણ કરેલ આહાર ન હોય. માટે તેમને છંદના સામાચારી ન હોય. || ૩ ||
આત્મલબ્ધિક વગેરેને પોતાના પ્રમાણ કરતા વધારે વહોરવાનું શાસ્ત્રસમ્મત છે. કારણ કે વધારાનો આહાર બાળ-ગ્લાન વગેરેને આપી શકાય અને તેનાથી થતી નિર્જરાથી પોતાના આત્મા પર અનુગ્રહ થાય. || 8 ||