________________
અથ આચારોપનિષદ્ જેમ કે આયુર્વેદમાં કહ્યું છે કે વિશિષ્ટ દેશ-કાળના રોગોમાં તે અવસ્થા ઉદ્ભવે છે, કે જેમાં અકાર્ય કર્તવ્ય બને છે, અને કર્તવ્યને છોડવું પડે છે. | ૫ ||
આપૃચ્છા એ સ્વતંત્રરૂપે ફળ આપવામાં સમર્થ નથી. પણ એ તો પ્રતિપૃચ્છા પર ઉપકાર કરે છે. કારણ કે આપૃચ્છા વિના પ્રતિપૃચ્છા સંભવિત નથી. || 9 ||
આ રીતે – પ્રતિપૃચ્છા ન કરો, તો પણ આપૃચ્છાનું ફળ તો મળે જ છે – એવા મુગ્ધજનના તર્કનું નિરાકરણ થઈ જાય છે. || ૭ ||
તો પછી આપૃચ્છા સામાચારી નિષ્ફળ જ છે એમ કહેવું પણ ખોટું છે. કારણ કે જ્યાં કાર્ય અવિલંબિતપણે કરવાનું હોય, (વચ્ચે કાળક્ષેપ ન હોય,) ત્યાં અવિલંબિતકાર્યકરણરૂપ સહકારી ભળવાથી આપૃચ્છા સામાચારી સફળ બને છે. (અન્યથા પણ પરંપરાએ આ સામાચારી સફળ જ છે, એ શ્લોક ૬ માં દર્શાવ્યું છે.) || ૮ ||
પ્રતિપૃચ્છા સામાચારી એમ કહે છે કે સાધુ ગુરુને પૂર્ણરૂપે પરતંત્ર છે. માટે જે સ્વતંત્ર છે, તેનામાં સામાચારી કે સાધુપણું શી રીતે સંભવી શકે ? એ વિચારણીય છે. || ૯ ||L