________________
અથ આચારોપનિષદ્ જે ગુરુને પૂછ્યા વિના કરે છે, તે તો ઉપરોક્ત સર્વ લાભોનો વિપર્યાસ પામે છે, અનર્થોના સમૂહને પામે છે, માટે હંમેશા ગુરુને આપૃચ્છા કરવી જોઈએ.
મંગ - કલ્યાણ, તેને લાવે તે મંગળ.
આ રીતે “મંગલ'ની વ્યુત્પત્તિનો સમન્વય થતો હોવાથી એવંભૂતનયના આશયથી આપૃચ્છા એ મંગળ કહ્યું છે. || ૭ ||.
જે ગુરુને પૂછે છે, તે ગૌતમસ્વામી આદિ મહાપુરુષોને પૂછે છે, એ શ્રી વીર પ્રભુને સમર્પિત છે. એનું આ સમર્પણ પરમ પદનું કારણ બને છે. || ૮ |
બહુવેલ સંદિસાહું ઈત્યાદિ આદેશોથી આંખના પલકારા અને શ્વાસોચ્છવાસ વગેરેની પણ ગુરુદેવ પાસે રજા લીધા બાદ જે વારંવાર મોટું મોટું પણ મનગમતું કાર્ય પૂછ્યા વિના કરે છે, તે દુર્ભાગી અને મૂર્ખ છે. તે ભગવાનને છેતરે છે ? ગુરુને છેતરે છે ? કે પોતાના આત્માને છેતરે છે ? એ જ સમજાતું નથી. || ૯ ||
આ