Book Title: Aacharopnishad
Author(s): Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 34
________________ અથ આચારોપનિષદ્ ૬. આપૃચ્છા આત્મહિતકારક કાર્યની પ્રતિજ્ઞાનું ગુરુસમક્ષ વિનયપૂર્વક નિવેદન કરવું, તેને સિદ્ધાન્તમાં આપૃચ્છા કહી છે. || ૧ || २७ આપૃચ્છાપૂર્વક કાર્ય કરાય, તે જ કલ્યાણકારક છે, અન્ય નહીં, એવો દૃઢ નિશ્ચય કરવો જોઈએ. બધું ગુરુને પૂછીને જ કરવું જોઈએ એવું કલ્પસૂત્રનું અનુશાસન છે. ॥ ૨ ॥ ગુરુ વિધિજ્ઞાતા છે, માટે તેઓ શુદ્ધ વિધિ બતાવે છે. તેથી શિષ્ય શુદ્ધ વિધિનો સ્વીકાર કરે છે. તેનાથી શિષ્યને શુભ ભાવ જાગે છે. || ૩ || તેનાથી વિઘ્નો જતા રહે છે, તેનાથી ઇષ્ટની પ્રાપ્તિ થાય છે. તેનાથી પણ સુખની પરંપરા ચાલે છે અને પાપોનો ક્ષય થાય છે. II ૐ II તેનાથી સદ્ગતિ મળે છે, તેનાથી સદ્ગુરુનું સાનિધ્ય મળે છે. તથા સમ્યક્ત્રવણ વગેરેની પ્રાપ્તિ દ્વારા પરમગતિ થાય છે. ॥ ૫ ॥

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80