Book Title: Aacharopnishad
Author(s): Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 22
________________ અથ આચારોપનિષદ્ ૩. તથાકાર ગુરુએ કહેલા સૂત્ર-અર્થ વગેરે કાર્યોમાં મુનિ જે તે જ મુજબ છે – “તહત્તિ’ એમ કહે, તે તથાકાર કહેવાય છે. || ૧ || જે કાર્ય-અકાર્યને જાણે છે, જે પાંચ મહાવ્રતોમાં સુસ્થિત છે અને જે તપ-સંયમથી યુક્ત છે, તેમનું વચન કોઈ વિકલ્પ કર્યા વિના તહત્તિ કરવું જોઈએ. || ૨ || જે સંવિજ્ઞપાક્ષિક ગીતાર્થ હોય, તેમનું વચન પણ કોઈ વિકલ્પ કર્યા વિના તહત્તિ કરવું જોઈએ. તે સિવાયની વ્યક્તિની વાત યુક્તિયુક્ત હોય તો તહત્તિ કરવી જોઈએ. અન્યથા તહતિ ન કરવી જોઈએ. || ૩ | ગીતાર્થ જ્ઞાનથી જાણે છે, અને સંવેગથી કહે છે. તેની વાત પણ તહત્તિ ન કરવી, એ અભિનિવેશનું જ ફળ છે. || ૪ || , , આચાર્ય ભગવંત જ પ્રત્યપાયોને જાણે છે. (તેમનું વચન નહીં માનવામાં જે નુકશાનો છે, તે જાણે છે.) હું નથી જાણતો. આ રીતે માનીને કોઈ વિકલ્પ કર્યા વિના તેમની વાત તહત્તિ કરવી જોઈએ, એમ શ્રુતમાં (કલ્પસૂત્રમાં) કહ્યું છે. || ૫ II.

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80