Book Title: Aacharopnishad
Author(s): Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 26
________________ અથ આચારોપનિષદ્ ૪. આવશ્યકી ગુર્વાજ્ઞાપૂર્વક શાસ્ત્રનીતિથી મુનિ કોઈ પ્રયોજનથી વસતિ વગેરેની બહાર જાય, ત્યારે “આવશ્યકી’ સામાચારી સમજવી જોઈએ. || ૧ || સાધુને તો તેનું પ્રયોજન હોય, કે જે રત્નત્રયીનું સાધક હોય, એ સિવાય તો મુનિ માટે બધું જ અકાર્ય છે. તેથી એના માટે મુનિ આવશ્યકી કરે, તો એ શુદ્ધ નથી. || ૨ || અકાર્ય માટે જનાર મુનિ પણ આવસહિ એવું વચન બોલે, તેમાં અવશ્યકાર્યરૂપ વિષય જ નથી. માટે તે નિર્વિષય છે. તેથી ત્યાં માત્ર વયન જ છે, તેને અનુરૂપ ક્રિયા નથી. એવું વચન દોષનું કારણ છે અને મૃષાવાદ છે. || ૩ || જે રત્નત્રયીની બહારની વસ્તુ છે, તે વસ્તુ કરવાનો સાધુનો અધિકાર જ નથી. રત્નત્રયીની સાધના કરવી, એટલું જ તેનું સાધુપણું છે. || ૪ |

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80