Book Title: Aacharopnishad
Author(s): Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 28
________________ અથ આચારોપનિષદ્ २१ વળી રત્નત્રયીરૂપ કાર્ય માટે બહાર જનાર મહાત્મા પણ જો ગુરુની આજ્ઞા ન લે, તો એ અકાર્ય બની જાય. કારણ કે સાધુનું બધું જ ગુરુને આધીન છે, એ નિઃશંક છે. II ૫ II વળી મુનિ રત્નત્રયી માટે જતા હોય, ગુરુની આજ્ઞા પણ હોય, તો ય ઉપયોગ વિના ચાલે, તો તેમની આવશ્યકી સામાચારી શુદ્ધ નથી, કારણ કે અનુપયોગને કારણે ઈર્યાસમિતિનો ભંગ થાય છે. II ૬ | જે સર્વ આવશ્યકોથી યુક્ત છે, તે આવશ્યકી સામાચારી સહિત છે. કારણ કે ‘આવશ્યકી' ની વ્યુત્પત્તિ તેનામાં જ ઘટે છે, બીજામાં ઘટતી નથી. || ૭ || મુનિ ઉપાશ્રયમાં રહે, તો તેમને ચાલવાથી થતો કર્મબંધ થતો નથી, આત્મવિરાધના, સંયમવિરાધના વગેરે દોષો પણ લાગતા નથી, ઉલ્ટુ સ્વાધ્યાય વગેરે લાભો થાય છે. || ૮ | માટે આવશ્યકી સામાચારીનું આ રહસ્ય જિનેશ્વરોએ કહ્યું છે, કે કારણ હોય તો જ બહાર જવું. અને કારણ હોય તો જરૂર જવું જ. કારણ કે એનાથી ગુરુની ઉપાસના (ગોચરી-પાણી વગેરેનો લાભ) વગેરે સિદ્ધિના ઉપાયો રૂપ ગુણો થાય છે. ॥ ૯ ॥

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80