________________
અથ આચારોપનિષદ્ ચંદ્રસૂરિના શિષ્ય અને માષતષ મુનિએ કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરી, તે ફળ હતું ભાવ તથાકારનું. (ગુરુ જે કહે છે, તે બરાબર જ છે, એવી દેટ શ્રદ્ધાનું.) || ૬ ||
મોહનો નાશ કરવો હોય, તો તથાકાર જેવું કોઈ ઔષધ નથી. આ વિષયમાં અષ્ટક પ્રકરણનું પૂ. હરિભદ્રસૂરિ મહારાજાનું આ વચન યાદ કરવા જેવું છે. | ૭ ||
મોહના અતિરેક વિના ક્યાંય સ્વાગ્રહ થતો નથી. અને મોહનો અપકર્ષ કરવાનો કોઈ ઉપાય હોય, તો એ છે ગુણવાન વ્યક્તિને પરતંત્ર (સમર્પિત) બની જવું તે. || ૮ ||.
તહત્તિ ન કરવાથી (પૂર્વોક્ત રીતે) મિથ્યાત્વ લાગે છે, મોહનું પોષણ થાય છે, અને સદ્ગણોનું શોષણ થાય છે. માટે આટલી વાત મહામંત્રની જેમ આત્મસાત્ કરી લેવી જોઈએ, કે “ગુરુની આજ્ઞા અવિચારણીય છે” = કોઈ વિકલ્પ કર્યા વિના ગુરુની આજ્ઞાનો અમલ કરવો જોઈએ. || ૯ ||