________________
અથ આચારોપનિષદ્
૩. તથાકાર ગુરુએ કહેલા સૂત્ર-અર્થ વગેરે કાર્યોમાં મુનિ જે તે જ મુજબ છે – “તહત્તિ’ એમ કહે, તે તથાકાર કહેવાય છે. || ૧ ||
જે કાર્ય-અકાર્યને જાણે છે, જે પાંચ મહાવ્રતોમાં સુસ્થિત છે અને જે તપ-સંયમથી યુક્ત છે, તેમનું વચન કોઈ વિકલ્પ કર્યા વિના તહત્તિ કરવું જોઈએ. || ૨ ||
જે સંવિજ્ઞપાક્ષિક ગીતાર્થ હોય, તેમનું વચન પણ કોઈ વિકલ્પ કર્યા વિના તહત્તિ કરવું જોઈએ. તે સિવાયની વ્યક્તિની વાત યુક્તિયુક્ત હોય તો તહત્તિ કરવી જોઈએ. અન્યથા તહતિ ન કરવી જોઈએ. || ૩ |
ગીતાર્થ જ્ઞાનથી જાણે છે, અને સંવેગથી કહે છે. તેની વાત પણ તહત્તિ ન કરવી, એ અભિનિવેશનું જ ફળ છે. || ૪ || , ,
આચાર્ય ભગવંત જ પ્રત્યપાયોને જાણે છે. (તેમનું વચન નહીં માનવામાં જે નુકશાનો છે, તે જાણે છે.) હું નથી જાણતો. આ રીતે માનીને કોઈ વિકલ્પ કર્યા વિના તેમની વાત તહત્તિ કરવી જોઈએ, એમ શ્રુતમાં (કલ્પસૂત્રમાં) કહ્યું છે. || ૫ II.