Book Title: Aacharopnishad
Author(s): Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 18
________________ અથ આચારોપનિષદ્ ૨. મિથ્યાકાર જો કોઈ પણ આચારસ્થાનમાં મુનિથી કાંઇ પણ ખોટું થઇ જાય, તો તે ખોટું છે, એમ જાણીને મિથ્યાકારનો પ્રયોગ કરવો જોઈએ = મિચ્છામિ દુક્કડમ્ દેવું જોઈએ. ||૧|| ११ જો પાપ કર્યા પછી અવશ્ય પ્રતિક્રમણ કરવાનું જ છે, તો તેના કરતા બહેતર છે કે પાપ કરવું જ નહીં. અને આ જ ઉત્સર્ગથી પ્રતિક્રમણ છે, કે પાપ કરવું જ નહીં. || ૨ || જે ફરીથી પાપ આચરતો નથી, જે મન, વચન, કાયાથી પાપથી પાછો ફર્યો છે, તેનું જ મિચ્છામિ દુક્કડમ્ સાચું છે, એમ શ્રુતમાં કહ્યું છે. II 3 || જે મિચ્છામિ દુક્કડમ્ આપ્યા પછી પણ ફરીથી તે જ પાપ કરે છે, એ તો પ્રત્યક્ષ મૃષાવાદી છે, માયા ને પ્રપંચમાં તત્પર છે. || ૪ || મિ - શરીર અને મનની મૃદુતાથી ચ્છા - દોષોનું છાદન કરું છું. મિ - મર્યાદામાં રહ્યો છું. ૬ - મારા દુષ્ટ આત્માની જુગુપ્સા કરું છું. દુ

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80