Book Title: Aacharopnishad
Author(s): Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 16
________________ અથ આચારોપનિષદ્ સાધુએ હંમેશા પોતાની શક્તિનું ગોપન કર્યા વિના જ રહેવું જોઈએ. તેથી ઉત્કૃષ્ટ પ્રયોજન વિના બીજા પાસે કોઈ અભ્યર્થના ન કરવી જોઈએ. || 9 || જો રોગ વગેરે કારણોથી મુનિને અભ્યર્થના કરવી જ પડે, તો પણ રત્નાધિકને ન કરવી. (વડીલને કામ ન સોપવું.) હા, જ્ઞાન વગેરેનું પ્રયોજન હોય, તો રત્નાધિકને પણ (વાચના વગેરે માટે) વિનંતિ કરવી. || 8 || સાધુ તો નિર્જરાનો અભિલાષી હોય. એ જુએ કે બીજાને પ્રયોજન છે, તો પોતે સામે ચાલીને વિધિપૂર્વક વિનંતિ કરે કે, આપની ઈચ્છા હોય, તો મને આટલો લાભ આપો. || ૮ || બળપૂર્વક પરાણે કોઈ પાસે કાંઈ કામ કરાવવું, એ મુનિને કહ્યું નહીં. માટે રત્નાધિક આદિ પ્રત્યે ઈચ્છાકારનો જ પ્રયોગ કરવો જોઈએ. અપવાદથી તો બળપૂર્વક પણ (અધિકારી વ્યક્તિએ) કાર્ય કરવું જોઈએ. તે અવિનીત ઘોડાના દષ્ટાંતથી સમજવું જોઈએ. || ૯ ||

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80