Page #1
--------------------------------------------------------------------------
________________
નંદનવનનાં
પારિજાત
સંકલનઃ
વિજયશીલચંદ્રસૂરિ
Page #2
--------------------------------------------------------------------------
________________
નંદનવનનાં પારિજાત
સંકલન વિજયશીલચંદ્રસૂરિ
છ69
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રકાશક : શ્રી વિજયનંદનસૂરિ સ્મારક ટ્રસ્ટ ૧૦, પિન્ટ ફલેટસ, શ્રી નિવાસ સોસાયટી,
પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭.
પ્રત : ૨000
મૂલ્ય : રૂ. ૨પ-૦૦
મુદ્રક : અમૃત પ્રિન્ટર્સ
કીકાભટ્ટની પોળની નાકે, પંચભાઈની પોળ પાસે, અમદાવાદ-૩૮૦ ૦૦૧.
ફોન : ૨૧૬૯૮પર
Page #4
--------------------------------------------------------------------------
________________
શ્રીજ્ઞાની પૂજ્યોનાં વચનો પ્રત્યે બહુમાન ધરાવનાર પુછ્યવંતોને
સમર્પે છું.
શી.
૨૭
૩
Page #5
--------------------------------------------------------------------------
________________
આર્થિક સૌજન્ય :
શ્રી વલસાડ જૈન સંઘ C/o. શ્રી મહાવીરસ્વામી જૈન દેરાસર પેઢી, શ્રી મહાવીર ચોક, વલસાડ-૩૯૬OO૧.
Page #6
--------------------------------------------------------------------------
________________
સમુંદ સમાયો બુંદમેં પૂજ્ય નંદનસૂરિ મહારાજ. એક પુનિત નામ. એક પાવન નામ. એમના સ્વમુખે પ્રગટેલાં અવતરણોનો આ નાનકડો સંચય તૈયાર કરતાં હૈયું પુલકિત છે. એ પૂજ્ય પુરુષની જન્મશતાબ્દીનું નિમિત્ત; પૂજ્ય ગુરુભગવંત શ્રીવિજયસૂર્યોદયસૂરિ મહારાજની પ્રેરણા; મુનિ નંદીઘોષવિજયજી-જિનસેનવિજયજી વગેરેનો સહયોગ
: પરિણામ તે આ નાનકડું પ્રકાશન શાસ્ત્રોના દરિયાને મથીમળીને, ઊંડો અવગાહીને
પૂજ્યશ્રીને લાધેલાં આ મોતી-બિંદુ, આપણને “બુંદમાં સમુંદનો અનુભવ કરાવશે એવી શ્રદ્ધા છે.
- શી. કાર્તક શુદિ ૧૧,૨૦૫૫ પૂજ્યશ્રીનો ૧૦૦ મો જન્મદિન
Page #7
--------------------------------------------------------------------------
________________
Page #8
--------------------------------------------------------------------------
________________
'गाढा य विवाग कम्मुणो, समयं गोयम मा पमायए.'
ભગવાન મહારાજા કહે છે કે- કર્મનો વિપાક ક્યારે આવશે, તેની કોઈને ખબર નથી. અંતરાય ક્યારે કરશે તેની જાણ નથી. માનવ વિચારે કે હું આ કામ કરવા જઉં, ને એ દાદર ઊતરતાં ઊતરતાં કે ચાલતાં ચાલતાં પણ પડી જાય છે. ત્યાં અણધાર્યો કર્મનો વિપાક આવીને ઊભો રહે છે. માટે તે ગૌતમ ! સદા સાવચેત-સાવધાન રહેજે. એક સમયનો-ક્ષણનો પણ પ્રમાદ કરીશ નહિ.
જ્ઞાની કહે છે કે-કર્મનો વિપાક અને આપત્તિ તો બધાંને આવે છે. પણ એ આપત્તિ આવે ત્યારે વિચારવું કે-કર્મનો વિપાક તો અવશ્ય આવશે જ, એને ભોગવ્યા વિના છૂટકો જ નથી. પણ હે જીવ ! ત્યારે તું કલેશ અને હાયવોય ન કરતાં ધીરજ રાખજે. ૧
Page #9
--------------------------------------------------------------------------
________________
સૂત્રને ચાર જણ રચી શકે છે. એક ગણધર ભગવંત, બીજા પ્રત્યેક બુદ્ધ મુનિ. ત્રીજા શ્રુતકેવલી-જે ચૌદ પૂર્વધર હોય છે, અને ચોથા સંપૂર્ણ દશપૂર્વધર મહારાજ. અરિહંત મહારાજ અર્થ કહે, એને સૂત્રરૂપે ગણધરો ગૂંથે. ૨
Page #10
--------------------------------------------------------------------------
________________
અરિહંત મહારાજાઓને જ્યારે કેવળજ્ઞાન થાય, ત્યારે ઇદ્રો આવીને સમવસરણ રચે. તેમાં ભગવાન નમસ્તીર્થય કહીને બિરાજે. તીર્થ એટલે સંઘ. પછી ભગવાન તીર્થની સ્થાપના કરે. તેમાં સૌ પહેલાં ગણધરોને સ્થાપે. તે વખતે ગણધરો ભગવંતને ત્રણ વાર વંદન કરીને પૂછે. વંદન કરીને પૂછવું, એનું નામ નિષદ્યા. ગણધરો આવી ત્રણ નિષદ્યા કરે.
પહેલી વાર વંદન કરીને પૂછે: થય માવંસ્તત્ત્વ હે ભગવાન ! તત્ત્વ કહો, ત્યારે ભગવાન કહે: “૩qન્ને વા’ જગતની દરેક વસ્તુ ઉત્પન્ન થાય છે.
Page #11
--------------------------------------------------------------------------
________________
પછી ફરી વંદન કરીને પૂછે, ત્યારે ભગવાન કહે: ‘વિમેફ વા’ –જેમ ઉત્પન્ન થાય છે, તેમ દરેક વસ્તુ નાશવંત છે. પછી ત્રીજીવાર પૂછે: થય માવંસ્તત્ત્વ, ત્યારે ભગવાન કહે : ‘હ્યુવેદ્ વા’ જગતના તમામ પદાર્થો સ્થિર છે.
અપેક્ષાએ નાશ, અપેક્ષાએ ઉત્પત્તિ અને અપેક્ષાએ સ્થિરતા આ તમામ પદાર્થોનો સ્વભાવ છે. આને ત્રિપદી કહેવાય. ૩
૧૦
Page #12
--------------------------------------------------------------------------
________________
આપણને તો પરંપરા એ જ પ્રમાણ છે. જગત કહે છે કે-સિદ્ધગિરિ આ છે. પણ તે ભગવાને જાતે દેખાડ્યો છે ? ના, તો આપણે કેમ માનીએ છીએ ? પરંપરાથી જ. માટે આપણને તો પરંપરા જ પ્રમાણ છે. પરંપરા પણ એક આગમ છે. પરંપરા સર્વથી બલવતી છે. કાયદા કરતાંય રૂઢિ-પરંપરા જ બલવાન છે. ૪
@@
૧૧
C
Page #13
--------------------------------------------------------------------------
________________
આ સૂર્યમાંથી પણ આપણે બોધ લેવાનો છે. એ કહે છે : હું સવારે ઊગું છું, મધ્યાહુને તપું છું. અને સાંજે આથમું છું. જગનો નિયમ છે કે – ઉદય હોય ત્યાં અસ્ત પણ હોય છે. પણ મારા અસ્ત વખતે અને ઉદય વખતે પણ લાલાશ જ હોય છે, કાળાશ નથી આવતી. તેમ છે માનવ ! તું પણ સંપત્તિ અને વિપત્તિમાં એક જ રૂપ રાખજે. ૫
-
૧
૨
Page #14
--------------------------------------------------------------------------
________________
દુનિયામાં તાપ ત્રણ જાતના છે. એક આધ્યાત્મિક તાપ, બીજો આધિભૌતિક તાપ અને ત્રીજો આધિદૈવિક તાપ. તાપ એટલે દુઃખ આધિભૌતિક દુઃખ એટલે શરીરસંબંધી દુઃખ મળમૂત્રને કારણે થતા રોગો અને વાત, પિત્ત કે કફથી થતાં શરીરના જે રોગો આમયો- તે બધાં આધિભૌતિક દુઃખો છે. કારણ કે આપણું શરીર પૃથ્વીજળ-તેજ વાયુ અને આકાશ એ પાંચ ભૂતમય છે. તેથી થતાં દુઃખો તે આધિભૌતિક દુઃખ કહેવાય.
અને આધિદૈવિક દુઃખ-કોઈ તિર્યંચ કે કોઈ દેવ વગેરેથી જે દુઃખ થાય તે આધિદૈવિક તાપ કહેવાય.
ત્રીજાં આધ્યાત્મિક દુઃખ. આખો દિ' ક્રોધ માન-માયા ને લોભ, ઈર્ષ્યા ને દ્વેષ થાય, તેને લઈને જે દુઃખ થાય કે
૧૩
Page #15
--------------------------------------------------------------------------
________________
હું ક્યારે અને મારું ? કઈ રીતે એને હેરાન કરું ? આ ક્રોધ. આ દુનિયામાં મને કહેનાર કોણ છે ? એવું અભિમાન. આને હું ક્યારે છેતરું ? એવી માયા. અને આખી દુનિયાનું બધું હું જ લઈ લઉં, મને જ મળે, એનું નામ લોભ, એ પણ દુઃખ જ. એને દુનિયા મળે તો ય શાન્તિ નથી હોતી, અસંતોષ જ હોય છે. આ બધાં આધ્યાત્મિક દુઃખ કહેવાય. ૬
Page #16
--------------------------------------------------------------------------
________________
જગતના જે ભાવો જે રીતે રહ્યાં છે, તે ભાવોને તે રીતે દેખાડનાર કોઈ હોય તો તે પ્રભુ મહારાજાનું વચન જ છે. બીજાં દર્શનનાં વચનો પણ ઘણાં છે. પણ તે બધાં અધૂરાં છે, કોઈ કહે છે : આત્મા નિત્ય જ છે. બીજો કહે છેઃ આત્મા ક્ષણિક જ છે. ત્રીજો વળી કહે છે: પરલોક છે જ નહિ. કોઈ કહે છે: નારક અને દેવો નથી. એક વળી કહે છે. આત્મા જ નથી. આમ ઘણી જાતનાં વચનોપ્રવચનો છે. પણ જગતના અનાદિકાળના અનંત ભાવોને તેના યથાર્થ સ્વરૂપમાં કહેનાર કોઈ હોય તો તે ભગવંતનું વચન-આગમ જ છે. ૭
૧૫
Page #17
--------------------------------------------------------------------------
________________
જગતમાં માણસો ત્રણ કારણે અસત્ય બોલે છે. કાં તો રાગથી, કાં તો ‘ષથી, અને કાં તો અજ્ઞાનથી. મને જો તમારા પ્રત્યે રાગ હોય, તો તમારામાં ગમે તેવા દુર્ગુણો પડ્યા હોય, તો પણ મને તે નહિ દેખાય. હું તમારી પ્રશંસા જ કરીશ. અને મને તમારા પર દ્વેષ હોય, તો તમારામાં ગમે તેટલા સારા ગુણો હોય, તો પણ મને તે નહિ દેખાય. હું તો તમારી નિંદા જ કરવાનો. એ ઠેષ બોલાવે છે. કોઈ માણસ આત્માનું સ્વરૂપ ન જાણતો હોય, છતાં પણ તે કહે કે : આત્મા આવો-અમુક પ્રકારનો છે. આ અસત્ય એ માણસ અજ્ઞાનથી કહે છે. આમ આ ત્રણ કારણથી માણસ અસત્ય બોલે છે. પણ જેનામાં આ રાગ, દ્વેષ અને અજ્ઞાન નથી, એમને અસત્ય બોલવાનું કોઈ કારણ નથી. ૮
૧ ૬
Page #18
--------------------------------------------------------------------------
________________
ભગવંતે કહ્યું છે કે : તારાથી ક્રિયાકાંડ ન બને, કોઈ મોટાં તપ ન થાય, જ્ઞાનધ્યાન ન બને, લાખો રૂપિયાનાં દાન તારાથી ન થઈ શકે, ને તું શિયલ પણ કદાચ ન પાળી શકે – આવું બધું કાંઈ જ ભલે તું ન કરી શકે, પણ એટલું ધ્યાન રાખજે કે – તારા હૃદયમાં પ્રભુના વચન પર, પ્રભુના શાસન પ્રત્યે જે રાગ છે, પ્રેમ છે અને ભક્તિ છે તેને તું કદી ન છોડીશ, “તમેવ સર્વે નીસંવ, નં નિહિ
ફગં'- તે જ સત્ય છે, તે જ નિઃશંક છે, જે જિનેશ્વર પરમાત્માએ કહ્યું છે. આવી દઢ રુચિ અને રાગ - બીજું કાંઈ પણ ન કરે તો પણ તું ન છોડીશ. ગમે તેવા ત્રાસ પડે, ભયના કારણો આવે કે આપત્તિઓ આવે તો પણ ન છોડીશ. ૯
6૭
૧૭
Page #19
--------------------------------------------------------------------------
________________
હે પ્રભો ! તારાં પ્રવચનનો જે પ્રેમ મારા હૃદયમાં રહ્યો છે; તારા આગમ પ્રત્યે, તારાં શાસન પ્રત્યે અને શાસ્ત્ર પ્રત્યે જે અગાધ પ્રેમ અને રાગ મારા હૃદયમાં વસ્યો છે. એવો બીજે કયાંય નથી. અને એ તારાં વચનની શ્રદ્ધાથી જે આનંદ અને સુખ મને થાય છે, એની આગળ દેવનાં, મનુષ્યનાં ને રાજાના સુખો કોઇ ગણતરીમાં નથી.
કોઇ આવીને મને છેતરવાનો પ્રયત્ન કરે, કદાચ કરોડો માયાજાળમાં ને પ્રપંચમાં મને ફસાવે કે “તું આ શું લઈને બેઠો છે? આ ધર્મમાં તો અનેક દોષો ભર્યા છે, માટે તું એને છોડી દે.” આમ મને કદાચ કોઇ ફસાવવા આવશે, તો પણ હે પ્રભો ! મારા જીવનમાં તારો ધર્મ જે મને મળ્યો છે, એની શ્રદ્ધા મને મળી છે, અને એનો મને જે આનંદ મળ્યો છે, તેને હું કોઈ દિ' નહિ છોડું. તારા વચનના
છે
.
૧
Page #20
--------------------------------------------------------------------------
________________
રાગથી મને કોઇ ડગાવી નહિ શકે, કારણ કે તારો ધર્મ મારા હૃદયમાં આવ્યો, એટલે તું જ આવ્યો. પછી મારે કોના બાપની બીક છે ? ૧)
૧.૯
Page #21
--------------------------------------------------------------------------
________________
જે જીવો આ પરમાત્માના પ્રવચનમાં રહ્યાં છે, તે જરૂર મોક્ષને પામશે. આ ભવમાં કે પરભવમાં, કાં તો ત્રીજે ભવે, અને છેવટે સાતમે ભવે તો એ જરૂર પ્રતિબોધ પામીને સિદ્ધિ ગતિમાં જશે જ. એને કેવળજ્ઞાન પણ થશે. એ જીવો સર્વદુઃખોનો નાશ પણ કરવાના, અને સર્વ કર્મથી મુક્ત પણ જરૂર થવાના છે. એનું કારણ જો બેઈ હોય તો તે પરમાત્માનું વચન જ છે. માટે જ યશોવિજયજી મહારાજ જેવાંએ પણ એ વચનના રાગની જ માંગણી કરી છે. ૧૧
For Private Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
હે જિનેશ્વર ! હું ભવાન્તરમાં ગમે તે સ્થિતિમાં મૂકાઉં, ગમે ત્યાં જાઉં, કદાચ ચક્રવર્તીપણું પણ મને મળી જાય, પણ જો તારો ધર્મ ન હોય તો એ મારે નથી જોઈતું. પણ જો તારો ધર્મ મળતો હોય, અને કદાચ લક્ષ્મી ન મળે, સમૃદ્ધિ ન મળે, તો એ બધાંની મારે જરૂર નથી. મારે નોકરીઓ કરવી પડે, દાસપણું ભોગવવું પડે, તો ભલે. પણ હે પ્રભો ! તારા ધર્મની અટલ શ્રદ્ધા અને ભવોભવ મળજો. બીજી મારે કાંઈ જરૂર નથી. ૧૨
Page #23
--------------------------------------------------------------------------
________________
હે પરમાત્મન્ ! દાસપણું મળવું, લક્ષ્મી કે સમૃદ્ધિ ન મળવી, એ તો અંતરાયકર્મના ઉદયને લઈને છે. અને મને ખાત્રી છે કે તારો ધર્મ આઠે કર્મોનો નાશ કરનાર છે. જે ધર્મ આઠે કર્મનો નાશ કરવાને શક્તિમાન હોય, એ ધર્મને અંતરાયકર્મ તોડવાને કઈ વાર લાગવાની છે? માટે આપનો ધર્મ મળે, તો પછી ગમે તેવી સ્થિતિ મળે તો ય વાંધો નથી. ૧૩
૨ ૨
Page #24
--------------------------------------------------------------------------
________________
આ સંસાર અનેક દુઃખમય છે. એમાં નારકીના દુઃખો છે. તિર્યંચના દુઃખો છે. દેવના પણ દુઃખો છે. અને મનુષ્યના પણ ઘણાં દુઃખો છે. કારણ કે મનુષ્યને ઘણી ઉપાધિ છે. એને હાયવોય પણ સૌથી વધારે છે. અને કુદરતનો નિયમ છે કે જેને હાયવોય વધુ એને દુઃખ પણ એટલું જ હોય છે. ૧૪
૨૩
Page #25
--------------------------------------------------------------------------
________________
બહિરાત્મદશામાં-મિથ્યાત્વમાં જીવ માને છે કે ‘આ શરીર મારું છે. આ પીંડા-રોગો મને જ થાય છે. સુખદુ:ખ બધું મને જ થાય છે.’ પણ જ્યારે પ્રભુનો માર્ગ સાચો છે, એમ ખબર પડી, ત્યારે એ શરીરનું અને કુટુંબનું પ્રતિપાલન તો કરે છે. પણ એ સમજે છે કે ‘આ બધું મારુ નથી. આનું જ નામ અંતરાત્મદશા. ‘શુધ્ધાત્મદ્રવ્યમેવાડું, શુદ્ધજ્ઞાન મુળો મમ ” નિર્મળ આત્મદ્રવ્ય એ જ હું છું. અને શુદ્ધ જ્ઞાન-આત્મસ્વરૂપનું ભાન-એ જ મારો ગુણ છે. ૧૫
૨૪
Page #26
--------------------------------------------------------------------------
________________
સ્ત્રી, કુટુંબ, કબીલા અને દોલત, જેને માટે તું દુનિયામાં પરિભ્રમણ કરી રહ્યો છે, જેને માટે આ બધી દોડધામ કરી રહ્યો છે, તેમાંથી તું કાંઈ સાથે લાવ્યો નથી, સાથે લઈ જવાનો નથી, અને ગયા પછી પાછો “એનું શું થયું?” એ જોવા પણ નહિ આવે. તે અનેક ભવોમાં અનેક સ્ત્રીઓ કરી, દીકરા દીકરીઓ થયા. અનેક વાડી, બંગલાઓ અને લક્ષ્મીને છોડીને આવ્યો છે, પણ એમાંથી કોઇ ભવનું તને યાદ આવતું નથી. એમ આ ભવનું પણ છોડીને ચાલ્યા જ જવાનું છે. “નાતી હિ ધ્રુવો મૃત્યુ:”-જભ્યો એને નિશ્ચય સો વર્ષે પણ જવાનું જ છે. ૧૬
6-
૭
૨૫
Page #27
--------------------------------------------------------------------------
________________
સમકિતીની દશા કેવી હોય ? એની સ્થિતિ કેવી હોય? તો એને હજી ચારિત્રમોહનીય કર્મ ઉદયમાં છે. એટલે એને સર્વવિરતિભાવ કે દેશવિરતિભાવ ન મળે તો ય એ સમજે છે કે “આ મારું નથી. હજી એ અવિરતિભાવમાં છે. એને મા-બાપ, સ્ત્રી-દીકરા-દીકરી વગેરે પરિવારનું પ્રતિ-પાલન તો કરવું જ પડે. એ ન કરે તો શાસ્ત્રમાં એને અયોગ્ય કીધો છે. એ ધર્મ પામ્યો, પણ કુટુંબનું પાલનપોષણ ન કરે તો સમજવું કે હજી એને હૈયે ધર્મ વસ્યો નથી. એટલે સાચો સમ્યગ્દષ્ટિ આ બધું કરે તો ખરો. આટલું છતાં હૃદયમાં સમજે કે “યં મમ, નેત્રં મમ, નાથે મમ' આ મારી નથી. આ મારું નથી અને આ મારો નથી.” ૧૭
२६
Page #28
--------------------------------------------------------------------------
________________
સંસારના દરેક સુખ દુઃખથી મિશ્રિત છે. કોઇએ ખાવાનું સુખ માન્યું. ખાવામાં સુખ છે. પણ ક્યારે ? ભૂખ લાગી હોય ત્યારે, નહિ તો નહિ. લાડુ ખાધો હોય ને ભેટ ભરાઈ ગયું હોય, પછી કોઈ દૂધપાક આપે તો ખવાશે ? નહિ ખવાય. કારણ ત્યારે ભૂખ નથી. તો પહેલાં ભૂખ લાગે, ક્યારે ઘરે જાઉં ને ક્યારે ખાઉં ? એમ સુધાનું દુ:ખ સહન કરે, પછી પણ મળમૂત્ર જવાની ચિંતા, તાવ આવે, માંદા પડીએ, અને કદાચ મરી જઈએ તો ય દુ:ખ ને દુઃખ જ. ૧૮
Page #29
--------------------------------------------------------------------------
________________
લક્ષ્મીનું સુખ માન્યું. પણ એમાં કેટલાં દુઃખ છે ? પહેલા તો એને મેળવવાનું દુઃખ. કેટલાં ય પ્રપંચ કરો, માયા કરો, અઢારે પાપસ્થાનક સેવો, ત્યારે માંડ એ લક્ષ્મી મળે છે. તડકો, ટાઢ ને વરસાદ એવું તો કેટલું ય સહન કરે, ત્યારે લક્ષ્મી મળે. આમ લક્ષ્મી મેળવવામાં દુઃખ. મળ્યાં પછી એને સાચવવાનું દુઃખ. કોઈ રાજા લઈ જાય, કોઈ લુંટી જાય, કોઈ ખાઈ જાય, કદાચ લક્ષ્મી નાશ પામે તો ય દુ:ખ, તું લક્ષ્મીને મૂકીને મરી જાય તો ય દુઃખ. હાય હાય, આટલી લક્ષ્મીને છોડીને જવું પડશે? અને કદાચ લક્ષ્મી તને મૂકીને ચાલી જાય, તો ય દુઃખ જ છે. ૧૯
For Private
Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
જે જીવને હું ભવ્ય છું કે નહિ? એવી શંકા થાય, પછી એ જાણવાની ઇચ્છા થાય, ને પછી વડીલ જ્ઞાનીને પૂછે, એ જીવ નિયમા ભવ્ય છે. કારણ કે એ ભવ્ય ન હોત તો એને આવી શંકા જ ન થાત.
આ તો જેને શંકા હોય એની વાત થઈ. પણ જેને હૃદયમાં નિર્ણય હોય કે-હું ભવ્ય જ છું, અને મોક્ષે જવાનો જ છું, એ તો નિયમા ભવ્ય છે જ.
અથવા “નોર્થ કૃદા યચનાતે, સ નિયમાન્ ભવ્ય
જેને મોક્ષની સ્પૃહા થાય, અભિલાષા થાય કે “હું મોક્ષે જઈશ કે નહિ? હું મોક્ષે ક્યારે જઇશ ? એ પણ નિયમો ભવ્ય છે. કારણ કે - એ જીવ મોક્ષનું યથાર્થ સ્વરૂપ જાણતો હોય કે ન જાણતો હોય, પણ એને ખાત્રી તો છે કે મોક્ષ છે
૨૯
Page #31
--------------------------------------------------------------------------
________________
જ. માટે જ એને “એ મને ક્યારે મળે ?” એવી અભિલાષા થાય છે. અને એટલે એ નિયમા ભવ્ય છે.
જેના હૃદયમાં શંકા થાય કે- હું ભવ્ય હોઇશ કે અભવ્ય? મારો આત્મા કેવો હશે ?” એ જીવ નિયમો ભવ્ય સમજવો. ૨૦
Page #32
--------------------------------------------------------------------------
________________
મોક્ષનું સ્વરૂપ શું છે ?
જે મોક્ષની અંદર જન્મવાનું નથી. વૃદ્ધાવસ્થા નથી. મરવાનું ય નથી. શારીરિક દુ:ખો-રોગો નથી, ને માનસિક શોકો પણ નથી. એવું જે સ્થાન હોય, તેનું જ નામ મોક્ષ.
કોઇ કહે-પરમાનંદ એ જ મોક્ષ છે. કોઇ કહે-પાપનો નાશ જ મોક્ષ છે. કોઇ વળી પ્રકૃતિના વિયોગરૂપ મોક્ષ માને છે. કોઇ નૈરાત્મ્યભાવને મોક્ષ કહે છે. બધાં ય જાદું જાદું સ્વરૂપ કહેશે, પણ છેવટે બધાંને જવાનું તો મોક્ષમાં જ છે ને ? બધાંનું ધ્યેય તો મોક્ષ જ છે. ‘‘શબ્દભેદ ઝઘડો કિસ્સો.’’ ‘પાંચ વીસુ’ કહો કે ‘સો’ કહો, એ એક જ છે. એમાં ઝઘડો શો ? પેલો કહેઃ સો ન કહેવાય, પાંચ વીસુ જ કહેવાય'. ને પેલો કહે: સો જ કહેવાય, પાંચ વીસુ ખોટું છે.’ આવો ઝઘડો ન હોય. પાંચ વીસુ કહો કે સો
૩૧
Page #33
--------------------------------------------------------------------------
________________
કહો, એ એક જ છે. શબ્દ જુદાં જુદાં છે, એમ મોક્ષનું સ્વરૂપ પણ એક જ છે. શબ્દોનો ઝઘડો શા માટે?
જીવનું ઉપાધિરહિત સ્વરૂપ, એનું નામ મોક્ષ. એમાં કોઈ જાતની ઉપાધિ નથી. ૨૧
Page #34
--------------------------------------------------------------------------
________________
દુનિયામાં જેટલું પરાધીન એટલું દુ:ખ અને સ્વાધીન એટલું સુખ. ૨૨
૩૩
Page #35
--------------------------------------------------------------------------
________________
આત્માએ સ્ત્રીનું સુખ માન્યું. પણ એ સ્ત્રીને પરણવાનું દુઃખ. પરણ્યાં પછી એને સાચવવાનું દુઃખ. એ માંદી પડે તો દુઃખ. તું માંદો પડે તો દુઃખ. તને મૂકીને એ મરી જાય તો દુઃખ. ને તું એને મૂકીને મરી જાય તો ય દુઃખ. ૨૩
%
5a
३४
Page #36
--------------------------------------------------------------------------
________________
દીકરાનું સુખ માન્યું. પણ પહેલાં જન્મ આપવાનું દુ:ખ. જન્મ્યા પછી એનાં મળ મૂત્ર ઉપાડવાનું દુઃખ. એને મોટો કરવાનું દુઃખ. ભણાવવાનું દુઃખ. અને એ ભણીને સારો નીવડ્યો તો દીકરો, નહિ તો દી ફર્યો. તું એને મૂકીને મરી જાય, કે એ તને મૂકીને મરી જાય, તો ય દુ:ખ ને દુઃખ. ૨૪
ود
૩૫
Page #37
--------------------------------------------------------------------------
________________
એક મહાત્માએ ત્રણવાર પ્રશ્ન કર્યો છે કે : સુરવી ? વ: મુવી ? : મુવી ? જગત્માં કોણ સુખી છે ? કોણ સુખી છે? કોણ સુખી છે ?
ત્યારે ત્યાં જવાબ મળે છે કે : સન્તોષવાન્ સુવી, સન્તોષવાન યુવી, સન્તોષવાન યુવી. જેના હૃદયમાં સંતોષ છે, કોઈ જાતની હાયવોય કે સ્પૃહા નથી, તે જ સાચો સુખી છે. ૨૫
૩૬
Page #38
--------------------------------------------------------------------------
________________
સંસારના સુખોમાં સંતોષ નથી. કારણ કે-એ જેમ જેમ જીવને મળતાં જાય, તેમ તેમ તૃષ્ણા વધતી જ જાય છે. પણ આ મોક્ષનું સુખ એવું છે કે જે મળ્યાં પછી જતું નથી રહેતું, અને મળ્યાં પછી કોઇ જાતની આશા, તૃષ્ણા ને સ્પૃહા પણ નથી થતી. એ માટે જ એ મોક્ષ સુખ
મેળવવાની
જીવને અભિલાષા થાય છે. ૨૬
@
T
૩૭
Page #39
--------------------------------------------------------------------------
________________
રૂપ, રસ, ગંધ, સ્પર્શ ને શબ્દ-આ બધાંને જયારે જીવ તિલાંજલિ આપી દેશે, મારે કોઈની આશા નથી, મારે કોઈ સ્વાર્થ નથી, કોઈની સ્પૃહા નથી. આ બધું મારે શેને માટે જોઈએ ? સ્ત્રી-કુટુંબ-કબીલા અને દોલત-આમાંથી કોઈ મારે માટે નથી, ને કોઈ મારી સાથે નથી આવવાનું, અવગ્રહ એમ સમજીને જીવને જ્યારે નિઃસ્પૃહભાવ થઈ જાય, નિર્મમત્વભાવ થઈ જાય, “નાગદં ન મમ' હું કોઈનો નથી, ને મારું કોઈ નથી, એવું સમજાઈ જાય, ત્યારે જીવને શાંતિ મળે. ર૭
Page #40
--------------------------------------------------------------------------
________________
હું એકજ-શુદ્ધાત્મદ્રવ્ય જ છું. મારું કોઈ નથી. જગત્માં કોઈ ચીજ મારી નથી. કોઈ દશ્યમાન વસ્તુ હું સાથે લાવ્યો નથી, ને સાથે લઈ જવાનો નથી. આ બધું વિનશ્વર છે, ચંચળ છે, કાંઇ સ્થિર નથી. ૨૮
૩૯
Page #41
--------------------------------------------------------------------------
________________
તારો મિત્ર કહો, તારી વસ્તુ કહો, તો તે એક ધર્મ જ છે. કેમ ? જ્યારે તું ચાલ્યો જઇશ, આ જગત્ને છોડીને ત્યારે તારી સાથે બીજું કોઈ નહિ આવે. એક ધર્મ જ આવશે. બાકી તો જગતમાં જે વસ્તુઓ અત્યારે દેખાય છે, તે અહીં જ પડી રહેવાની છે. ૨૯
જO
Page #42
--------------------------------------------------------------------------
________________
સંસારથી નિર્વેદ પામેલાં આત્માને પરમાનંદનીમોક્ષની અભિલાષા થાય છે. એ મેળવવા માટે શું કરવું જોઇએ ? તો સ્વ અને પરનો ઉપકાર કરવો જોઇએ. એમાં પણ પારકાનો ઉપકાર પહેલાં કરવો જોઇએ તો જ આશયની નિર્મળતા અને હૃદયની વિશાળતા, ઉદારતા
થાય, ૩૦
૪૧
Page #43
--------------------------------------------------------------------------
________________
પરમપદની વ્યાખ્યા હરિભદ્રસૂરિજી મહારાજાએ અષ્ટક પ્રકરણ નામના ગ્રંથમાં આ કરી છે. ઉપનિષદ્ધાં ને વેદમાં પણ એ જ વ્યાખ્યા છે તેમાં કહે છે કે જે દુ:ખથી મિશ્રિત નથી, જે મલ્યાં પછી પાછું ચાલ્યું જવાનું નથી, અને જે મલ્યાં પછી બીજા સુખની અભિલાષા પણ નથી થવાની, આવું જે સ્થાન છે તેનું નામ મોક્ષ છે; તે જ પરમપદ છે. પરમાનંદ સ્વરૂપ છે. ૩૧
૪૨
Page #44
--------------------------------------------------------------------------
________________
વસ્તુના સ્વરૂપને-ગુણને જાણવાની ઇચ્છા, એનું નામ જિજ્ઞાસા. એ જિજ્ઞાસા હોય તો મઝા આવે.
તમે વ્યાખ્યાનમાં આવો પણ જિજ્ઞાસાથી આવી ને બેસો તો તમને મઝા આવે. પણ ઊંઘો, ઝોકાં ખાવ, તો મઝા ન આવે. એવાં શ્રોતા હોય તો વક્તાને પણ મઝા ન આવે.
શ્રોતા-વક્તાના ગુણ આગળ આવે છે. કેટલાંક શ્રોતા વક્તાના દોષ જ શોધે. જેમ પેલી ઈતરડી ગાયના આંચળ પર બેસે, પણ એ એનું લોહી જ પીએ. એ દૂધ ન પીએ. એમ કેટલાક શ્રોતા વક્તાનો દોષ જ શોધતાં હોય છે. એને જિજ્ઞાસા ન હોય. આવાં શ્રોતાને શાસ્ત્રમાં મહિષનીપાડાની-ઉપમા આપી છે. પાડો પાણી તો પીએ, પણ બધું ડહોળી નાખે પછી જ પીએ. ગંદુ કરીને જ પીએ. એના જેવા આ શ્રોતાઓ હોય છે.
૪૩
Page #45
--------------------------------------------------------------------------
________________
પણ જેને જિજ્ઞાસા હોય, નવું નવું તત્ત્વ મેળવવાની ઇચ્છા હોય, એવો શ્રોતા તો “શવ્વ્રતિવર્તત’-શબ્દબ્રહ્મને પણ ઓળંગી જશે. શબ્દ એ પણ બ્રહ્મ છે આત્માનું સ્વરૂપ, મોક્ષનું સ્વરૂપ, એ બધું શબ્દમાં કહેલું છે. એને પણ એ ઓળંગી જશે. ૩૨
४४
Page #46
--------------------------------------------------------------------------
________________
કયા વક્તા પાસેથી તમે તત્ત્વ મેળવશો? બધા પાસેથી તત્ત્વ નહિ મળે. પણ કોની પાસેથી મળશે ? તો મનાથદાવ વસ્તુઃ સશત્ તત્કાયિાનો મવતિ - જેના હૃદયમાં કોઈ જાતનો કદાગ્રહ નથી-મારું તે સાચું નહિ પણ સાચું તે મારું છે. ભગવંતે કહ્યું તે જ સાચું અને સારું છે. હું તો છદ્મસ્થ છું - આવો અભિમાન વિનાનો જે વક્તા હોય તેની પાસેથી ખરૂં તત્ત્વ મળે. અને આવો વક્તા, જે એકાંત હિતને માટે જ કહે છે, તેને- “ન્તિતો નામ:' એકાંતે લાભ થાય જ છે. શ્રોતાને તો થાય કે ન થાય. ૩૩
૪૫
Page #47
--------------------------------------------------------------------------
________________
શ્રોતા પણ કેવો હોય કે જે ગુરુમહારાજ પાસેથીવક્તા પાસેથી સાચું તત્ત્વ મેળવી શકે ? ત્યાં કહ્યું છે કે પહેલી તો એનામાં મધ્યસ્થવૃત્તિ જોઇએ. કોઈ એક વિચારમાં, એક બાજુમાં કે કદાગ્રહમાં એ સપડાઈ ગયો ન હોવો જોઇએ. “મારે તો સારું તત્ત્વ-સાચું સ્વરૂપ જાણવું છે, એવો મધ્યસ્થ હોય તેને જ તત્ત્વ મળે.
વળી એ બુદ્ધિમાનું જોઇએ. એનામાં સમજણ શક્તિ જોઈએ. મધ્યસ્થ તો હોય, પણ સમજણ ન હોય તો ભેંસ આગળ ભાગવત જેવું થાય.
મધ્યસ્થ હોય, સમજણવંત હોય, તો પણ એ અર્થી એટલે જિજ્ઞાસાવાળો હોવો જોઇએ. દરેક કામમાં પ્રયોજન અને ફળ હોય. વ્યાખ્યાનમાં જઈશું તો સારું તત્ત્વ જાણવા
૪૬
Page #48
--------------------------------------------------------------------------
________________
મળશે, એનું નામ જ જિજ્ઞાસા. આવી જિજ્ઞાસા જેનામાં હોય એ જ શ્રોતા બનવા માટે લાયક છે. યશોવિજયજી મહારાજાએ ત્રીજી યોગદૃષ્ટિમાં પણ એ જ બતાવ્યું છે.
૩૪
૪૭
Page #49
--------------------------------------------------------------------------
________________
ત્રીજી દષ્ટિવાળા જીવને ‘હું ક્યારે જાઉં, ને વચન સાંભળું ?’ એવી શુશ્રૂષા-જિજ્ઞાસા હોય. અને તો જ એને વચન પરિણમે. નહિ તો એક કાને સાંભળે ને બીજાં કાને નીકળી જાય.
શુશ્રૂષા-સાંભળવાની અભિલાષા શું છે ?
શુશ્રુષા એ કૂવાની ‘સર’ જેવી છે. જેમ-એક કૂવો તો ખોદ્યો, પણ એમાં ‘સર’ હોય તો પાણી નીકળે, તો પાણીનો ધોધ ચાલુ જ રહે. નહિતો એ કુવો નકામો. એવી રીતે આત્માને સાંભળવાની ઇચ્છા-જિજ્ઞાસા-હોય, એ ‘સર’ કહેવાય. એ જેને હોય, એનો જ્ઞાનનો પ્રવાહ કોઇ દિ' સૂકાય નહિ. એટલે વિચારના-શાસ્ત્રના બોધરૂપ પાણીનો જે પ્રવાહ, એને માટે આ જિજ્ઞાસા ‘સર’ કહેવાય. એ ‘સર’ ન હોય તો સાંભળેલી વસ્તુ થળીનો કૂપ કહેવાય.
૪૮
Page #50
--------------------------------------------------------------------------
________________
જેસલમેરના રણમાં થળીના કૂવા હોય. એ 300-300 ફૂટ ઊંડા હોય, પણ એમાં “સર' ન હોય. એટલે પાણી ન આવે. સૂકાઈ જાય. તેમ જિજ્ઞાસા ન હોય તો જ્ઞાનનો પ્રવાહ પણ સૂકાઈ જ જાય. ૩૫.
6૭
૪૯
Page #51
--------------------------------------------------------------------------
________________
સાચી જિજ્ઞાસા કોને કહેવાય ? તો સાચી જિજ્ઞાસા હોય એને તો મનમાં આનંદ આનંદ થઈ જાય. એ આનંદથી એના શરીરના રુંવાડા ખડા થઈ જાય. એકતાન થઇ જાય. શ્રવણમાં તન્મય બની જાય.
અને આવી ઇચ્છા ન હોય-ન થાય, તો તો પછી બહેરાં આગળ ગાવાનું થઈ જાય. એને સાંભળવું નકામું થઈ
જાય. ૩૬
પ૦
Page #52
--------------------------------------------------------------------------
________________
મોક્ષમાં જીવને સુધાવેદનીય કર્મ નથી. કર્મ આઠ છે. એમાં ભૂખ લગાડવી એ વેદનીય કર્મનું કામ છે. એ કર્મ
જ્યારે ઉદયમાં આવે, ત્યારે આત્માને ભૂખ લાગે. સિદ્ધોને એ ઉદયમાં નથી. કારણકે એમના બધાં કર્મો નાશ પામ્યાં છે. તેમાં વેદનીય કર્મ પણ નાશ પામ્યું છે. માટે એમને ભૂખ લાગતી નથી.
બીજાં પણ ધ્યાન રાખજે કે- હંમેશા પુદ્ગલ પુદ્ગલને ખેંચે છે. લોહચુંબક લોઢાને ખેંચે. જીવમાં જ્યાં સુધી આઠ કર્મના પુગલો પડ્યાં છે, ત્યાં સુધી એ આહાર આદિના પુદ્ગલો ખેંચે-ગ્રહણ કરે. પણ સિદ્ધ ભગવાનને તો
ઔદારિકાદિ શરીર નથી. માટે એમને આહાર વગેરેના પુલો નથી લેવાના. કર્મનો ઉદય નથી, માટે શરીર
૫૧
Page #53
--------------------------------------------------------------------------
________________
નથી. અને એ કારણે આહારાદિક પણ નથી લેવાના. માટે એમને કોઇ કાળે ભૂખ નથી લાગવાની. એમને હંમેશાં સ્વસ્થતા છે, માટે આહારની જરૂર નથી. ૩૭
૫૨
Page #54
--------------------------------------------------------------------------
________________
એ મોક્ષ મેળવવા માટે દરેક જીવને અભિલાષા થાય છે. કારણકે સંસારથી એ દુઃખ પામ્યો છે. એ દુઃખ એનાથી સહન નથી થતું. એમાંથી છૂટવા માટે એને મોક્ષની જ ઇચ્છા થાય. પણ એ મળે ક્યારે ?
ત્યાં બતાવ્યું છે કે-મોક્ષ મેળવવા માટે તું પરોપકાર કર. જગતનું લ્યાણ કરવાનું મન થાય ત્યારે જ પરોપકાર થાય. કલ્યાણ-ભાવમાં તો મૈત્રી-પ્રમોદ-કરુણા ને માધ્યચ્ય એ ચારે ભાવનાઓ છે, એ ચારે ય હોય, ત્યારે જ પરોપકારવૃત્તિ થાય છે. એ તારે-મોક્ષની અભિલાષા કરનારે કરવી જોઈએ. ૩૮
૫૩
Page #55
--------------------------------------------------------------------------
________________
ખેદ અને ગ્લાનિરહિતપણે તમે દેશના આપશો તોજ તમને-દેશના આપનારને લાભ થશે. ‘વસ્તુÒાન્તતો જ્ઞામ:' શ્રોતાને લાભ થાય કે ન થાય, પણ વક્તાને તો એકાંતે લાભ થાય જ. પણ ક્યારે ? એ નિષ્કામ-ભાવે દેશના આપે તો. હું કોઇ વસ્તુની, જશની કે કીર્તિની અભિલાષાથી દેશના આપું તો મને લાભ ન થાય. પણ કોઇપણ જાતની સ્પૃહારહિતપણે દેશના આપે, તો વક્તાને તો એકાંતે લાભ થાય જ. ૩૯
૫૪
Page #56
--------------------------------------------------------------------------
________________
અને અમને તો સતયુગ કરતાંય આ કલિયુગ ઘણો સારો છે, કે જ્યાં અમને તારાં પ્રવચનની શ્રધ્ધા મળી છે.
જ્યાં ઓછા કાળમાં પણ વધુ કર્મ ખપાવીએ છીએ. વધુ લાભ લઈ શકીએ છીએ. માટે અમારે તો કલિયુગ જ વધારે સારો છે. ૪૦
૫૫
Page #57
--------------------------------------------------------------------------
________________
જેને પ્રભાતમાં ઊઠીને હૃદયમાં ભાવના થાય કે-હું કોણ? ક્યાંથી આવ્યો છું? ક્યાં જવાનો છું? મારું આત્મ સ્વરૂપ શું ? હું જેને માટે પરિભ્રમણ કરી રહ્યો છું, એ દશ્યમાન વસ્તુઓ મારી છે કે નહિ? મારી સાથે આવવાની છે કે નહિ ? આ બધી તો મારી વિભાવ દશા છે. પણ મારી સ્વભાવદશા કોને કહેવાય ?
નિર્મળ આત્મદ્રવ્ય એ જ હું છું, અને આત્માના નિર્મળ જ્ઞાનાદિ ગુણો એ જ મારા છે. દૃશ્યમાન કોઈ વસ્તુ મારી નથી.” આવી વિચારણા થતી હોય, એને ઉત્તમ વિચારણાઉત્તમ ચિંતા કીધી છે. ૪૧
૫૬
Page #58
--------------------------------------------------------------------------
________________
આ મારું છે, આ બધું મારે માટે જ છે', - આ બધી તો વિભાવદશા છે. અને આ મારું નથી. હું તો આ બધાંથી જુદો છું. મારું સ્વરૂપ જુદું છે. મારા આત્માના ગુણોનો વિકાસ કેમ થાય ? હું આ બધામાંથી છૂટીને મારાં આત્મસ્વરૂપમાં આગળ કેમ વધું ?” આવી વિચારણા સ્વાભાવદશા છે. એને ઉત્તમ વિચારણા કીધી છે. ૪૨
પણ
૫૭
Page #59
--------------------------------------------------------------------------
________________
હે મુનિ ! તેં પ્રભુની પ્રવજ્યા ઉત્તમ ભાવનાથી લીધી છે. તો તું હંમેશાં ગુરુકુલવાસમાં રહેજે, ગુરુમહારાજના ચરણમાં, આરાધનામાં રહેજે. અને વાચના, પૃચ્છના, પરાવર્ત્તના આદિ સ્વાધ્યાયમાં તત્પર રહેજે. આખાં દિ’માં અડધી નહિ તો પા ગાથા થતી હોય, તો પણ મહાન લાભ થાય છે.
૪૩
50
૫૮
Page #60
--------------------------------------------------------------------------
________________
કેટલાક એવા ય હોય છે કે – “વિતવ્યપિ મર્તવ્યું, अपठितव्यमपि मर्त्तव्यं, वृथा पठितव्येन किं कर्त्तव्यम्' ભણીએ તો ય મરવાનું છે, ને નહિ ભણીએ તોય મરવાનું છે, તો ફોગટ શું કામ ભણવું? ૪૪
ઉલ્ટ9
પ૯
Page #61
--------------------------------------------------------------------------
________________
જીવ બે પ્રકારના હોય છે. એક તો સમજે છે કે “આ બધું મારું નથી. હું કોઇનો નથી. આમાંથી કાંઇ પણ હું સાથે લઈ નથી જવાનો.” આવો મોક્ષાભિનંદી જીવ હોય.
બીજો ભવાભિનંદી હોય. એ આ ભવમાં જ આનંદ માને. “આ બધું મારું છે. આ બધું મને ક્યારે મળે ? આવી જ વિચારણા એને હોય. પણ આ માટે કર્મબંધનનું કારણ છે, એમ એ ન સમજે. ૪૫
૬૦
Page #62
--------------------------------------------------------------------------
________________
દેશના કોને દેવી ? કારણ કે બધી દેશના બધાંને ન દેવાય. યોગ્ય જીવ જોઇને જ દેશના દેવી. જો કે વક્તાને તો, જ્ઞાનીઓ કહે છે, એકાંતે લાભ થાય જ. કર્મની નિર્જરા જરૂર થાય. પણ એ લાભ કર્મ-નિર્જરાની અપેક્ષાએ થાય છે. પરના ઉપકારની દૃષ્ટિએ નહિ. એ દૃષ્ટિએ તો યોગ્યને યોગ્ય જ દેશના આપવી. પણ જેમ ગાયના આંચળમાં ઇતરડી બેઠી હોય છે, પણ એ એનું લોહી જ પીએ, દૂધ ન પીએ. એના જેવાં અયોગ્યને દેશના ન આપવી. ૪૬
G
૬૧
Page #63
--------------------------------------------------------------------------
________________
દાનધર્મ જગતમાં મુખ્ય છે. દાન એટલે મોહનો ત્યાગ. આ મારી વસ્તુ છે, ‘મેટું ’ આના પર મારી સત્તા છે. એ
વસ્તુ
મેં એને અર્પણ કરી, એના પરની મારી સત્તા છોડી દીધી, એ વસ્તુ પ૨ની મારી મમતાનો મોહનો ત્યાગ કર્યો, ત્યારે એનું દાન થયું.
દાનના સંસ્કાર નહિ હોય તો દાન નહિ થાય. અને એ વસ્તુ ૫૨નો મોહ નહિ છૂટે તો શરીર પરનો મોહ નહિ છૂટે. અને શરીરનો મોહ નહિ છૂટે, તો ત્યાગ ધર્મ, ચારિત્ર નહિ લઇ શકે.
સંયમ ક્યારે પળાય ? શરીર પરનો મોહ-મમત્ત્વભાવ છૂટ્યો હોય તો. પણ શરીર પર જ્યાં સુધી મોહ ને મમત્વ છે કે- ‘હાય હાય, આ શરીર મારું છે. મને માથુ દુ:ખે છે.
૬૨
Page #64
--------------------------------------------------------------------------
________________
તાવ આવે છે. હું શું કરું ? મારાથી કેમ રહેવાશે ?” - આવું જેને શરીર પર મમત્વ હોય ત્યાં સુધી એ ચારિત્રની આરાધના ન કરી શકે. ત્યારે શરીર પરથી મમત્વ ક્યારે છૂટે ? જો દાનનો સંસ્કાર પડ્યો હોય તો જેવો સંસ્કાર પડ્યો હોય, એવો આગળ વધે છે. દાનનો સંસ્કાર પડ્યો હશે તો કો'કવાર શરીરનો મોહ છુટશે. ૪૭
Page #65
--------------------------------------------------------------------------
________________
હીરા માણેક, પૈસા, નોટોના થોકડા, એમાંનું કાંઈજ સાથે નથી લાવ્યો. બધું અનિત્ય છે. કેવળ બાહ્ય વસ્તુ છે. આ બધાંનો મોહ તારે છોડવો જ જોઇએ. ૪૮
X
Page #66
--------------------------------------------------------------------------
________________
સવારે જીવ આનંદ કરતો દેખાશે, પણ બપોરે જુઓ તો કાંઈ ન હોય. બપોરે આનંદ કરતો હોય, ને સાંજે એ મરી જાય છે. હાર્ટફેઈલ થઈ જાય છે. સવારે કાંઈ ન હોય ને સાંજે કહો તો સટ્ટામાં લાખો રૂપિયા હારી જાય. એટલે જે સવારે છે, તે સાંજે નહિ દેખાય. આમ આ સંસારમાં સ્ત્રી, કુટુંબ, ને લક્ષ્મીની અનિત્યતા આ ભવમાં જ દેખાઈ આવશે. ૪૯
૬ ૫.
Page #67
--------------------------------------------------------------------------
________________
પેલી લાંબી કાકડી પણ આપણને બોધ આપે છે. એ કડવી હોય છે. પણ એને કાપીને ફીણીને એક પતીકું કાઢી નાખો તો એ મીઠી લાગશે. એમ લક્ષ્મી પણ કહે છે કે-અઢારે પાપસ્થાનક સેવ્યાં ત્યારે હું આવી છું અને હું તો કડવી છું. માટે તું મને ફીણીને એ પતીકું –દાન કરીશ, તો હું મીઠી થઇને રહીશ. નહિ તો હું કડવી વખ છું. ૫૦
Page #68
--------------------------------------------------------------------------
________________
હે પ્રભો ! આપે મને સંયમ તો આપ્યો, પણ આપ કૃપા કરીને મને કહો કે હવે મારે કઈ રીતે ચાલવું? કઈ રીતે બોલવું? કઈ રીતે મારે સૂવું? કઈ રીતે આહારપાણી લેવો ? કઈ રીતે લાવવોને આલોવવો ? કઈ રીતે વાપરવો ? કે જેથી મને પાપકર્મ ન બંધાય? આ બધાંનો મને વિધિ બતાવો. મને ચાલવામાં, બોલવામાં, ઊભાં રહેવામાં ને બેસવામાં, ક્યાંય પાપ ન બંધાવું જોઈએ ત્યાં ગુરુમહારાજે આ બધાનો વિધિ બતાવ્યો છે. એ મુનિને માટે તો છે જ, પણ ગૃહસ્થને માટે પણ સમજવાનો છે.
તું કદાચ ઊભો રહે, કદાચ બેઠો રહે, કદાચ ચાલતા હો, તો ત્યાં તારે શું કરવું ? તો તું જયણાપૂર્વક ઊભો રહેજે. જયણાપૂર્વક બેસજે. ક્યાંય જીવવિરાધના ન થાય તે જોજે. ઈર્યાસમિતિ તો મુનિઓને ખાસ કીધી છે. તું
છે
Page #69
--------------------------------------------------------------------------
________________
ઊભો રહેજે, પણ જ્યણાથી ઘડીક પગ આમ કરે ને ઘડીક આમથી તેમ હલાવે એમ નહિ. તું દરેક કામ એવી રીતે કરજે, કે જેથી કોઇ જીવની વિરાધના તો નથી થતી ને? એનું તને ધ્યાન રહે. ૫૧
Page #70
--------------------------------------------------------------------------
________________
એક તો તારે કરવા લાયક જે કર્મ ન હોય, તે તું કોઈ દિ ન કરીશ. નાતમાં, જાતમાં, કુળમાં ને ઘરમાં, તને લાગે કે આ અન્યાય છે, અનીતિ છે, અપ્રામાણિક છે, તો એ તું ન કરીશ. “ગમે તેવાં આચરણો મારે કરવાં, ગમે તેમ ફરવું, ગમે તેમ ચાલવું કે રખડવું, એ મારે ઉચિત નથી,” એમ તને લાગે તો તારે ન કરવું. અને લોકોમાં અનુચિત ગણાય તેવું તું કરીશ, તો સમજજે કે હવે તારે યમરાજાનું દ્વાર આવી ગયું. પ૨
૬૯
Page #71
--------------------------------------------------------------------------
________________
કોઇનો તારે વિરોધ કરવો ય પડે. પણ તારાં સ્વજનમાં ને સગામાં, કુટુંબમાં વિરોધ ન કરીશ. દુનિયામાં વિરોધના ઘણાં સ્થાનો છે. તું તારા ઘરમાં ન કરીશ. અને જો એમાં ય વિરોધ કરીશ તો તારું મૃત્યુનું દ્વાર આવીને ઊભું રહેશે. ૫૩
Page #72
--------------------------------------------------------------------------
________________
સામો તારાથી વધારે બળવાન હોય, વધુ મોટો હોય, વધારે સત્તાવાળો હોય, વધારે સમૃદ્ધિવાળો હોય, તેની સાથે તે સ્પર્ધા-હરીફાઈ ન કરીશ. સ્પર્ધા તો ગુણમાં કરજે. દયામાં ને પરોપકારમાં કરજે. આ આટલો દયાળુ છે, તો હું એનાથી કેમ વધું? આ પરોપકારી છે, તો હું એનાથી કે વધુ પરોપકાર કરું ? આવી સ્પર્ધા કરજે. પણ તોફાનની લડાઇની, કોઈનું બૂરું કરવાની કે ખરાબ કરવાની સ્પર્ધા ન કરીશ. અને તારાં કરતાં વધારે બળવાન કે વધુ લાગવગવાળા જોડે જો સ્પર્ધા કરીશ, તો એ તારે માટે મૃત્યુનું દ્વાર છે. ૫૪
૭૧
Page #73
--------------------------------------------------------------------------
________________
તારાં જે વડીલો છે, ગુરુ મહારાજો છે, એમનાં વચનમાં તું સંકલ્પવિકલ્પ ન કરીશ. એમણે કહ્યું તે સાચું હશે કે નહિ ? આમ કેમ કીધું? આવાં તર્ક-વિતર્ક ને શંકા, એ ગુરુ-વચનમાં ન કરવા. પપ
Page #74
--------------------------------------------------------------------------
________________
ગુરુમહારાજા કહે કેઃ આ કામ તારે કરવાનું છે. ત્યાં કહે કે હું આપની આજ્ઞામાં જ છું' ને છતાં વળી એમાં વિચાર કરવો, એનું નામ આજ્ઞા નથી. એ તો ગુરુમહારાજા કહે ત્યાં ‘તહત્તિ’ સિવાય બીજો વિચાર જ ન હોય.
વ્યવહારસૂત્રમાં તો ત્યાં સુધી કીધું છે કે-શિષ્ય એવો વિનયવંત જોઇએ કે ગુરુમહારાજા એકવાર ‘શ્વેત: વાવ:’ -કાગડો ધોળો છે, એમ કહે તો પણ હા સાહેબ ! બરાબર છે, એમ જ કહે. કારણકે-ગુરુમહારાજા કાંઇક કારણ હોય ત્યારે જ કહેતાં હોય, શિષ્યની પરીક્ષા કરવા માટે પણ એમ કહે.
અને જો ગુરુનાં વચનમાં પણ શંકા થાય, અશ્રદ્ધા થાય, તો એ મૃત્યુનું દ્વાર છે. ૫૬
୧
૭૩
Page #75
--------------------------------------------------------------------------
________________
એક ફળ પડ્યું હોય, એ ફળને જુદાં જુદાં જોનારાં કેટલાં હશે? નાનું બાળક પણ એ જોશે. એ જોઇને એને જુદો વિચાર આવશે. કોઈ જુવાન માણસ જોશે, તો એ વળી જુદી રીતે જોશે. કોઈ મૂર્તો માણસ જોશે, તો એ જુદી રીતે જોશે, ડાહ્યો માણસ પણ એને જુદી રીતે જોશે. એટલું જ નહિ, પણ એ ફળને દિવસે જુઓ તો જુદું લાગશે રાત્રે જુઓ તો જુદું જ દેખાશે. ત્યાં આપણી દૃષ્ટિમાં ફેર પડે છે. રાત્રે ઘોર-ગાઢ અંધારું છે, અને દિવસે અજવાળું છે. હવે એ જ ફળને ઘનઘોર વાદળાં છવાયાં હોય ને જુઓ, તો જુદું લાગશે. અને સૂર્યના પ્રકાશમાં એ જુદું દેખાશે.
આમ એક જ ફળને જેમ જુદી જુદી વ્યક્તિઓ કાળ અને દેશને ભેદે જુદી જુદી રીતે જુએ છે, ને પછી એમને
જ
७४
Page #76
--------------------------------------------------------------------------
________________
એમાં આગ્રહ બંધાઇ જાય કે આ ફળ આવું જ છે. બીજો કહે-‘ના ના, એવું નથી, આવું છે. આવો કદાગ્રહ બંધાય એનું નામ જ દર્શન થઇ ગયું. ૫૭
2
૭૫
Page #77
--------------------------------------------------------------------------
________________
જે ત્યાગ પ્રભુના ધર્મમાં છે, એવો ક્યાંય નથી. એ પ્રભાવ પ્રભુના ત્યાગધર્મનો છે. અમારો એક નાનામાં નાનો સાધુ હશે કે સાધ્વી હશે, પણ એ પંચ મહાવ્રતધારી અને ત્યાગી ગણાશે. અને ગમે તેવો મહંત હોય કે ગાદીપતિ હોય, તો ય એ ત્યાગી નહિ કહેવાય. એને કાંઇક ને કાંઈક વ્યસન હશે જ. કાં તો એ મદ્યાદિથી ટેવાયેલો હશે, ને કાં તો બીજાં કાંઈ વ્યસન હશે. આપણામાં કોઈ છટ્ટ (બે ઉપવાસ) કરે, અઠ્ઠાઈ કરે, પંદર દિવસના ને મહિનાના ઉપવાસ પણ કરે. પણ એવી મહાનું તપશ્ચર્યા-ત્યાગવૃત્તિ-બીજા કોઈ ધર્મમાં જોવા નહિ મળે.
એક નાનામાં નાનો મુનિ કે સાધ્વી ભરઉનાળામાં રસ્તે ચાલતાં હશે, ત્યાં એને ગમે એવી તરસ લાગી હશે, ને રસ્તામાં નદી કે તળાવ આવશે, તો પણ એ એમ નહિ
Page #78
--------------------------------------------------------------------------
________________
કહે કે “આ પાણી માટે પીવું છે. એ સમજે છે, એના મનમાં નિર્ણય છે કે “મેં પ્રભુનો ત્યાગધર્મ સ્વીકાર્યો છે. મારે આ પાણી ન જ કલ્પ.
એટલું જ નહિ, પણ તમે એને ફળ, ફૂલ, ને ઝાડથી ભરેલા બગીચામાં એકલો મૂકી દો. તો એ ત્યાં ગુલાબનું કે કોઈ પણ પ્રકારનું ફૂલ કે વનસ્પતિ નહિ તોડે. એને અડશે પણ નહિ. એ નાના સાધુ જેવો ત્યાગ ગમે તેવા સંન્યાસીમાં પણ જોવા નહિ મળે. એ પ્રભુના ધર્મનો જ પ્રભાવ છે. ૫૮
Page #79
--------------------------------------------------------------------------
________________
જગતુમાં કોઇ જીવો પાપ ન કરો. જીવો તો પાપ કરશે જ, એ પાપ છોડવાના નથી, પણ તારે તો આવી જ ભાવના રાખવી કે કોઈ જીવ પાપ ન કરો. કોઈ જીવ દુ:ખી ન થાવ. અને આખું જગત્ કર્મથી મુક્ત થાવ.” આવી મૈત્રી ભાવના છે. પ૯
Page #80
--------------------------------------------------------------------------
________________
બીજી પ્રમોદ ભાવના છે. જગતમાં કોઈ જ્ઞાની હોય, કોઇ દાની હોય, ત્યાગી હોય, પરોપકારી હોય, અનેક ગુણવાળાં જીવો હોય. ગૃહસ્થને પણ એવાં ગુણ હોય. કોઈ દાનેશ્વરી હોય, કોઈ બ્રહ્મચારી પણ હોય, તો એનો તું હૃદયમાં આનંદ માનજે. પણ ઈર્ષ્યા ન કરીશ. કારણ કે -તું ઇર્ષા કરીશ, તો એ એની ઈર્ષ્યા નથી, પણ એના ગુણમાં તને ઈર્ષ્યા છે. અને એના ગુણમાં જો તું ઈર્ષ્યા કરીશ તો તને આ ભવમાં તો એ ગુણ નથી મલ્યો, પણ ભવાંતરમાં પણ નહિ મળે, ૬૦
૦૯
Page #81
--------------------------------------------------------------------------
________________
કોઈ દુઃખી આત્મા દેખે, તો હૃદયમાં દયા લાવજે, કરૂણા લાવજે. એનું દુઃખ દૂર કરવાનો પ્રયત્ન કરજે. આ કરુણા ભાવના છે. ૬૧
Page #82
--------------------------------------------------------------------------
________________
અને જગતમાં અવગુણી આત્મા ઘણાં મળશે. ગુણવાન્ ઓછાં મળશે, અને તને પ્રેમ કયાં થશે ? તો હમેશાં ગુણ પ્રત્યે જ પ્રેમ થાય, અવગુણમાં નહિ, તો પણ એ અવગુણવાળાં પ્રત્યે પણ દયાભાવ, અનુકંપા જ બતાવજે. એનો દ્વેષ ન કરીશ. ‘અનુêત્ર સત્ત્વપુ, ન્યાય્યા ધર્મોઽયમુત્તમઃ ।' ૬૨
૮૧
Page #83
--------------------------------------------------------------------------
________________
ગમે તેટલું ભણ્યો હોય, ગમે તેવો વિદ્વાન્ ને પંડિત હોય, પણ આચાર જ્યાં સુધી ન હોય ત્યાં સુધી ધર્મ નથી. તને ગમે તેવું ઔષધનું જ્ઞાન હોય કે “આ ઔષધથી વાયુ મટે, આનાથી પિત્ત નાશ પામે, આ ઔષધથી આ રોગ જતો રહે,”આમ ઘણું જ્ઞાન હોય, પણ એકલાં એ જ્ઞાનથી શું વળે ? જો તું એ ઔષધનું સેવન ન કરે તો એ રોગ નહિ મટે. માટે આચાર-ક્રિયા પણ જોઈએ જ. કર્મયોગ પહેલો જોઇએ. ૬૩
Page #84
--------------------------------------------------------------------------
________________
અભિમાન આવ્યું કે-મારાં જેવો કોણ છે?મને કહેનાર ને પૂછનાર કોણ છે ? આવું મિથ્યાભિમાન આવી જાય એટલે વિનયગુણ નાશ પામે. અને વિનય નાશ પામે તો બધું જાય. શાસ્ત્રમાં કીધું છેકે – વિનય અને વિવેક, એ આત્માના મુખ્ય ગુણ છે. એ હશે તો બીજાં ૯૯ ગુણો આવશે અને એ નહિ હોય તો બધાં ગુણો એકડાં વિનાના મીંડાં જેવાં છે. ૬૪
Page #85
--------------------------------------------------------------------------
________________
હે ગૃહસ્થ ! તું ભલે ગૃહસ્થાવાસમાં રહ્યો, પણ તારું ગૃહસ્થપણે ક્યારે શોભશે ? તો
જો તારામાં દાનગુણ હશે, તો તારું ગૃહસ્થપણું શોભશે. એકલો પ્રતિક્રમણ ને સામાયિક કર્યા કરીશ, તો એથી તારું ગૃહસ્થપણું નહિ શોભે. એવી રીતે તારામાં જો વિવેક ને વિનયગુણ હશે તો તારામાં જે ગુણો હશે. પરોપકાર હશે, દયા હશે, એ તમામ ગુણો શોભશે. ૬૫
८४
Page #86
--------------------------------------------------------------------------
________________
જે સ્થિતિમાં કુદરત, કાળ ને કર્મ મૂકે, એમાં આનંદ માનવો જોઈએ. એનું જ નામ જીવન છે.
જિંદગી અને મરણ, લાઈફ (life) અને ડેથ (Death) એટલે શું?
તો જે સ્થિતિમાં કુદરત મૂકે એમાં આનંદ માનવો, એનું નામ જિંદગી. કોઈ કહે : તારી બૈરી ભાગી ગઈ. તો ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રીગોપાળ, એવું એને થાય. તારી લક્ષ્મી ગઈ, તો કહે : ભલે ગઇ. તારો દીકરો ગયો, તો કહેઃ ભલે ગયો. કોઈ કહે : આ દુ:ખ આવ્યું, તો કહે ભલે આવ્યું. આમ કર્મ જે સ્થિતિમાં મૂકે, એ સ્થિતિમાં આનંદ માને, પણ હાયવોય ન કરે, એનું નામ જિંદગી.
Page #87
--------------------------------------------------------------------------
________________
અને હાયવોય કરે કે – આ લક્ષ્મી મળી. આ છોકરો મળ્યો. આનું કેમ થશે ? કેમ સચવાશે ? જતાં રહેશે તો આમ ક્ષણે ક્ષણે જે ઉદ્વેગ થાય, ને ક્રોધ-માન-માયાની વૃત્તિઓ થયાં કરે, એનું નામ જ મરણ કહેવાય. ૬૬
८६
Page #88
--------------------------------------------------------------------------
________________
નિશ્ચયનય તો હજુ ઘણો છેટો છે. જે એમ કહેતો હોય કે “ક્રિયાકાંડની કાંઈ જરૂર નથી. નિશ્ચયનયથી ને જ્ઞાનયોગથી જ મોક્ષ મળી જશે.” તો એ જગતને છેતરવાની વાતો છે. જો તારામાં શુદ્ધ વ્યવહાર નહિ હોય તો નિશ્ચયદષ્ટિ તને નહિ મળે. ૬૭
Page #89
--------------------------------------------------------------------------
________________
જેમાં નહિ ક્રિયાકાંડ, નહિ પ્રભુપૂજા, નહિ વ્રત, નહિ નિયમ, એવાં એકલાં નિશ્ચયની વાતો કરનારા તો દુનિયામાં ઘણાં છે. પણ એમના ઊંડાણમાં જોશો તો કાંઈ નહિ હોય. એ તો કહેશે કે “આ જગમાં ચારિત્ર જ ક્યાં છે ? શુદ્ધ-ઉત્કૃષ્ટ ચારિત્ર છે જ નહિ. માટે આ બધી ક્રિયાઓ શું કરવા કરવી જોઇએ ? આ બધું ખોટું છે.' આવી ભાવના પણ આપણને ન થવી જોઈએ. આવો વિચાર પણ આપણે ન કરવો જોઇએ. ૬૮
૮૮
Page #90
--------------------------------------------------------------------------
________________
યાજ્ઞવલ્કય નામના એક મોટાં ઋષિ થઇ ગયા એમણે પોતાની પત્ની મૈત્રેયીને કલિકાલનું વર્ણન કરતાં કહ્યું છે કે : હે મૈત્રેય ! યાદ રાખજે કે
આ કલિકાલ ભયંકર આવવાનો છે. એકલો ભયંકર આવશે તો તો વાંધો નથી. પણ એમાં લોકો કેવાં થશે ? બધાં વિદ્વાન હશે ને પંડિત હશે. પણ કેવળ બ્રહ્મની વાતો કરનારાં જ થશે. પણ હે મૈત્રેય ! એમાં કોઈ સદાચારવાળાં નહિ હોય. ઉત્તમ આચાર, વિચાર ને આવશ્યક ક્રિયાઓ કરનારા કોઈ નહિ હોય. એ તો કહેશે કે “આ બધું શા માટે કરવું પડે? આત્માને દુ:ખ-કષ્ટ આપવાનું કોણે કીધું? મનને આનંદમાં રાખવું. પછી ગમે તે કામ કરીને આનંદ મળતો હોય. અનાચાર કરો, અભક્ષ્યને ભસ્મ કરો, અકર્તવ્યને કર્તવ્ય કરો, તો ય વાંધો નથી. પણ મનને
૮૯
Page #91
--------------------------------------------------------------------------
________________
આનંદમાં રાખો. બાહ્ય ક્રિયાકાંડની જરૂર નથી.”
અને એ બધાં કેવાં હશે? એકલાં આહારના ને રસના જ લોલુપી હશે. વિષયવાસનામાં જ પરાયણ હશે. જ્ઞાનની તો વાતો કરનારાં હશે. માટે જ કીધું કે-એકલાં નિશ્ચયનયની-એકલાં જ્ઞાનયોગની વાતો કરનારાં હોય, ત્યાં મોક્ષ નથી. મોક્ષ તો જ્ઞાન અને ક્રિયા-બંને હશે ત્યાં જ છે. ૬૯
૯O
Page #92
--------------------------------------------------------------------------
________________
કષાયોના ઉદય સહિત આત્માનો જે પરિણામ, એનું નામ અધ્યવસાય. કષાયનો ઉદય તો આપણને હોય જ છે. આપણે બધાં બેઠાં છીએ, એમાં દરેકને અધ્યવસાય તો હોય જ. પણ બધાને એક સરખાં ન હોય. બધાંના અધ્યવસાયની તરતમતા હોય. કોઇનો નિર્મળ હોય, કોઈનો વધુ નિર્મળ-નિર્મળતર હોય, નિર્મળતમ હોય. કોઈના ઓછાં વિશુદ્ધ હોય, કોઈના બે ચાર અંશે વધુ વિશુદ્ધ હોય.
એમાં જે જીવને છઠ્ઠા ગુણઠાણાનું જઘન્યમાં જઘન્ય છેલ્લામાં છેલ્લું અધ્યયસાયસ્થાનક હોય, જે ઓછામાં ઓછી અધ્યવસાયની વિશુદ્ધિવાળો હોય, તો પણ એ દેશ વિરતિ ગુણઠાણાના સૌથી ઉત્કૃષ્ટ-ઉચ્ચકોટિના અધ્યવસાય સ્થાનક કરતાં ય અનંતગુણી વિશુદ્ધિવાળો હોય. ૭૦
(
P
)
૯૧
Page #93
--------------------------------------------------------------------------
________________
છઠ્ઠા ગુણઠાણે આર્તધ્યાનની મુખ્યતા છે. કારણ કે- ત્યાં હજી કષાયો અને નોકષાયો પણ પડયાં છે. ત્યાં ક્રોધ છે, માન છે, માયા છે, ને લોભ છે. હાસ્ય છે, રાગ ને દ્વેષ છે, પુરુષવેદ વગેરે વેદ પણ છે. એને લઇને ત્યાં આર્તધ્યાનની મુખ્યતા છે. અને આજ્ઞાવિચય, અપાયવિચય, વિપાકવિય ને સંસ્થાનવિચયરૂપ જે ધર્મધ્યાન, તેની ત્યાં ગૌણતા છે. એટલે એને પણ સંયમરૂપ આલંબનની જરૂર છે.
ત્યારે ગૃહસ્થો કહે કે અમારે સંયમની શી જરૂર છે ? આલંબનની શી જરૂર છે. ? મારે આવશ્યકક્રિયાની જરૂ૨ નથી. હું તો શુદ્ધ જ્ઞાન જ ભણીશ.’ તો ત્યાં કહેવું જોઇએ કેઆવાં મુનિને પણ જો આલંબનની જરૂર હોય છે, તો તું તો ગૃહસ્થ છે. તારે એની પહેલી જરૂર હોય, એક્લાં નિશ્ચયની વાત કરીશ તો નહિ ચાલે. ૭૧
૯૨
Page #94
--------------------------------------------------------------------------
________________
કોઈ આત્મા હોય કે જે પ્રમાદમાં પડેલો છે, અને કેવળ પ્રમાદને લઈને જ આવશ્યકક્રિયાનો ત્યાગ કરે છે, ને વળી પાછો ધ્યાનની ને નિશ્ચયની વાતો કરે છે, તે જીવ “જોડસૌ નૈવામિંનૈન વેત્તિ મિથ્યાત્વEોહિતઃ” પરમાત્માના અવગ્રહ આગમનું ખરેખરૂં રહસ્ય જાણતો નથી. અને એને હજી મિથ્યાત્વભાવ કીધો છે. ૭૨
Page #95
--------------------------------------------------------------------------
________________
જેના હૃદયમાં શુદ્ધ વ્યવહાર નય રમી રહ્યો છે, અને જે શુદ્ધ ક્રિયાકાંડ, તપ-જપ, વ્રત-નિયમ નિર્દોષપણે કરી રહ્યો છે, એને શુદ્ધ નિશ્ચયનય પરિણમે છે. જેમ આ લૂગડું આ વસ્ત્ર-કાળું મેશ થઈ ગયું હોય, મેલું થઈ ગયું હોય, ને એને રંગ લગાડો, તો એ રંગાય ખરું? નહિ જ રંગાય પણ એનો મેલ ધોઈ નાખો, અને સાફ કરો, તો એ તરત રંગાય. એમ મલિનતા દૂર થશે, ત્યારે જ નિશ્ચયનય મળશે. માટે જ્ઞાની ભગવંતોએ કીધું છે કે “નિશ્ચયનયની વાતો ન કરીશ. પણ જ્યારે તારો પરિપાક થશે, ત્યારે એ આપો આપ તને મળી જશે. ૭૩
૯૪
Page #96
--------------------------------------------------------------------------
________________
તું તારાં સ્થાનમાં-તારાં ગુણસ્થાનમાં –તારી મર્યાદામાં રહીને જો શુદ્ધ વ્યવહારની આરાધના નહિ કરે, ને એમ ને એમ કહી દે કે –“અમે એકદમ ઉપર ચડી જઈશું તો તું સીધો નીચે પડી જઈશ. તું જે સ્વરૂપમાં છો, ગૃહસ્વધર્મમાં કે મુનિધર્મમાં છો, એને લાયક જે ક્રિયાઓ કીધી છે, એ છોડીને એકલાં નિશ્ચયમાં કે એકલાં ધ્યાનમાં જ જો બેસી જઇશ, તારી શક્તિ વિનાની વાત કરીશ, તો હેઠો જ પડીશ. ૭૪
૯૫
Page #97
--------------------------------------------------------------------------
________________
જિનકલ્પની વાતો કરનારાં કહે છે-“અત્યારે પણ જિનકલ્પ છે. નથી એમ ન કહેવાય. એમ કહેવામાં આપણી ખામી છે, પણ આ બધી વાતો જગતને છેતરવાની છે. પોતાના પંથનો પ્રચાર કરવાની ને એને પ્રકાશમાં લાવવાની આ વાતો છે. એના કહેવાથી અમે એ વાત માની ન લઇએ. એને તો “અત્યારે પણ જિનલ્પ છે, યથાલંદક છે, ને પરિહારવિશુદ્ધિ છે,' એમ કહીને તીર્થકરોએ, ગણધર ભગવંતોએ ને પૂર્વધર મહારાજાઓએ રચેલાં શાસ્ત્રોને ખોટાં કહેવડાવવાં છે. એ કહેવાનો મોખ અમારે નથી. અમે એવાં હૈયાફૂટ્યાં નથી. અને એની વાતોને સારી કહીએ તો આપણે સમક્તિ પણ હારી જઇએ. ૭૫
Page #98
--------------------------------------------------------------------------
________________
લોકો અડદના ને મગના પાપડ બનાવે છે. એમાં પહેલાં એના ગોયણાં બનાવે છે, પછી એના પાપડ વણે છે. એ ગોયણાં જેવાં ઊંટના લીંડાં ય હોય છે. પણ એના પાપડ ન થાય. થાય? ન જ થાય. થતાં હોય તો બનાવી જોજો. અને એનાં જો પાપડ બનવા માંડશે તો અડદનો ને મગનો કોઈ ભાવે ય નહિ પૂછે.
એવું શા માટે ન થાય? આપણે પણ જિનકલ્પ કેમ ન કરી શકીએ ? આવી વાતો કરવાથી જ જો કલ્યાણ થશે, તો પછી મગ ને અડદની જેમ જિનકલ્પના પણ કોઈ ભાવ નહિ પૂછે. ૭૬
છ6
Page #99
--------------------------------------------------------------------------
________________
પ્રભુની પૂજા, સામાયિક, આવશ્યક ક્રિયાઓ, વ્યાખ્યાન શ્રવણ-એ બધાં ચિત્તની સ્થિરતા કરવાના ને કષાયોને પાતળાં કરવા માટેના કર્મયોગો છે. ૭૭
→
૯૮
Page #100
--------------------------------------------------------------------------
________________
શરીરમાં આત્મબુદ્ધિમાને એ અવિદ્યા, અશુચિને શુચિ માને એ અશુચિતા, “હું આવો ને હું આ એવું અભિમાન એ અસ્મિતા, અને અભિનિવેશ કહેતાં કદાગ્રહ, આવી બધી ચિત્તની વૃત્તિઓ નાશ ક્યારે પામશે ? જો કષાય પાતળાં પડશે તો. અને રાગ-દ્વેષ-કષાય ક્યારે પાતળાં પડે ? જો તું કર્મકાંડમાં રહીશ તો. ‘અભ્યાસવૈરાગ્યાખ્યાં તનિરોધઃ'- અભ્યાસ અને વૈરાગ્ય વડે ચિત્તની સ્થિરતા થશે, ને કષાયો પાતળાં પડશે. યમ-નિયમનું પરિપાલન કરવું, એ અભ્યાસ છે. એમાં શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય ને ઈશ્વરનું ધ્યાન, એ બધાં નિયમો છે. ૭૮
૯૯
Page #101
--------------------------------------------------------------------------
________________
કેટલીક વાતો એવી હોય કે જેમાં ભેદ ન હોય. એ બધાં દર્શનોમાં સરખી જ હોય. જેમ બે ને બે – ચાર જ હોય. તમે યુરોપમાં જાવ, અમેરિકા જાવ, ગમે ત્યાં જાવ, પણ ત્યાં બધે બે ને બે-ચાર જ હોય. ક્યાંય છ ન હોય. એમ દર્શન ભલે જુદાં રહ્યાં, પણ કેટલીક વાતો બધામાં સરખી આવે. ૭૯
- ૧૦૦
Page #102
--------------------------------------------------------------------------
________________
વહાલી
જે કેવળ આત્મધ્યાનમાં જ રહ્યો છે, એ ગમે તેવી વસ્તુ આવે તો હર્ષ ન કરે. અને કોઇ અનિષ્ટદુઃખ આપનારી-વસ્તુ આવીને ઊભી રહી, તો ય એને શોક કે દુ:ખ ન થાય. એ પોતે પોતાના આત્મસ્વરૂપમાં જ લીન હોય. એનું જ નામ મહાત્મા પુરુષ. ૮૦
૧૦૧
Page #103
--------------------------------------------------------------------------
________________
ચારિત્ર બે છે. દ્રવ્યચારિત્ર અને ભાવચારિત્ર. ભાવચારિત્ર હોય તો પણ દ્રવ્યચારિત્ર તો જોઇશે જ. બંને ય મોક્ષના અંગ છે. શાસ્ત્રમાં જ્યાં બતાવ્યું છે કે-“એક સમયે ૧૦૮ મુનિઓ ઉત્કૃષ્ટથી મોક્ષમાં જાય છે, ત્યાં એ કઈ રીતે મોક્ષે જાય છે? અને કઈ કઈ જાતના હોય છે? એના અનેક સ્વરૂપો કીધાં છે. એમાં બતાવ્યું છે કે “એકલાં ભાવચારિત્રવાળાં નહિ, પણ જેણે પ્રવ્રજ્યા લીધી હોય, પ્રભુનો વેષ લીધો હોય, દ્રવ્યચારિત્ર લીધું હોય, એવાં જ ૧૦૮ મુનિઓ જોઈએ. આમ ત્યાં પણ કર્મયોગ પહેલો બતાવ્યો છે. ૮૧
૧૦૨
Page #104
--------------------------------------------------------------------------
________________
ઉત્તમ પુરૂષો ગુરુકુલવાસ કોઈ દિ છોડતા નથી. કેમ ન છોડે? તો ગુરુકુલવાસમાં જ રહે છે, એને ઉત્તરોત્તર જ્ઞાનની વૃદ્ધિ જ થાય છે. એટલું જ નહિ, પણ સમ્યગ્દર્શનમાં ને ચારિત્રમાં સ્થિરતા પણ ક્યાં મળે ? તો ગુરુકુલવાસમાં જ મળે.
જીવ છે. અનેક કર્મો અને વાસનાઓ પડી છે. કોઈકવાર એને સંકલ્પવિકલ્પ પણ થઈ ગયાં હોય. તે વખતે જો એ ગુરુકુલવાસમાં રહ્યો હોય, તો ત્યાં કોઈ ભણતાં હોય, કોઈ તપસ્યા કરતાં હોય, અનેક મુનિઓ આરાધના કરતાં હોય, એ જાએ તો પેલાને થાય કે “ઓહો! આ બધાં આવી આરાધના કરે, ને હું આવાં સંકલ્પવિકલ્પ કરું ? આમ કરતાં એ પાછો ચડી જાય.
૧૦૩
Page #105
--------------------------------------------------------------------------
________________
અનેક મુનિઓવાળાં ગુરુકુળમાં રહ્યો હોય તો એને કોઈ અકાર્ય કરવાની ઈચ્છા પણ ન થાય. અને ગુરુમહારાજાની શુશ્રુષા પણ થાય. ૮૨
૧ /૪
Page #106
--------------------------------------------------------------------------
________________
ચક્રવર્તિરાજા છ છ ખંડનો વહીવટ-રાજય કરે છે. પણ જ્યારે એને વૈરાગ્ય થાય છે, ત્યારે ક્ષણવારમાં બધું છોડીને એ ચાલ્યા જાય છે. ત્યારે એને એમ ન હોય કે “આ બધા વહીવટને ઠેકાણે કરીને પછી જઉં. અને એ જ્યારે પ્રવ્રજ્યા લઈને બધું છોડીને નીકળે, ત્યારે એ શું કહેશે ? “મટું ચક્રવર્તી – હું ચક્રવર્તી રાજા છું' એમ નહિ કહે. પણ “મર્દ મિક્ષ“હું ભિક્ષુ છું' એમ જ કહેશે. એ શું બતાવે છે ? કેત્યાગમાં જે આનંદ છે, એવો ભોગમાં નથી. એને ભિક્ષુ કહેવામાં જે આનંદ છે, એવો આનંદ, એવો સંતોષ ને એવી મઝા એને ચક્રવર્તી કહેવામાં નહોતાં. અને એ મઝા જો ત્યાગમાં ન હોત તો હું ચક્રવર્તી છું'-ને બદલે “હું ભિક્ષુ છું” એમ કહેવાનું મન પણ શેનું થાય? ૮૩
6
-
૭
૧ /૫
Page #107
--------------------------------------------------------------------------
________________
સારાં રૂપ મળે, ત્યાં આંખ દોડે. સારાં શબ્દ સાંભળે તો કાન દોડે. સારી ગંધ મળે ત્યાં નાક ફફડાટ કરે. સારાં સ્પર્શ મળે તો શરીર ત્યાં જાય. સારાં રસ મળે તો જીભ લોલુપતા કરે. કારણ કે-વિકારી ઇન્દ્રિયો છે. પણ જ્યારે તમે ઉપવાસ ક૨શો, છઠ્ઠ કે અઠ્ઠમ કરશો, કે એવી બીજી તપશ્ચર્યા કરશો ત્યારે તમારી ઇન્દ્રિયો શિથિલ થશે, વિષયોની અભિલાષા ઓછી થઇ જશે. અને ત્યારે તમને થશે કે ‘નવરાં બેસી રહેવા કરતાં ચાલો, વ્યાખ્યાનમાં જઇએ' એમ તમારાં વિષયો દૂર થશે. માટે જ તપશ્ચર્યા એ મોક્ષની વાનગી છે. ૮૪
૧૦૬
Page #108
--------------------------------------------------------------------------
________________
કરોડો કલ્પો ને કરોડો યુગો ચાલ્યાં જાય, પણ કરેલાં જે નિકાચિત કર્મો છે, તે તો ભોગવવાં જ પડે છે. એમાં છૂટકો જ નથી. છતાં એને પણ જો તોડનાર અને ખપાવનાર કોઈ હોય તો તે તપશ્ચર્યા જ છે. કર્મની નિર્જરા તપશ્ચર્યાથી જ મળે છે. ૮૫
૧૦૭
Page #109
--------------------------------------------------------------------------
________________
ગુરુમહારાજની આરાધનામાં-સેવનામાં જેઓ સદા રહ્યા છે, અને ગુરુમહારાજાની વાણી, જેમાં કઠોર અક્ષરો જ પડયાં છે.-જે એકલી કર્કશ જ છે, એવી વાણી તેઓ કહે તો ય જે એને સાંભળે ને સહન કરે છે. - આવાં શબ્દો મને કેમ કીધાં ? એવું એને થાય તો થઇ રહ્યું. ઉત્તમ જીવને એવું ન થાય. એ તો તિરસ્કારને ય સહન જ કરે. અને એવી કઠોર વાણીથી તિરસ્કાર અને અનાદર પામેલાં જે જીવ હોય, જેમને કોઇ દિ' આવાં વચનોથી અસ્થિરતા કે અરુચિ ન આવે, એવાં જીવને શું થાય છે ?
તો જગમાં જે ખરેખરું ગૌરવ ને મોટાઇ છે, એને એ જ પામે છે. એને એવાં કર્કશ વચનો સાંભળીને ઉદ્વેગ ન થાય. પણ એને તો એમ થાય કે ‘ગુરુમહારાજા મારું કેટલું હિત ચિંતવે છે ? મારાં હિતને માટે જ તેઓ મને
૧૦૮
Page #110
--------------------------------------------------------------------------
________________
આ કહે છે. અને એ એમ સમજે કે “આજે મારાં ભાગ્યનો ઉદય કે ગુરુમહારાજાએ મને આવાં વચનો કીધાં, આવાં જીવને જ ખરેખરું ગૌરવ મળે છે. ૮૬
૧૦૯
Page #111
--------------------------------------------------------------------------
________________
ગુરુ કેવાં જોઇએ? ઉપરથી તો કરવાલની ધાર જેવાં દેખાય. ક્રૂર હોય. અને સર્પની જેમ ફૂંફાડા મારતાં હોય, પણ એમનું હૃદય કેવું હોય? તો એમના હૃદયમાં તો એક જ ભાવના હોય કે-આનું કેમ હિત થાય? “આ આગળ કેમ આવે ? એ એક જ ઈચ્છા હોય, ૮૭
૧૧)
Page #112
--------------------------------------------------------------------------
________________
આર્યાવર્તની માતાઓએ પોતાના બાળકને પારણામાં ઝુલાવતાં ઝુલાવતાં પણ દયાનાં ગીત ગાયાં હતાં કે'विरयामो पाणाइवायाओ, विरयामो मुसावायाओ, विरयामो अदिन्नादाणाओ, विरयामो मेहुणाओ, विरयामो परिग्गहाओ.'
અને એથી આર્યાવર્તના બાળકોમાં જન્મતાં જ દયાના ને ઉપકારના જ સંસ્કાર પડતાં હતાં. ૮૮
૧૧૧
Page #113
--------------------------------------------------------------------------
________________
કોઈ દિવસ સુખ મળે, કોક દિવસ દુઃખ મળે. કોઈ વાર સારું આવ્યું કે કોઈવાર નરસું આવ્યું, તો એમાં દુઃખ ન લગાડીશ. દીન ન થઈશ. પણ સંતોષ માનજે. આવો જ્યારે થઈશ ત્યારે તને શાંતિ મળશે. ૮૯
૧૧૨
Page #114
--------------------------------------------------------------------------
________________
આત્મા નિમિત્તવાસી છે. એને કાંઇ નિમિત્ત મળે તો એ દોરવાઇ જાય. ૯૦
6૭
૧૧૩
Page #115
--------------------------------------------------------------------------
________________
માનવ અવતાર અને વીતરાગધર્મ પામીને જેણે સિદ્ધાન્તના વચનો સાંભળ્યાં નથી, જેણે જગતમાં કોઈનો ઉપકાર કર્યો નથી, મરણ વખતે જેણે કોઈ જીવોને ખમાવ્યા નથી, જેના કષાય અને અહંકાર ઓછાં થયાં નથી-તે જીવ શોક કરવા લાયક છે. ૯૧
૧૧૪
Page #116
--------------------------------------------------------------------------
________________
જેણે અનેક જાતના સુકૃત કર્યા છે. જ્ઞાનાભ્યાસ કરનારને જેણે સહાય કરી છે, જેણે પરમાત્માના આગમના વચનો શ્રવણ કર્યા છે, અને એ સાંભળી જેના કષાયો ઓછાં થયાં છે, એટલું જ નહિ, પણ જેણે જગતુના સર્વ જીવોને ખમાવ્યાં છે, તે જીવ મરતી વખતે પણ શોક કરવા લાયક નથી. ૯૨
૧ ૧૫
Page #117
--------------------------------------------------------------------------
________________
વિપત્તિ એટલે અશુભકર્મનો ઉદય. વિપત્તિ આવે ત્યારે અશુભ-કર્મ ભોગવાઈ જાય. તેથી દુઃખ ન હોય. જેમ એક લેણદાર થાપણ મૂકીને ગયો હોય, અને આપણા ઘરમાં ઘણી સંપત્તિ હોય, ત્યારે લેણદાર લેવા આવે તેમાં આનંદ જ થાય, દુઃખ ન થાય. એમ વિપત્તિમાં અશુભ કર્મ ભોગવાય છે, ઓછાં થાય છે, એટલે તેમાં પણ આનંદ જ હોય. ૯૩
૧૧૬
Page #118
--------------------------------------------------------------------------
________________
કુદરતી કાતર તો બધે સરખી છે. જાડું પાણકોર હોય તો મોડું કપાય, અને મલમલ હોય તો જલ્દી કપાય પણ વહેલું મોડુ બંને કપાય તો ખરું જ. ૯૪
૧૧૭
Page #119
--------------------------------------------------------------------------
________________
મનુસ્મૃતિના પ્રણેતા મનુએ ચાર આશ્રમ કીધાં છે. પહેલો બ્રહ્મચર્યાશ્રમ. એ “સરવાળા' જેવો છે. કારણ એ આશ્રમમાં અભ્યાસ -વિદ્યા વધતી જ જાય છે. બેવડાતાં જાય છે.
બીજો ગૃહસ્થાશ્રમ છે એ “બાદબાકી” જેવો છે. એમાં ઓછું થતું જાય. જંજાળને કારણે અભ્યાસ ઘટતો જાય.
ત્રીજો ‘વાનપ્રસ્થાશ્રમ' છે. એ “ગુણાકાર’ જેવો છે. કેમકેબ્રહ્મચર્યાશ્રમમાં પડેલા સંસ્કારોને લીધે પરમાર્થવૃત્તિ વગેરે સદ્ગણોની એમાં વૃદ્ધિ થતી હોય છે.
અને ચોથો સંન્યાસાશ્રમ છે. તે ભાગાકાર જેવો છે. પહેલાંના ત્રણે આશ્રમમાં મેળવેલાં અનુભવેલા ત્યાગ, વિવેક, સંતોષ વગેરે ગુણો અને મોહ-માયા વગેરે અવગુણોનો આ આશ્રમમાં વિભાગ પડશે. અવગુણો ઉપર મીંડાં મૂકાશે, ને ગુણો સ્થિર થશે. ૯૫
૧૧૮
Page #120
--------------------------------------------------------------------------
________________
જીવનો લોભ સંસ્કાર ખૂબ પ્રબળ છે. એ લોભને લીધે એ ચક્રેશ્વરી માતા પાસે એક શ્રીફળ વધેરીને લાખ રૂપિયાની માંગણી કરે છે. પણ માતા કાંઇ ગાંડા નથી કે તને એક શ્રીફળના બદલામાં લાખ રૂપિયા આપી દે. માતા પોતે જ લાખ રૂપિયામાં લાખો શ્રીફળ ન વધેરે ? પણ જીવની લેવાની વૃત્તિ એવી છે કે જ્યાં મળે ત્યાંથી લઉં ને લઉં જ, ૯૬
૧૧૯
Page #121
--------------------------------------------------------------------------
________________
જગતમાં બે વસ્તુ દેખાય છેઃ એક પુણ્ય અને બીજું પાપ. પરોપકાર પુણ્યને માટે છે, અને બીજાને પીડા કરવી એ પાપ છે. ૯૭
૧૨૦
Page #122
--------------------------------------------------------------------------
________________
અહીં મૂકી જવાની વસ્તુ બે છેઃ એક યશ અને બીજો અપયશ. કોઇ મરી જશે તો તે સારો હશે તો સારો કહેવાશેએ યશ છે. અને બીજાને માટે કહેશે કે બધાંને ભારભૂત હતો તો ભલે ગયો-એ અપયશ છે. ૯૮
૧૨૧
७
Page #123
--------------------------------------------------------------------------
________________
રઘુવંશમાં રાજાનું વર્ણન કાલિદાસે કર્યું છે. તેમાં કહ્યું છે કે બાલ્ય-કાળમાં વિદ્યાનો અભ્યાસ કરે. યુવાવસ્થામાં સંસારસુખો ભોગવે. વૃદ્ધાવસ્થામાં સંન્યાસ લે અને યોગ વડે શરીરનો ત્યાગ કરે.
शैशवेऽभ्यस्तविद्यानां, यौवने विषयैषिणाम् । वार्धक्ये मुनिवृत्तीनां योगेनाऽन्ते तनूत्यजाम् ॥
(રઘુવંશ, સ-૧) અત્યારે તો એનાથી વિપરીત છે. અત્યારે બાલ્યકાળમાં વિદ્યાનો અભ્યાસ કરે, પણ તેમાંથી ભ્રષ્ટાચાર જ શીખે. યુવાવસ્થામાં કાંઈક વ્યસનો હોય, અને વૃદ્ધાવસ્થામાં કૂતરા જેવી વૃત્તિવાળા હોય, અને અંતે રોગ વડે શરીરનો ત્યાગ કરે
शैशवे भ्रष्टविद्यानां, यौवने विषभक्षिणाम् । वार्धक्ये श्वानवृत्तीनां, रोगेणाऽन्ते तनूत्यजाम् ॥ ८८
૦૨૦૦
૧ ૨૨
Page #124
--------------------------------------------------------------------------
________________
ભક્તિના ત્રણ ભેદ છેઃ રાજસી, તામસી અને સાત્ત્વિકી. આ ભવ કે ભવાંતરની ઇચ્છાથી જે ભક્તિ કરે તે રાજસી. કોઈને મારી નાખવાની કે ખરાબ કરવાની બુદ્ધિથી કરે તે તામસી. અને જેમાં નિઃસ્વાર્થ ભાવે સર્વસ્વ સમર્પણ કરે તે સાત્ત્વિકી. ૧૦૦
૧૨૩
Page #125
--------------------------------------------------------------------------
________________
કર્મનો ક્ષય, ઉપશમ, અને ક્ષયોપશમ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ, ભવ એ-પાંચ કારણોથી થાય છે.
જેમ મદિરાથી જ્ઞાનનું આવરણ આવી જાય અને બ્રાહ્મીથી જ્ઞાનનો ક્ષયોપશમ થાય. અહીં દ્રવ્ય (મદિરાબ્રાહ્મી) કારણ છે.
ગિરિરાજનું (સિદ્ધાચલતીર્થનું) આલંબન પામી જીવના પરિણામ શુદ્ધ થાય, તેથી કર્મનો ઉપશમ-ક્ષયોપશમ થાય. અઢી દ્વીપમાં કોઈ એવો ખાલી ભાગ નથી કે જ્યાંથી અનંતા જીવો મોક્ષમાં ન ગયાં હોય. શત્રુંજ્યની ભૂમિમાં અનંત જીવો મોક્ષમાં ગયા, અને બીજે ઠેકાણેથી પણ અનંતા મોક્ષમાં ગયાં, છતાં ફેર કેમ ? શત્રુંજયનું આલંબન પામીને જીવ કલ્યાણ સાધે છે, અને બીજી ભૂમિમાં નથી
૧ ૨૪
Page #126
--------------------------------------------------------------------------
________________
પામી શકતો. આનું શું કારણ ? તો ઉત્તરમાં ‘શત્રુંજયની ભૂમિની સ્પર્શના’ એ જ નિમિત્ત છે. બીજે ઠેકાણે આવું નથી બનતું, એમાં એ ક્ષેત્રનો-એ ભૂમિનો જ દોષ સમજ્યો.
પુરાણમાં પણ શ્રવણનો દાખલો આવે છે કે એણે કુરુક્ષેત્રની ભૂમિમાં માત-પિતા પાસે પણ ભાડું માગ્યું. એ ક્ષેત્રનો દોષ છે.
એવી રીતે કાળ પણ કારણ છે. જેમ આઠમ, ચૌદશ પર્યુષણા વ. કાળમાં આત્માને આરાધના કરવાનું મન થાય છે. બીજા દિવસોમાં નથી થતું. તેથી કાળ પણ કર્મના ક્ષય, ઉપશમ, ક્ષયોપશમનું નિમિત્ત છે.
એ જ રીતે ભાવ-હૈયાના પરિણામ-પણ કર્મના ક્ષયાદિનું નિમિત્ત છે.
T
૧૨૫
Page #127
--------------------------------------------------------------------------
________________
અને ભવ પણ એક કારણ છે. જેમ-મનુષ્યભવ હોય તો જીવ કર્મ ખપાવી મોક્ષે જઈ શકે. મનુષ્યગતિમાં અવધિજ્ઞાન ન હોય, પણ દેવગતિમાં ઉત્પન્ન થાય કે તરત જ ત્યાં અવધિજ્ઞાન ઉત્પન્ન થાય છે. માટે ભવ પણ કારણ છે. ૧૦૧
૧ ૨૬
Page #128
--------------------------------------------------------------------------
________________
એક માણસ સો રૂપિયા લઇ બજારમાં ચાલ્યો જતો હોય, ને રસ્તામાં કોઇ જીવ દુઃખથી અને ભૂખથી પીડાતો હોય, મરવા પડ્યો હોય, પેલો એને એક રૂપિયો આપે તો એનો જીવ બચી જાય તેમ છે, પોતાને ૯૯ થી ચાલે તેમ છે, છતાં પેલો એને એક રૂપિયો ન આપે તો એ મહાપરિગ્રહી જાણવો. ૧૦૨
૧૨૭
Page #129
--------------------------------------------------------------------------
________________
તમારા સ્વાર્થ માટે કોઈ જીવને મારો નહિ. ભવાંતરમાં આપણે કોઈને ભય, ત્રાસ, દુઃખ, પરિતાપ આપ્યાં હોય તો આ ભવમાં આપણને પણ ભય, ત્રાસ, દુઃખ પરિતાપ પડે છે. ૧૦૩
૧ ૨૮
Page #130
--------------------------------------------------------------------------
________________
પુરુષાર્થ ચાર છે. તેમાં અર્થ ને કામ-બે ગૌલૈયા જેવાં છે. વગર નોતરે જમવા બેસી જાય તેનું નામ ગોલૈયા. કામદશા જીવ જન્મે એવી આવી જાય છે. એને બોલાવવા જવી નથી પડતી. અને કામભોગોને માટે જીવ લક્ષ્મીની મહેનત પણ કરે છે. જેમ કામની વાસના વધતી જાય તેમ અર્થની વાસના પણ વધવાની તેથી તેને પણ બોલાવવો પડતો નથી. ૧૦૪
૧૨૯
Page #131
--------------------------------------------------------------------------
________________
એકેન્દ્રિય જીવ પણ પરનો ઉપકાર કરે છે. એક આંબો આપણને બોધ આપે છે કે-હું વનસ્પતિકાય એકેન્દ્રિય છું, છતાં મારી બધી કેરી હું દુનિયાને આપી દઉં છું. એક પણ રાખતો નથી. ફળના ભારથી નમી જાઉં, છતાં પરના ઊપકાર માટે હું મારું દુઃખ જરાય ગણતો નથી. તો તે માનવ!તું તો પંચેન્દ્રિય છે. તારાંથી બને તેટલો દુનિયાનો ઉપકાર કરી લે. નહિતર આ મહાન પુણ્ય મળેલ માનવ જીવન નિષ્ફળ છે. ૧૦૫
૧૩૦
Page #132
--------------------------------------------------------------------------
________________
તંબૂરો આપણને ઉપદેશ આપે છે કે મારાં ત્રણે તાર સરખાં હશે, તો હું બરાબર વાગીશ અને આનંદ આવશે, પરંતુ ત્રણે તાર જુદાં જુદાં હશે, તો હું હું, શું શું થશે, આનંદ ઊડી જશે. તે જ રીતે માનવના મન-વચન-કાયાની એકાગ્રતા હશે તો તે ધર્મધ્યાન કરી શકશે. એનાથી અનેરો આનંદ આવશે. અને મન વચન-કાયાના ત્રણે તાર જુદાં હશે તો જ્ઞાન-ક્રિયામાં આનંદ નહિ આવે. ૧૦૬
૧૩૧
Page #133
--------------------------------------------------------------------------
________________
આત્મા જ્યાં સુધી આકારવાળો છે, ત્યાં સુધી સામે આકાર જોઇશે. જગતના તમામ જીવોને આકૃતિની જરૂર છે. જેમ ૧૨૫ માંથી ૧૨૫ જાય તો નીચે શું રહે ? કશું નહીં. તો-પણ નીચે ત્રણ મીંડાની આકૃતિ કરે છે. કંઈ નથી, છતાં કંઈ નથી એ જણાવવા માટે મીંડાની આકૃતિ છે, તો પછી સાક્ષાત્ જે પરમાત્મા છે, તેને જણાવવા માટે તો આકૃતિની જરૂર છે જ. ૧૦૭
૧૩ર
Page #134
--------------------------------------------------------------------------
________________
સર્વજ્ઞની દેશના એક જ હોય પણ પાત્રભેદે જુદી રીતે પરિણત થાય. વરસાદનું પાણી એક જ છે. પણ પાત્ર ભેદે જુદી રીતે ભાસે. સ્વાતિમાં વર્ષાનું પાણી છીપમાં પડે તો મોતી થાય. સર્પના મુખમાં પડે તો ઝેર થાય. તેવી રીતે દેશનાના પણ પાત્રભેદે ભેદ થાય. નયની અપેક્ષાએ દેશનાના ભેદ થાય. ૧૦૮
૧૩૩
Page #135
--------------------------------------------------------------------------
________________
મગજરૂપી વાસણ દુર્વાસનાઓથી ખાલી થાય ત્યારે ચિત્તને નિર્મળ બનાવાય. અને ચિત્તની નિર્મળતા થાય ત્યારે લાંબા કાળના એકઠા થયેલાં કર્મો જે પ્રારબ્ધ અને સંચિત બે પ્રકારના છે તે કર્મો ઓછાં થાય. ૧૦૯
૧૩૪
Page #136
--------------------------------------------------------------------------
________________
સન્દુરુષોની દૃષ્ટિ આપણા પર હોય તો આપણું કલ્યાણ થાય. પુરુષોની ભાવના આપણા કલ્યાણ માટેની હોય તો પણ કલ્યાણ થાય. અને પુરુષોનો હાથ આપણા પર પડે તો પણ આપણું કલ્યાણ થાય. ૧૧૦
૧૩૫
Page #137
--------------------------------------------------------------------------
________________
એક વિવેકવાન આત્મા છે. બીજો અજ્ઞાની છે. બંનેને કર્મ તો ઉદયમાં આવે. પરંતુ જ્ઞાની-સમજણવાળા જીવને દુઃખમાં પણ સમભાવ રહે અને અજ્ઞાની જીવ અધેર્યથી મુંઝાય છે, તેને કલેશ થાય છે. ૧૧૧
૧૩૬
Page #138
--------------------------------------------------------------------------
________________