________________
બહિરાત્મદશામાં-મિથ્યાત્વમાં જીવ માને છે કે ‘આ શરીર મારું છે. આ પીંડા-રોગો મને જ થાય છે. સુખદુ:ખ બધું મને જ થાય છે.’ પણ જ્યારે પ્રભુનો માર્ગ સાચો છે, એમ ખબર પડી, ત્યારે એ શરીરનું અને કુટુંબનું પ્રતિપાલન તો કરે છે. પણ એ સમજે છે કે ‘આ બધું મારુ નથી. આનું જ નામ અંતરાત્મદશા. ‘શુધ્ધાત્મદ્રવ્યમેવાડું, શુદ્ધજ્ઞાન મુળો મમ ” નિર્મળ આત્મદ્રવ્ય એ જ હું છું. અને શુદ્ધ જ્ઞાન-આત્મસ્વરૂપનું ભાન-એ જ મારો ગુણ છે. ૧૫
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
૨૪