SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રોતા પણ કેવો હોય કે જે ગુરુમહારાજ પાસેથીવક્તા પાસેથી સાચું તત્ત્વ મેળવી શકે ? ત્યાં કહ્યું છે કે પહેલી તો એનામાં મધ્યસ્થવૃત્તિ જોઇએ. કોઈ એક વિચારમાં, એક બાજુમાં કે કદાગ્રહમાં એ સપડાઈ ગયો ન હોવો જોઇએ. “મારે તો સારું તત્ત્વ-સાચું સ્વરૂપ જાણવું છે, એવો મધ્યસ્થ હોય તેને જ તત્ત્વ મળે. વળી એ બુદ્ધિમાનું જોઇએ. એનામાં સમજણ શક્તિ જોઈએ. મધ્યસ્થ તો હોય, પણ સમજણ ન હોય તો ભેંસ આગળ ભાગવત જેવું થાય. મધ્યસ્થ હોય, સમજણવંત હોય, તો પણ એ અર્થી એટલે જિજ્ઞાસાવાળો હોવો જોઇએ. દરેક કામમાં પ્રયોજન અને ફળ હોય. વ્યાખ્યાનમાં જઈશું તો સારું તત્ત્વ જાણવા ૪૬ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001483
Book TitleNandanvanna Parijat
Original Sutra AuthorNandansuri
AuthorShilchandrasuri
PublisherVijayanandsuri Smarak Trust Ahmedabad
Publication Year
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy