________________
હે પ્રભો ! આપે મને સંયમ તો આપ્યો, પણ આપ કૃપા કરીને મને કહો કે હવે મારે કઈ રીતે ચાલવું? કઈ રીતે બોલવું? કઈ રીતે મારે સૂવું? કઈ રીતે આહારપાણી લેવો ? કઈ રીતે લાવવોને આલોવવો ? કઈ રીતે વાપરવો ? કે જેથી મને પાપકર્મ ન બંધાય? આ બધાંનો મને વિધિ બતાવો. મને ચાલવામાં, બોલવામાં, ઊભાં રહેવામાં ને બેસવામાં, ક્યાંય પાપ ન બંધાવું જોઈએ ત્યાં ગુરુમહારાજે આ બધાનો વિધિ બતાવ્યો છે. એ મુનિને માટે તો છે જ, પણ ગૃહસ્થને માટે પણ સમજવાનો છે.
તું કદાચ ઊભો રહે, કદાચ બેઠો રહે, કદાચ ચાલતા હો, તો ત્યાં તારે શું કરવું ? તો તું જયણાપૂર્વક ઊભો રહેજે. જયણાપૂર્વક બેસજે. ક્યાંય જીવવિરાધના ન થાય તે જોજે. ઈર્યાસમિતિ તો મુનિઓને ખાસ કીધી છે. તું
છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org