________________
જેને પ્રભાતમાં ઊઠીને હૃદયમાં ભાવના થાય કે-હું કોણ? ક્યાંથી આવ્યો છું? ક્યાં જવાનો છું? મારું આત્મ સ્વરૂપ શું ? હું જેને માટે પરિભ્રમણ કરી રહ્યો છું, એ દશ્યમાન વસ્તુઓ મારી છે કે નહિ? મારી સાથે આવવાની છે કે નહિ ? આ બધી તો મારી વિભાવ દશા છે. પણ મારી સ્વભાવદશા કોને કહેવાય ?
નિર્મળ આત્મદ્રવ્ય એ જ હું છું, અને આત્માના નિર્મળ જ્ઞાનાદિ ગુણો એ જ મારા છે. દૃશ્યમાન કોઈ વસ્તુ મારી નથી.” આવી વિચારણા થતી હોય, એને ઉત્તમ વિચારણાઉત્તમ ચિંતા કીધી છે. ૪૧
૫૬ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org