________________
દુનિયામાં તાપ ત્રણ જાતના છે. એક આધ્યાત્મિક તાપ, બીજો આધિભૌતિક તાપ અને ત્રીજો આધિદૈવિક તાપ. તાપ એટલે દુઃખ આધિભૌતિક દુઃખ એટલે શરીરસંબંધી દુઃખ મળમૂત્રને કારણે થતા રોગો અને વાત, પિત્ત કે કફથી થતાં શરીરના જે રોગો આમયો- તે બધાં આધિભૌતિક દુઃખો છે. કારણ કે આપણું શરીર પૃથ્વીજળ-તેજ વાયુ અને આકાશ એ પાંચ ભૂતમય છે. તેથી થતાં દુઃખો તે આધિભૌતિક દુઃખ કહેવાય.
અને આધિદૈવિક દુઃખ-કોઈ તિર્યંચ કે કોઈ દેવ વગેરેથી જે દુઃખ થાય તે આધિદૈવિક તાપ કહેવાય.
ત્રીજાં આધ્યાત્મિક દુઃખ. આખો દિ' ક્રોધ માન-માયા ને લોભ, ઈર્ષ્યા ને દ્વેષ થાય, તેને લઈને જે દુઃખ થાય કે
૧૩ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org