________________
અરિહંત મહારાજાઓને જ્યારે કેવળજ્ઞાન થાય, ત્યારે ઇદ્રો આવીને સમવસરણ રચે. તેમાં ભગવાન નમસ્તીર્થય કહીને બિરાજે. તીર્થ એટલે સંઘ. પછી ભગવાન તીર્થની સ્થાપના કરે. તેમાં સૌ પહેલાં ગણધરોને સ્થાપે. તે વખતે ગણધરો ભગવંતને ત્રણ વાર વંદન કરીને પૂછે. વંદન કરીને પૂછવું, એનું નામ નિષદ્યા. ગણધરો આવી ત્રણ નિષદ્યા કરે.
પહેલી વાર વંદન કરીને પૂછે: થય માવંસ્તત્ત્વ હે ભગવાન ! તત્ત્વ કહો, ત્યારે ભગવાન કહે: “૩qન્ને વા’ જગતની દરેક વસ્તુ ઉત્પન્ન થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org