________________
સમકિતીની દશા કેવી હોય ? એની સ્થિતિ કેવી હોય? તો એને હજી ચારિત્રમોહનીય કર્મ ઉદયમાં છે. એટલે એને સર્વવિરતિભાવ કે દેશવિરતિભાવ ન મળે તો ય એ સમજે છે કે “આ મારું નથી. હજી એ અવિરતિભાવમાં છે. એને મા-બાપ, સ્ત્રી-દીકરા-દીકરી વગેરે પરિવારનું પ્રતિ-પાલન તો કરવું જ પડે. એ ન કરે તો શાસ્ત્રમાં એને અયોગ્ય કીધો છે. એ ધર્મ પામ્યો, પણ કુટુંબનું પાલનપોષણ ન કરે તો સમજવું કે હજી એને હૈયે ધર્મ વસ્યો નથી. એટલે સાચો સમ્યગ્દષ્ટિ આ બધું કરે તો ખરો. આટલું છતાં હૃદયમાં સમજે કે “યં મમ, નેત્રં મમ, નાથે મમ' આ મારી નથી. આ મારું નથી અને આ મારો નથી.” ૧૭
Jain Education International
२६ For Private & Personal Use Only
www.jainelibrary.org