________________
ગુરુમહારાજની આરાધનામાં-સેવનામાં જેઓ સદા રહ્યા છે, અને ગુરુમહારાજાની વાણી, જેમાં કઠોર અક્ષરો જ પડયાં છે.-જે એકલી કર્કશ જ છે, એવી વાણી તેઓ કહે તો ય જે એને સાંભળે ને સહન કરે છે. - આવાં શબ્દો મને કેમ કીધાં ? એવું એને થાય તો થઇ રહ્યું. ઉત્તમ જીવને એવું ન થાય. એ તો તિરસ્કારને ય સહન જ કરે. અને એવી કઠોર વાણીથી તિરસ્કાર અને અનાદર પામેલાં જે જીવ હોય, જેમને કોઇ દિ' આવાં વચનોથી અસ્થિરતા કે અરુચિ ન આવે, એવાં જીવને શું થાય છે ?
તો જગમાં જે ખરેખરું ગૌરવ ને મોટાઇ છે, એને એ જ પામે છે. એને એવાં કર્કશ વચનો સાંભળીને ઉદ્વેગ ન થાય. પણ એને તો એમ થાય કે ‘ગુરુમહારાજા મારું કેટલું હિત ચિંતવે છે ? મારાં હિતને માટે જ તેઓ મને
૧૦૮
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org