SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ વસ્તુના સ્વરૂપને-ગુણને જાણવાની ઇચ્છા, એનું નામ જિજ્ઞાસા. એ જિજ્ઞાસા હોય તો મઝા આવે. તમે વ્યાખ્યાનમાં આવો પણ જિજ્ઞાસાથી આવી ને બેસો તો તમને મઝા આવે. પણ ઊંઘો, ઝોકાં ખાવ, તો મઝા ન આવે. એવાં શ્રોતા હોય તો વક્તાને પણ મઝા ન આવે. શ્રોતા-વક્તાના ગુણ આગળ આવે છે. કેટલાંક શ્રોતા વક્તાના દોષ જ શોધે. જેમ પેલી ઈતરડી ગાયના આંચળ પર બેસે, પણ એ એનું લોહી જ પીએ. એ દૂધ ન પીએ. એમ કેટલાક શ્રોતા વક્તાનો દોષ જ શોધતાં હોય છે. એને જિજ્ઞાસા ન હોય. આવાં શ્રોતાને શાસ્ત્રમાં મહિષનીપાડાની-ઉપમા આપી છે. પાડો પાણી તો પીએ, પણ બધું ડહોળી નાખે પછી જ પીએ. ગંદુ કરીને જ પીએ. એના જેવા આ શ્રોતાઓ હોય છે. ૪૩ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001483
Book TitleNandanvanna Parijat
Original Sutra AuthorNandansuri
AuthorShilchandrasuri
PublisherVijayanandsuri Smarak Trust Ahmedabad
Publication Year
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy