________________
ગમે તેટલું ભણ્યો હોય, ગમે તેવો વિદ્વાન્ ને પંડિત હોય, પણ આચાર જ્યાં સુધી ન હોય ત્યાં સુધી ધર્મ નથી. તને ગમે તેવું ઔષધનું જ્ઞાન હોય કે “આ ઔષધથી વાયુ મટે, આનાથી પિત્ત નાશ પામે, આ ઔષધથી આ રોગ જતો રહે,”આમ ઘણું જ્ઞાન હોય, પણ એકલાં એ જ્ઞાનથી શું વળે ? જો તું એ ઔષધનું સેવન ન કરે તો એ રોગ નહિ મટે. માટે આચાર-ક્રિયા પણ જોઈએ જ. કર્મયોગ પહેલો જોઇએ. ૬૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org