________________
અભિમાન આવ્યું કે-મારાં જેવો કોણ છે?મને કહેનાર ને પૂછનાર કોણ છે ? આવું મિથ્યાભિમાન આવી જાય એટલે વિનયગુણ નાશ પામે. અને વિનય નાશ પામે તો બધું જાય. શાસ્ત્રમાં કીધું છેકે – વિનય અને વિવેક, એ આત્માના મુખ્ય ગુણ છે. એ હશે તો બીજાં ૯૯ ગુણો આવશે અને એ નહિ હોય તો બધાં ગુણો એકડાં વિનાના મીંડાં જેવાં છે. ૬૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org