________________
ગુરુમહારાજા કહે કેઃ આ કામ તારે કરવાનું છે. ત્યાં કહે કે હું આપની આજ્ઞામાં જ છું' ને છતાં વળી એમાં વિચાર કરવો, એનું નામ આજ્ઞા નથી. એ તો ગુરુમહારાજા કહે ત્યાં ‘તહત્તિ’ સિવાય બીજો વિચાર જ ન હોય.
વ્યવહારસૂત્રમાં તો ત્યાં સુધી કીધું છે કે-શિષ્ય એવો વિનયવંત જોઇએ કે ગુરુમહારાજા એકવાર ‘શ્વેત: વાવ:’ -કાગડો ધોળો છે, એમ કહે તો પણ હા સાહેબ ! બરાબર છે, એમ જ કહે. કારણકે-ગુરુમહારાજા કાંઇક કારણ હોય ત્યારે જ કહેતાં હોય, શિષ્યની પરીક્ષા કરવા માટે પણ એમ કહે.
અને જો ગુરુનાં વચનમાં પણ શંકા થાય, અશ્રદ્ધા થાય, તો એ મૃત્યુનું દ્વાર છે. ૫૬
୧
૭૩
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org