________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨
( શ્રાવનું સ્વરૂપ છે શ્રદ્ધાપણાને ધારણ કરે છે, તથા વીતરાગ મહારાજના શાસનને તથા વીતરાગના સિદ્ધાંતને શ્રદ્ધા સહિત પાળે છે, અંગીકાર કરે છે, સાંભળે છે, તથા સુપાત્રને વિષે દાન આપે છે, તથા સદર્શનને વરે છે, અંગીકાર કરે છે, તથા પાપ કર્મો કાપે છે, અને સંયમ તથા ઇંદ્રિયોના રોધને કરે છે, સંયમ મેળવવા ઉદ્યમ પ્રયત્ન કરે છે, એ ઉપરોક્ત કર્તવ્યોને જે માણસ કરે છે, તેને વિચક્ષણ મનુષ્યો શ્રાવક તરીકે કથન કરે છે.
શ્રાવકની જ્ઞાતિવર્ગમાં નામધારી શ્રાવકો તો ઘણાજ નીકળી આવે. પણ યથાર્થ શ્રાવકના ગુણો ધારણ કરવાવાળું વિતરાગ કથિત શ્રાવકપણુ ઉદયમાં આવવું અત્યંત દુર્લભ છે. વીતરાગ મહારાજે સત્ય શ્રાવકપણું નીચે પ્રમાણે કહ્યું છે-જે શુદ્ધ દેવગુરૂ ધર્મનો પ્રતિપાલક સમ્યકત્વધારીહોય, દેવદર્શન વંદન પૂજન તથા ગુરૂવર્ગની અંદર નમસ્કાર સત્કાર દઢ દેવગુરૂ ધર્મનો પ્રતિપાલક સમ્યકત્વધારી હોય, દેવદર્શન વંદન પૂજન તથા ગુરૂવર્ગની અંદર નમસ્કાર સત્કાર દઢ ભાવનાને ધારણ કરનારા હોય, સંપૂર્ણ જીવદયામ યધર્મનો ઉપાસક હોય, સામાયિક પ્રતિક્રમણ પૌષધ, દેવપૂજા, ગુરૂભક્તિ, તીર્થસેવા, સંઘ, સ્વામીવાત્સલ્ય કરવામાં એકાંત રીતે આસકત હોય,દાન, શીયળ, તપ, ભાવનાનો પૂર્ણ પ્રેમી હોય, વિષયકષાય, રાગદ્વેષાદિક જેના સ્વલ્પ હોય, સત્ય સદાચાર ન્યાયનીતિ, વિનય વિવેક ઇત્યાદિ શ્રાવક વર્ગના એકવીશ તથા પાંત્રીશ માર્ગાનુસારી ગુણગણનો ધારક હોય, સંપૂર્ણ શ્રદ્ધાથી શ્રાવક સંબંધી વ્રતો, ક્રિયાનુષ્ઠાન તથા જ્ઞાનધ્યાન સ્વાધ્યાયધ્યાનનો કરનાર હોય, જીવવિચાર નવતત્ત્વ કર્મગ્રંથાદિકના જ્ઞાનથી અલંકૃત હોય દીનદુઃસ્થિત પ્રાણીઓ પર અનુકંપા ધારણ કરી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org