Book Title: Vir Nirvan Samvat aur Jain Kal Ganana
Author(s): Kalyanvijay Gani
Publisher: Shardaben Chimanbhai Educational Research Centre

View full book text
Previous | Next

Page 14
________________ આ દરમિયાન પં. બેચરદાસના દેવ-દ્રવ્ય વિષયક વિચારોના લેખના કારણે શ્રીસંઘમાં ઊહાપોહ ચાલેલો. મુનિશ્રી કલ્યાણ વિજયજીએ પં. બેચરદાસના આ વિચારોની દાખલા-દલીલપૂર્વક એવી સમાલોચના કરી કે જેથી શ્રી જૈનસંઘમાં એક વિદ્વાન લેખક તરીકે તેઓ જાણીતા થયા. મુનિશ્રીએ પ્રારંભમાં ગુજરાતીમાં અને પછી હિન્દીમાં ઘણું લખ્યું છે. સંસ્કૃત ભાષામાં “ધર્મસંગ્રહણી' ગ્રંથની વિસ્તૃત પ્રસ્તાવના લખી છે. ઘણાં સંસ્કૃતસ્તોત્રો રચ્યાં છે. પાલી-મરાઠી-બંગાળી ઉપરાંત ઉર્દૂ ઉપર પણ એમનો સારો કાબૂ હતો. એમના ઇતિહાસ વિષયક જ્ઞાનથી વિદ્વાનો પ્રભાવિત થયા હતા. ઈ. સ. ૧૯૧૯માં ઓરિએંટલ કૉન્ફરન્સમાં પધારવા મુનિશ્રીને આમંત્રણ મોકલવામાં આવ્યું હતું. મુનિશ્રી જઈ શક્યા નહોતા. એવી જ રીતે છઠ્ઠી ગુજરાતી પરિષદનું આમંત્રણ પણ તેઓ સ્વીકારી શક્યા ન હતા પણ પોતાનો “પંદરમી સદીમાં બોલાતી ગુજરાતી ભાષા” નામનો નિબંધ લખીને મોકલ્યો હતો. મુનિશ્રીનું વાંચન અતિ વિશાળ હતું. વાંચન પછી ઉપયોગી વિશિષ્ટ બાબતોનું ટાંચણ પણ અવશ્ય કરતા. એવી અનેક નોંધો ભરેલી નોટો આજે પણ જાલોરમાં સચવાયેલી છે. વિ. સં. ૧૯૯૪ માગસર સુ. ૧૧ના અમદાવાદમાં વિદ્યાશાળામાં મુનિશ્રી કલ્યાણ વિજયજી અને મુનિશ્રી સૌભાગ્ય વિજયજી બન્ને મુનિરાજોને ગુરુજનોએ ગણિપદ અને પંન્યાસ પદથી વિભૂષિત કર્યા. પંન્યાસજીના વરદ હસ્તે અનેક સ્થળે અંજનશલાકા-પ્રતિષ્ઠાઓ થઈ. શ્રી નંદીશ્વરદ્વીપની સ્થાપના જાલોરમાં તેઓશ્રીના માર્ગદર્શનથી જ થઈ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 204