Book Title: Vir Nirvan Samvat aur Jain Kal Ganana
Author(s): Kalyanvijay Gani
Publisher: Shardaben Chimanbhai Educational Research Centre
View full book text
________________
१०
કર્યું. એ પછી મારવાડમાં આવ્યા.
ગુરુદેવશ્રી કેશરવિજયજીનું સ્વાસ્થ બરાબર રહેતું ન હતું. ૧૯૭૦-૭૧ બે ચોમાસાં તખતગઢમાં કર્યા. તખતગઢના સંઘે અને બન્ને મુનિરાજોએ ખડે પગે સેવા કરી. મુનિશ્રીના ઉપદેશથી સંઘે ધાર્મિક પાઠશાળા શરૂ કરી. વિ. સં. ૧૯૭૧ના ફા. સુ. રના ગુરુદેવ પૂ. મુનિશ્રી કેશરવિજય મ. કાળધર્મ પામ્યા. અગ્નિસંસ્કારના સ્થળે સંઘે છત્રી બનાવી.
વિ. સં. ૧૯૭૨ જાલોર ચાતુર્માસ દરમિયાન ત્યાંનો કુસંપ મુનિશ્રી કલ્યાણવિજયજીએ દૂર કર્યો. અને પોતાના ગુરુ મ.ના નામથી શ્રી કેશરવિજય જૈન લાઇબ્રેરીની સ્થાપના કરી જેમાં આજે પણ ગ્રંથોનો મોટો સંગ્રહ વ્યવસ્થિત છે.
વિ. સં. ૧૯૭૩નું ચાતુર્માસ ડીસા કર્યું. ત્યાં શ્રી કલ્યાણવિજય જૈન પાઠશાળાની સ્થાપના થઈ જે આજે પણ ચાલે છે.
સં. ૧૯૭૫માં વડોદરા સ્થિરતા દરમિયાન પાલી ભાષાનો અભ્યાસ કર્યો. સી. ડી. દલાલ વગેરે વિદ્વાનોનો પરિચય થયો. ગાયકવાડ ઓરિએંટલ સિરિઝમાં પ્રસિદ્ધ થતાં - વસંતવિલાસ, ભવિસયત્તકતા વગેરેનાં પ્રૂફો મુનિશ્રી કલ્યાણ વિજયજીએ જોઈ આપ્યાં. વસુદેવહિંડો'નું સંપાદન કાર્ય મુનિશ્રીને સોંપવામાં આવ્યું પરંતુ સુરતથી એ ગ્રંથ પ્રકાશિત થવાના સમાચાર મળતાં મુલતવી રખાયું. પંજિકા સાથે તત્ત્વસંગ્રહ'નું સંશોધન કરવાની વિનંતી શ્રી દલાલે મુનિશ્રીને કરેલી પણ સી. ડી. દલાલનું એ પછી ટૂંક સમયમાં અવસાન થતાં એ કાર્ય પણ સાકાર ન થયું.
વિ. સં. ૧૯૭૫નું ચોમાસું આચાર્ય સિદ્ધિસૂરિ મ. સા.ની નિશ્રામાં મહેસાણા કર્યું. ત્યારે મરાઠી અને બંગાળી અને એ પછીના પાલીતાણાના ચોમાસામાં બ્રાહ્મી, કુટિલ, ગુપ્ત આદિ લિપિઓનો અભ્યાસ કર્યો. આરંભસિદ્ધિ વગેરે જ્યોતિષ ગ્રંથો ભણ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org