Book Title: Vir Nirvan Samvat aur Jain Kal Ganana
Author(s): Kalyanvijay Gani
Publisher: Shardaben Chimanbhai Educational Research Centre

View full book text
Previous | Next

Page 11
________________ પરિવર્તન કરાવવાની જરૂર છે. તેની બહેન બાજુના દેલંદર ગામમાં રહેતી હતી ત્યાં કસ્તુરને મોકલ્યો. એક શેઠને ત્યાં નોકરી મળી ગઈ. નવું વાતાવરણ એને ફાવી ગયું. એક વર્ષ પછી નાનાભાઈ હેમચંદને પણ બોલાવી પોતાની જગ્યાએ નોકરીએ ગોઠવ્યો અને પોતે હંસરાજ શેઠને ત્યાં નોકરી કરવા લાગ્યો. શેઠનાં નાનાં નાનાં પાંચ-છ વર્ષનાં બાળકોને કક્કો વગેરે લખતાં ભણતાં જોઈ કસ્તુરને પોતાની અભણદશા બહુ ખટકવા લાગી. ઘરના કામકાજ કરતાં કરતાં સમય મળે ત્યારે કક્કો શીખવાનો પ્રયત્ન પંદર વર્ષનો કસ્તુર કરવા લાગ્યો. મારવાડી અક્ષરોનો થોડો થોડો પરિચય–ઓળખ મેળવી. - કિશોર કસ્તુરના હૈયે અધ્યયન કરવાની ભારે હોંશ જાગી ઊઠી છે...પણ ભણાવે કોણ ? એવામાં મુનિરાજશ્રી કેશરવિજયજી મ. સા.નું દેલંદર ગામમાં આગમન થયું. ખરતરગચ્છના સાધ્વીશ્રી પુણ્યશ્રીજી આદિ પણ પધાર્યા. એક પંડિત પણ સાથે હતા. સાધ્વીજીઓને લઘુસિદ્ધાંતકૌમુદી, અમરકોશ વગેરેનો અભ્યાસ કરાવતા. મુમુક્ષુ ગુલાબચંદ ભાઈ પણ મુનિશ્રી કેશરવિજયજી મ. સા. પાસે સંયમજીવનની તાલીમ લેતા હતા. ગુલાબચંદભાઈ જમવા માટે શેઠ શ્રી હંસરાજજીના ત્યાં આવતા. સ્તુર એમની જોડે ઉપાશ્રયે અવારનવાર જતો. રાત્રે મુનિશ્રીના પગ દબાવતો, સેવા કરતો. એક દિવસ કસ્તુરચંદે ડરતાં ડરતાં મુનિશ્રી કેશરવિજયજી મ. સા. ને વિનંતી કરી : ગુરુદેવ ! મારે પણ ભણવું છે. આ ગુલાબચંદભાઈની જેમ મને પણ આપની સાથે ન રાખો ? મુનિરાજશ્રી કેશરવિજયજી કહે : “તારા ઘરનાની અને શેઠની સંમતિ હોય તો રાખીએ.” કસ્તુરની જ્ઞાનપિપાસા એટલી તીવ્ર હતી કે છેવટે સમ્મતિ મળી ગઈ. વિ. સં. ૧૯૬૨ વૈશાખ સુદ ૩ના શુભ દિવસે મુનિશ્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 204