Book Title: Vir Nirvan Samvat aur Jain Kal Ganana
Author(s): Kalyanvijay Gani
Publisher: Shardaben Chimanbhai Educational Research Centre
View full book text
________________
પં. શ્રી કલ્યાણવિજયજી ગણિવર
પં. શ્રી કલ્યાણવિજય મ. સા.નો જન્મ સિરોહી રાજ્યના લાસ ગામમાં (કૈલાસનગર) થયો ત્યારે વિ. સં. ૧૯૪૪ અષાઢ વદ અમાવાસ્યા અને મૃગશીર્ષ નક્ષત્ર હતું. નામ પડ્યું કસ્તુરચંદ.
કસ્તુરચંદની પહેલા એક પુત્ર નાની વયમાં મરી ગયો હતો. એ વખતે મારવાડમાં સંતાન જીવતા ન હોય તો એને જન્મે ત્યારે ત્રાજવામાં તોળવામાં આવતો. સ્તુરચંદને પણ તોળવામાં આવ્યો. એટલે એને તોલારામ કહીને પણ બોલાવતાં,
પિતા કિસનાજી જાગીરવાલ બ્રાહ્મણ હતા. એમના વડવાઓ સિરોહી રાજપરિવારના પુરોહિત હોવાથી જાગીર મળેલી જેના અનેક ભાગ પડતાં પડતાં કિસનાજી પાસે થોડાક વીઘા જમીન આવેલી.
વિ. સં. ૧૯૫૫માં પિતા કિસનાજી અને વિ. સં ૧૯૫૭માં માતા કદનાબાઈનો સ્વર્ગવાસ થયો. તેર વર્ષના સ્તુરચંદ અને આઠ વર્ષના હેમચંદે માતા-પિતાની છત્રછાયા ગુમાવી. અને એ જ ગાળામાં છપ્પનિયા દુકાળે હાહાકાર મચાવ્યો હતો. આર્થિક સ્થિતિ જરા પણ સારી ન હતી. ન છૂટકે કાકાએ જમીન વેચી દીધી. કસ્તુરચંદને મા-બાપ વિનાના આ જગતમાં ક્યાંય ચેન પડતું નથી. શું કરવું, શું ન કરવું કશી સૂઝ પડતી નથી. ત્યારે પાડોસણ બાઈને લાગ્યું : આને અત્યારે સ્થાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org