________________
આ દરમિયાન પં. બેચરદાસના દેવ-દ્રવ્ય વિષયક વિચારોના લેખના કારણે શ્રીસંઘમાં ઊહાપોહ ચાલેલો. મુનિશ્રી કલ્યાણ વિજયજીએ પં. બેચરદાસના આ વિચારોની દાખલા-દલીલપૂર્વક એવી સમાલોચના કરી કે જેથી શ્રી જૈનસંઘમાં એક વિદ્વાન લેખક તરીકે તેઓ જાણીતા થયા. મુનિશ્રીએ પ્રારંભમાં ગુજરાતીમાં અને પછી હિન્દીમાં ઘણું લખ્યું છે. સંસ્કૃત ભાષામાં “ધર્મસંગ્રહણી' ગ્રંથની વિસ્તૃત પ્રસ્તાવના લખી છે. ઘણાં સંસ્કૃતસ્તોત્રો રચ્યાં છે.
પાલી-મરાઠી-બંગાળી ઉપરાંત ઉર્દૂ ઉપર પણ એમનો સારો કાબૂ
હતો.
એમના ઇતિહાસ વિષયક જ્ઞાનથી વિદ્વાનો પ્રભાવિત થયા હતા. ઈ. સ. ૧૯૧૯માં ઓરિએંટલ કૉન્ફરન્સમાં પધારવા મુનિશ્રીને આમંત્રણ મોકલવામાં આવ્યું હતું. મુનિશ્રી જઈ શક્યા નહોતા.
એવી જ રીતે છઠ્ઠી ગુજરાતી પરિષદનું આમંત્રણ પણ તેઓ સ્વીકારી શક્યા ન હતા પણ પોતાનો “પંદરમી સદીમાં બોલાતી ગુજરાતી ભાષા” નામનો નિબંધ લખીને મોકલ્યો હતો. મુનિશ્રીનું વાંચન અતિ વિશાળ હતું. વાંચન પછી ઉપયોગી વિશિષ્ટ બાબતોનું ટાંચણ પણ અવશ્ય કરતા. એવી અનેક નોંધો ભરેલી નોટો આજે પણ જાલોરમાં સચવાયેલી છે. વિ. સં. ૧૯૯૪ માગસર સુ. ૧૧ના અમદાવાદમાં વિદ્યાશાળામાં મુનિશ્રી કલ્યાણ વિજયજી અને મુનિશ્રી સૌભાગ્ય વિજયજી બન્ને મુનિરાજોને ગુરુજનોએ ગણિપદ અને પંન્યાસ પદથી વિભૂષિત કર્યા.
પંન્યાસજીના વરદ હસ્તે અનેક સ્થળે અંજનશલાકા-પ્રતિષ્ઠાઓ થઈ. શ્રી નંદીશ્વરદ્વીપની સ્થાપના જાલોરમાં તેઓશ્રીના માર્ગદર્શનથી જ થઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org