Book Title: Vigyana ane Dharma
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 18
________________ કારણ તરીકે ન્યૂટને પૃથ્વીમાં રહેલું ગુરુત્વાકર્ષણ નામનું એક તત્ત્વ જણાવ્યું હતું, પણ આજે એ હકીકત સાપેક્ષ રીતે મિથ્યા કરી છે અને પથ્થર કે પાંદડા વગેરેના પતનમાં તે વસ્તુની ગુરુતા જ કારણ છે એવું જણાવવામાં આવ્યું છે. ન્યૂટન જેવા ધુરંધર વૈજ્ઞાનિકોના પણ અભિપ્રાયો બદ્ધમૂલ બને, બીજા ભેજાબાજ કહેવાતા વૈજ્ઞાનિકો એને વધાવી લે અને છતાં એ વાત સાવ જ પોકળ સાબિત થાય એ વૈજ્ઞાનિકોની દુનિયાની કેવી જીવલેણ ભ્રાન્તિમૂલક અહંતા સૂચવે છે ! જે વાત હવે વૈજ્ઞાનિકોએ સ્વીકારી તેને ભગવતી–સૂત્રની ટીકામાં પહેલેથી જ કહી છે. બહુ સ્પષ્ટ શબ્દમાં ત્યાં કહ્યું છે કે પથ્થરનું ઢેકું નીચે પડે છે તેનું કારણ તે પથ્થરમાં રહેલી ગુરુતા છે, જ્યારે ધુમાડો ઊંચે આકાશમાં જાય છે તેનું કારણ તેનામાં રહેલો લઘુતા ગુણ છે. જયારે વાયુમાં ગુરુતા-લઘુતા ઉભય છે. માટે તે ઉપર નીચે ન ચાલ્યો જતાં તીરછો જાય છે. આમ જ્યારે આઈન્સ્ટાઈન કહે છે કે સાપેક્ષ રીતે પૃથ્વીમાં આવી આકર્ષણ જેવી કોઈ વસ્તુ જ નથી ત્યારે જ સમગ્ર સંસારને હલાવી નાંખનાર સિદ્ધાંતને મિથ્યા કહેવાનું વિશ્વનો માનવ પસંદ કરે છે, ત્યાં સુધી તો ન્યૂટનના એ ભ્રાન્તિપૂર્ણ સિદ્ધાન્તમાં જ સંપૂર્ણ નિષ્ઠા જારી રાખે છે. અહીં એ વાત જણાવવાનું પણ સમુચિત લાગે છે કે ૧૯૧૫ની સાલમાં આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદના સિદ્ધાન્તની શોધ થતાં ન્યૂટનના સૂર્યગ્રહણ અંગેના સિદ્ધાંતને પણ ફટકો લાગ્યો હતો પછી તો એનો નિર્ણય કરવા ૧૯૧૯ના મેની ૨૯મી તારીખે આફ્રિકામાં ઈંગ્લાંડના પંડિતો બેઠા અને અંતે આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદને સત્ય જાહેર કરવામાં આવ્યો. (૩) ઉત્ક્રાંતિવાદ (Theory of Evolution) : એક સમય એવો હતો કે ડાર્વિનનો-વાંદરામાંથી મનુષ્યોની ઉત્પત્તિનો-ઉત્ક્રાંતિવાદ એટલો બધો વ્યાપી ગયો હતો કે એને ન માનનારો કે એમાં શંકા કરનારો ગાંડાની હોસ્પિટલનો અધિકારી ગણાતો. જૈન-દર્શનની આ વિષયમાં સ્પષ્ટ માન્યતા છે કે વાંદરાની જાત પણ જુદી જ છે. બેય જાતિઓ સ્વતંત્ર Iી ઈશી શાહી ઈ i gigang Bang Sai alag jiga gang aઈing Sugaણી figang થા ઈટ Bil[if gaઈ વિજ્ઞાનનાં ફરતાં વિધાનો. છે અને બેય જાતિ અનાદિકાળથી છે. હવે આજે ડાર્વિનની એ માન્યતા ભ્રાન્તિમૂલક ગણાવા લાગી છે. હવે અનેક વૈજ્ઞાનિકોએ આ શોધની ઠેકડી ઉડાવી છે. ઈટાલીનો વિદ્વાન ગણાતો વૈજ્ઞાનિક એનરીકો માર્કોની કહે છે કે, “વાંદરાની પણ પહેલાં મનુષ્યો હતા જ.’ (૪) મૂળતત્ત્વો ઃ સમગ્ર ભૌતિક જગતની ઉત્પત્તિમાં મૂળભૂત તત્ત્વો કેટલાં? એ વિષયમાં તો બેસુમાર વિચારોનાં પરિવર્તનો થતાં જ રહ્યાં છે. જૈનદર્શન તો આ વિષયમાં ખૂબ જ અસંદિગ્ધ રીતે જણાવે છે કે મૂળતત્ત્વ તો માત્ર પરમાણુ છે. એમાંથી કોઈવાર પાણી થાય, અને કોઈવાર એ પાણીનો સ્કંધ પરમાણુ રૂપે પરિણામ પામી જાય તો તે જ પરમાણુઓમાંથી વાયુ, પૃથ્વી કે અગ્નિ પણ થાય. એવું કાંઈ જ નથી કે અમુક પરમાણુ પાણીના મૂળતત્ત્વ પાણી રૂપે છે (નિત્યકલ) અને અમુક પરમાણુ અગ્નિ, વાયુ, પૃથ્વી આદિ એકજ મૂળસ્વરૂપે છે. વળી વૈજ્ઞાનિકો તથા નૈયાયિક વગેરે દાર્શનિકોની અણ અંગેની જે માન્યતા હતી તેની સામે પણ જૈન દાર્શનિકોનું એ સ્પષ્ટ વિધાન હતું કે એ વસ્તુ અણુ નથી. અણુ જો અવિભાજય જ ગણાતો હોય, અને તમે પણ તેમજ ગણો. છો તો તે અણુ નથી. હજી અનંત ટુકડા થઈ શકે તેમ છે. વૈજ્ઞાનિકોના જગતમાં મૂળતત્ત્વોની અને પરમાણુ અંગેની માન્યતામાં કેટકેટલાં પરિવર્તનો આવતાં જ રહ્યાં છે તે હવે જોઈએ. (૫) મૂળતત્ત્વો અને પરમાણુ : વૈજ્ઞાનિકોની એ માન્યતા વિચારવા પૂર્વે ભારતના દાર્શનિક ઋષિઓની માન્યતાને જોઈએ. તેમની એ માન્યતા હતી કે જે પૃથ્વીમાંથી જ ઘણુંખરું ઉત્પન્ન થાય છે તે પૃથ્વી પોતે જલમાંથી ઉત્પન્ન થઈ છે, અને તે જલ, અગ્નિમાંથી, અને અગ્નિ, વાયુમાંથી ઉત્પન્ન થયો છે. કોઈએ જલને પ્રથમ માન્યું, કોઈએ આકાશને આત્મામાંથી ઉત્પન્ન થતું કહ્યું. એ વખતના યુવાન વૈજ્ઞાનિક (ઈ.સ. પૂર્વે ૬૪૦-૫૫૦) જલને સૃષ્ટિનું મૂળ કારણ કહ્યું હતું. એના શિષ્ય અનકિસમને (Anaximens) (ઈ.સ. પૂર્વે ૫૩૫-૪૨૫) વાયુને મૂળ • પતરવારથ# ૨ | ૩ ૯ ગોntiણ ગાથા ગાઈ શાહies માયાઈ હાઈકantibiotત્રા શાયરો @inteગા ગાઈ that gives big is an attite Sાણ ૨૨ વિજ્ઞાન અને ધર્મ

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182