Book Title: Vigyana ane Dharma
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 165
________________ દિવસોના પ્રચલિત ભેદભાવોનું ક્યાંય નામનિશાન પણ નહીં રહે. તે દિવસોની બદલાયેલી પરિસ્થિતિઓમાં ઘડાઈને જે મનુષ્યોનું નિર્માણ થશે તેઓ આજના કલ્પિત દેવતાઓ જેવા સુવિકસિત હશે. ત્યારે કોઈને સંપત્તિ એકઠી કરવાની જરૂર જણાશે નહીં, કારણ કે દરેક જગાએ મનુષ્ય પોતાનું ઘર અનુભવશે અને ત્યાં જ જરૂરી સગવડો પ્રાપ્ત કરશે. એ પરિસ્થિતિમાં કોઈને ન તો ભોજનની ચિંતા કરવી પડશે કે પરિવારની. મનુષ્યો કામ કરશે અને સગવડોની જવાબદારી રાજય ઉઠાવશે. આ રીતે સમસ્યાઓમાંથી છૂટેલો મનુષ્ય દૈવી જીવનના ક્ષેત્રમાં પ્રવેશ કરશે.’ સૂક્ષ્મ જગતમાં ચાલી રહેલી હિલચાલને આધારે નિકટ ભવિષ્યની સંભાવનાઓને પ્રકટ કરી દે છે અને તેમનું કથન સાચું પણ હોય છે. જયારે સ્વર્ગવાસી નહેરુના મૃત્યુની, શ્રી. લાલબહાદુર શાસ્ત્રીનાં વડાપ્રધાન બનવાની અને પાકિસ્તાનના કાશ્મીર પરના આક્રમણની કોઈ કલ્પના પણ કરતું ન હતું ત્યારે ઉપરોક્ત ત્રણે બાબતોની ભવિષ્યવાણી મહાત્મા વિશ્વરંજન બ્રહ્મચારીએ કરી હતી. તે સમયે આ કથનને સર્વ રીતે અવિશ્વાસપાત્ર અને બકવાદ માનવામાં આવ્યું હતું, પરંતુ સમય આવ્યું ત્રણે ઘટનાઓ સાચી પુરવાર થઈ. એજ બ્રહ્મચારીજીએ નવયુગના આગમન સંબંધી સાર્વજનિક જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું : “શ્રી લાલબહાદુર શાસ્ત્રીજી થોડાજ સમય માટે વડાપ્રધાન રહેશે. તેમનું મૃત્યુ ભારતવર્ષની બહાર થશે. ત્યાર પછી એક મહિલા વડાપ્રધાન બનશે. આ દિવસોમાં વ્યાપક ઉતાર-ચઢાવ આવશે પરંતુ એ બધામાં નોંધપાત્ર ઘટના હશદેશમાં એક મહન આધ્યાત્મિક ક્રાંતિ, આ ક્રાંતિનું સંચાલન જો કે મધ્ય ભારતમાંથી થશે, તો તેનો સંબંધ ભારતવર્ષના દરેક પ્રાંત સાથે હશે. ઉત્તર અને દક્ષિણ ભારતને એક સાંસ્કૃતિક સૂત્રમાં બાંધવાનું શ્રેય આ નવી ક્રાંતિના સંચાલક જ પ્રાપ્ત કરશે. થોડા જ દિવસમાં ભારત નવા આદર્શોની સ્થાપના કરશે કે જેમને આખી દુનિયાના લોકો માનશે. લોકો સ્વેચ્છાથી પોતાની બૂરાઈઓને છોડીને ઉત્તમતાના માર્ગ પર ચાલી નીકળશે. આગળ ઉપર હરીફાઈ રૂપિયા, પૈસા કે પદપ્રતિષ્ઠા માટે નહીં હોય, પરંતુ એ બાબતની હશે કે કયો મનુષ્ય કેટલો સત્યનિષ્ઠ, કેટલો ઈમાનદાર, અને કેટલો દાની તથા કેટલો સેવા-ભાવી પરિશ્રમી અને સાહસિક છે.' ‘કેટલાંક સમય સુધી સંસારમાં રાજનૈતિક અને સામાજિક વિગ્રહો થતા રહેશે. પરંતુ સન ૨૦૦૦ની આસપાસ નવા સંસારનું માળખું એક ચોક્કસ સિકલમાં આવી જશે. આજની રાજનૈતિક, આર્થિક, સામાજિક અને નૈતિક પરિસ્થિતિઓમાં એવું પરિવર્તન થશે કે જેની આજે કલ્પના કરવાનું પણ મુશ્કેલ જણાશે. સમાનતા અને ન્યાયને આધારે સંસારભરના દેશોનું શાસન એકજ સ્થાનેથી કરવામાં આવશે. આ ભવિષ્યવાણી ૩૧૫ ૩૧૬ વિજ્ઞાન અને ધર્મ

Loading...

Page Navigation
1 ... 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182