Book Title: Vigyana ane Dharma
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 177
________________ પરિશિષ્ટ (૭) “પૃથ્વીમાં જીવ છે.” જેનદર્શનની માન્યતાનો સચોટ પુરાવો (ઊગતા પથ્થરોનું ગામ વીચવાડા) લીનાબહેન અનુ: અમૃત મોદી આપણાં ગુજરાતમાં એક એવું ગામ છે કે જયાં ધાન પાકતું નથી, વનસ્પતિ ઊગતી નથી, ઊગે છે કેવળ પથ્થરો. અને ઊગ્યા પછી વૃક્ષોની જેમ એ ધીરે ધીરે વધે છે. છે ને અચરજની વાત ! માની ન શકીએ એવી પણ વાત નથી ? અને છતાંય સાવ સાચી વાત છે. પથ્થરો ઊગવાની આ વાતની વિચિત્રતા તો એવી છે કે પાકા બાંધેલા રૂડા-રૂપાળા મકાનના રસોડામાં, શયન ખંડમાં કે મુખ્ય ખંડમાં પણ એકાએક પથ્થર ફૂટી નીકળે છે અને પછી વધવા માંડે છે ! કેવળ સુરંગો ચાંપીને જ એને તોડી ફોડી ખસેડી શકાય છે. અને આવી તોડફોડથી મકાનને થતા નુકશાનનું ખર્ચ ગ્રામપંચાયત ભોગવે છે ! આ ગામનું નામ છે વીરાવાડા. સાબરકાંઠા જિલ્લાના હિમ્મતનગરથી માત્ર ૧૫ કિલોમીટર ઉપર જ આવેલું છે. ખૂબીની વાત એ છે કે ગામની બહાર પગ મૂકો એટલે ઝાડ, પાન, વનસ્પતિ અને ધાનનાં ખેતરો લહેરાતાં હોય, એક માત્ર ગામમાં જ એમાંનું કશું જ હોતું નથી. પથ્થરોનું જંગલ આવા અજીબોગજીબ ગામની મેં જિલ્લા માહિતી અધિકારી મનોજ આહવા અને અમારા જુવાન તસવીરકાર કરણ સોલંકી સાથે મુલાકાત લીધી અને આ બધું જોઈ-જાણી વધુ પૂછપરછ કરવા અને પાકી ખાત્રી કરવા ગામના સરપંચ મહંમદમીયાં છોટુમીયાં મલેકની મુલાકાત લીધી, ચુમ્મોતેર વર્ષના જૈફ જમાલભાઈ ઈડરિયાની મુલાકાત લીધી, એકધાર્યા ૪૫ વર્ષથી એ ગામમાં ઉછરેલા કરીમભાઈ મનસુરીને પણ મળ્યો. આ સૌનું કહેવું હતું કે જન્મ્યા ત્યારથી અમે તો આ ગામમાં ગમે ત્યારે ઊગી નીકળતા અને પછી ધીરે ધીરે વધતા કાળમીંઢ પથ્થરોના ટીંબા અને ખડકો જ જોયા છે. પેલા ૭૪ વર્ષના જૈફ જમાલભાઈએ આંખે નેજવું કરી ગામ ફરતા ઊભેલા તોતિંગ કાળમીંઢ પથ્થરોના ખડકો ભણી આંગળી ચીંધતા કહ્યું : હું નાનો હતો ત્યારે આ વીસ વીસ હાથ ઊંચા પાણાં માંડ એકાદ ફૂટના પણ નહોતાં. અને જુઓને આજે કેવા ફાલીફૂલી વધી ગયા છે ? વીરાવાડાનો ઈતિહાસ એમણે આ ગામનો ઈતિહાસ પણ કહ્યો. એમણે કહ્યું : આજે આ ગામ અમારા મલેકોનું જ છે. એમાં આંગળીને વેઢે ગણાય એવા હિન્દુ પરિવારોને બાદ કરતા ગામની અઢીથી ત્રણ હજારની વસ્તી અમારા મલકોની છે. ગામનું નામ ભલે વીરાવાડા હોય, પણ આસપાસની વસ્તી અને પશ્ચરિયા ગામ તરીકે જ ઓળખે છે.’ આટલી પ્રસ્તાવના કર્યા પછી એમણે ગામનો ઈતિહાસ કહેવા માંડ્યો : “મૂળ આ ગામ, આજથી ત્રણસો વર્ષ ઉપર વીરાજી નામના એક બળિયા અને ખૂંખાર ઠાકોરની ઠકરાતું હતું. એ માથાભારે અને વકરેલા માણસથી આસપાસના મુલક થરથરતાં હતાં.” ‘એકવાર એની નજર બાજુના બ્રહ્મક્ષત્રિય ગામના ઠાકોરની ખૂબસુરત જુવાન રાજકુંવરી પર ઠરી. એને થયું આવો રૂપનો કટકો તો વીરાવાડામાં જ શોભે. એણે પળની વાટ જોયા વગર માંગુ મોકલ્યું : ‘તમારી દીકરીને મારી સાથે પરણાવો. નહિ તો તમારું ગામ ભાંગીને, એને રોળી-ટોળીને એને ઉપાડી જઈશ. - વીરાજી હણાયો ‘વીરાજીની આ માગણી અને એની પાછળની આકરી ધમકી વિજ્ઞાન અને ધર્મ પૃથ્વીમાં જીવ છે” જૈનદર્શનની માન્યતાનો સચોટ પુરાવો ૩૩૯ ૩૪૦

Loading...

Page Navigation
1 ... 175 176 177 178 179 180 181 182