Book Title: Vigyana ane Dharma
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 178
________________ નજરો નજર દેખાડ્યાં. પાકા બંધાયેલા ઘરોમાં ફુટી નીકળેલા પથ્થરો જોઈ અમે તો આભાજ બની ગયા. સંશોધનનો વિષય અને એથી ગુજરાતને એના એક અજીબોગજીબ ગામનો પરિચય કરાવવા વેઠેલો શ્રમ અમને સાર્થક લાગ્યો. ભૂસ્તરશાસ્ત્રીઓને રસ હોય અને ફૂટતા પથ્થરો અંગે સંશોધન કરી એ રહસ્ય છતું કરવું હોય તો એમના માટે પણ એક સરસ સંશોધનનો વિષય બને એવા આ વીરાવાળાની મુલાકાત લેવા જેવી છે. - અવિનાશ ગાંધી ‘સૌરસ’ તા. ૬-૩-૭૩માંથી સાભાર સાંભળી પેલો બ્રહ્મક્ષત્રિય રાજવી તો ધ્રુજી ગયો. રક્ષણ માટે એણે આસપાસ નજર નાખી. છેવટે એની નજર અમારા મલે કોના દૂર દૂર આવેલા ગામ પર પડી. એણે ત્યાં પહોંચી જઈ પનાહ માગતાં કહ્યું ‘તમે જો વીરાજીથી મને, મારા ગામને અને મારી પારેવડી જેવી દીકરીને બચાવવા વીરાવાડા ઉપર ચડાઈ કરીને વીરાજીને ઠાર કરશો તો એ ગામ તો તમારી ઠકરાત ઠરશે, પણ ઉપરથી મારી ઠકરાતનું એક ગામ પણ સરપાવમાં આપીશ.' ‘મલેકોને કશું ગુમાવવાનું હતું જ નહિ, એમને ઠરીઠામ થવા ઠકરાત જોઈતી જ હતી એટલે એમણે એ શરત કબૂલ રાખી. વીરાજીના આ વીરાવાડા ઉપર ચોપાસથી હુમલો કરી એને બરાબરનો ઘેર્યો. વીરાજી બળિયો હતો એટલે લડ્યો પણ પૂરા ઝનૂન અને તાકાતથી પણ બૂરી નૈયત કદી ફળે ખરી ? એ ઠાર થયો અને આ વીરાવાડી અમારા હાથમાં આવ્યું. બસ ત્યારથી અમારી કોમ અહીં રહેતી આવી છે.' ‘ગામ પથ્થરીયું છે, એમાં પાણી જ પાકે છે. છતાં એ અમને કોઠે પડી ગયું છે, એટલું જ નહિ પણ એને છોડી જવાને બદલે એના પર અમારુ મમત્વ ઉપર્યું છે.” શીળી બિછાત અને સાહેબ, આ કાળકરાળ પથ્થરોના અડાબીડ જંગલમાં અમે સુખી થયા છીએ. ગમે તેવો ધોમધખતો હોય તોય આ ડુંગરોની શીળી બિછાત ઉપર બેસીને અમે જ્યાફતો માણતા હોઈએ છીએ કારણ કે આ કાળમીંઢ પથ્થરો એવા આકરા તાપમાં પણ તપતા નથી, ધીખતા નથી. શરૂઆતમાં તો આ ગામમાં રસ્તો પણ નહોતો. પણ રસ્તો કરવા માટે સુરંગો ફોડવામાં નિષ્ણાત એવા રાજસ્થાની કારીગરોને તેડાવી એમના પાસે સુરંગો મૂકાવીને પથ્થરો સાફ કરાવી આ રસ્તો બનાવ્યો ગામના સરપંચ મહમદમીયાએ અમને એક જગાએ સુરંગ ધરબી પથ્થરો-ખડકોના અવરોધો કેવી રીતે દૂર કરાય છે એ પ્રયોગ કરીને દેખાડ્યું, તો ગામના ઘરોમાં ફેરવીને ઘરોમાં ફૂટી નીકળેલા પથ્થરો પણ 當尊帝當夢影當參脅當參聲帶些聲譽皆帝物醫醫醫醫醫參聯帶些習藝節對當前帶當整當當整路 ‘પૃથ્વીમાં જીવ છે” જૈનદર્શનની માન્યતાનો સર્ગોટ પુરાવો ૩૪૧ ૩૪૨ વિજ્ઞાન અને ધર્મ

Loading...

Page Navigation
1 ... 176 177 178 179 180 181 182