Book Title: Vigyana ane Dharma
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 181
________________ ઘણાં કારખાનાઓ છે અને તેમનો કચરો આ વિશાળ નદીમાં જાય છે. મચ્છીમારો તેમાંથી મોટા પ્રમાણમાં માછલાં પકડતા હતા. પરંતુ આ વર્ષે ન્યૂયોર્ક રાજયના સત્તાવાળાઓએ તેમાંથી માછલા પકડવાની મનાઈ કરી છે, કારણ કે તેમાં પડી રહેલા પોલિકલોરિનેટેડ બાઈ ફેનીલ્સના કારણે માછલાં ઝેરી બની ગયાં છે. ૪૫ વર્ષ પહેલાં આ રસાયણોની શોધ થઈ ત્યારે મર્યાદિત ઉપયોગના કારણે તેઓ પ્રદૂષણ ફેલાવતા ન હતાં. પરંતુ ૧૯૬૮ માં ૧૬૦૦ જાપાનીઓ તેમના ઝેરના સપાટામાં આવી ગયા અને તેમને હોસ્પિટલમાં ખસેડવા પડ્યા. તેમના શરીરે ત્રણ થયા હતાં, તેઓ ઊલટી કરતા હતા અને તેમની આંખો સૂજી આવી હતી. તેમણે આ રસાયણોથી પ્રદૂષિત થયેલું તેલ ખાધુ હતું. આ ઘટનાથી જાપાની સરકાર ચેતી ગઈ અને તેણે તેમના ઉપયોગ ઉપર પ્રતિબંધ મૂક્યો. ત્યારથી આ રસાયણોના જોખમ પ્રત્યે સુધરેલી દુનિયાનું ધ્યાન ખેંચાયું છે. ૧૯૭૦માં કેમ્પબેલસુપ કોર્પોરેશને જોયું કે તેના કારખાનામાં ખોરાકની વાનગીઓ બનાવવા માટે દોઢ લાખ કૂકડાના શરીરમાં આ પ્રદૂષણનું ઝેર પહોંચ્યું છે. જો કુકડાની તપાસ કર્યા વિના વાપરી નાખવામાં આવ્યા હોત તો આ ઝેર કેટલા લાખ માણસોના શરીરમાં આવી ગયું હોત ! આ રસાયણો ઊડીને કે ધોવાઈને ધરતીમાં ગયાં હતાં. ત્યાંથી કૂકડાના ખોરાકમાં ગયાં હતાં અને ખોરાક વાટે કૂકડાના શરીરમાં ગયાં હતાં. કોર્પોરેશને તત્કાળ આ બધા કૂકડાનો નાશ કરી નાંખ્યો. જાપાને જે સાવચેતી વાપરી એ અમેરિકાએ ન દાખવી, કારણ કે ત્યાં રાક્ષસી કદના કોર્પોરેશનો પ્રદૂષણ કરતાં પોતાની આવકની વધુ કાળજી રાખે છે. આથી ૧૯૭૨ સુધીમાં અમેરિકાની લગભગ બધી મોટી નદીઓ દૂષિત થઈ ગઈ. કોઈ કોર્પોરેશનો પોતાનો દૂષિત કચરો પરભારો નદીઓમાં ઠાલવતા હતા, તો કોઈ કોર્પોરેશનનો કચરો વરસાદમાં ધોવાઈને નદીઓમાં જતો હતો. પ્રદૂષણનું સૌથી વધુ પ્રમાણ હડસન નદીમાં છે. અહીં-કેપેસીટર બનાવનાર બે કદાવર કારખાનાં રોજના ત્રીસ રતલના હિસાબે ૧૯૫૦થી દૂષિત કચરો ઠાલવતાં આવ્યાં છે. જો ખોરાકના દસ લાખ ભાગે પાંચ ભાગ સુધી ટી.સી.બી. (પોલિકલોરિનેટેડ બાઈ ફેનિલ્સ) હોય તો ત્યાં સુધી સરકારી ધારાધોરણો છૂટ આપે છે. પરંતુ હડસન નદીની એક વાય માછલીનું શરીર તપાસતાં તેમાં ૫ ભાગને બદલે પ૬૦ ભાગ આ રસાયણોના મળી આવ્યાં. તેનો અર્થ એ કે કોઈ માણસ આવી માછલી છ ઔસ જેટલી ખાય તો આખી જિંદગીમાં તેના શરીરમાં પ્રદૂષણ પહોંચે. તેના ૫૦ ટકા એકજ ભોજનમાં પહોંચી જાય. આમ હડસન જેવી નદીના માછલાં એવાં જોખમી થઈ ગયા છે કે એક લેખકે લખ્યું છે કે “મચ્છીબજારમાં માછલા ખરીદવા જવું એ જયાં અસંખ્ય સુરંગો દાટેલી હોય એવા ધરતી પર ચાલવા બરાબર છે.” આ રસાયણો કેન્સર પણ ઉત્પન્ન કરે છે. ન્યૂયોર્ક રાજયના સત્તાવાળાઓએ જનરલ ઈલેક્ટ્રિક કોર્પોરેશનને નોટિસ આપી છે કે આવતા સપ્ટેમ્બર સુધીમાં તમારાં કારખાનામાંથી આ પ્રદુષણનો ફેલાવો સંપૂર્ણ રીતે અટકી જવો જો ઈએ. કોર્પોરેશનને જવાબદાર ઠરાવવામાં આવેલ છે. તેણે હવે પ્રમાણ તો ઘટાડ્યું છે. રોજનું ત્રીસ રતલ પ્રદૂષણ નદીમાં જતું હતું તે ઘટાડીને હવે આશરે બે રતલ જેટલું નાખવામાં આવે છે. સત્તાવાળાઓ આ પ્રમાણ ઘટાડીને આશરે વી. રતલ પર લાવવા માગે છે. કોર્પોરેશન નદીને શુદ્ધ કરવા માટે ૨૦ લાખ ડોલર આપવાની તૈયારી બતાવી છે. ટી.સી.બી. ના કુળનું એક બીજું રસાયણ અમેરિકામાં પશુપક્ષીઓનો ભોગ લઈ રહ્યું છે. છેલ્લા બે વર્ષમાં ૩૨,000 ગાયો, ૬000 જેટલાં ભૂંડ, ૧૪00 જેટલાં ઘેટાં, ૧૫ લાખ જેટલા મરઘા-બતકાં અને અસંખ્યાત ઈંડા આ રસાયણના પ્રદૂષણથી માર્યા ગયા છે. ઉપરાંત પુષ્કળ પ્રમાણમાં ચીઝ, માખણ અને દૂધની ભુક્કીનો નાશ કરવો પડ્યો છે. આ રસાયણનું નામ છે. પોલી બ્રોમિનેટેડ બાઈ ફેનિલ્સ અથવા ટૂંકમાં પી.બી.બી. આથી ઘણાં અમેરિકન ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. ૧૯૭૩માં ફ્રેડરિક હેલ્બર્ટ નામના એક ગોસંવર્ધક રસાયણ-વિજ્ઞાનીએ જોયું કે તેની ગાયોની ભૂખ મરી ગઈ છે. તેની ગાયો રોજ ૧૩૦૦ રતલ દૂધ આપતી હતી તે ઘટીને ૭૬00 રતલ થઈ ગયું. પશુચિકિત્સકો તેનું કારણ શોધી શક્યા નહીં આથી હેલ્બર્ટે પોતે સંશોધન શરૂ કર્યું. જુદે જુદે # # # # # # #ાકarea area o ઓ, વિજ્ઞાન ! તારા પાપે પ્રદૂષણથી મરી રહેલ હારો... # # ૩૪૮ ૩૪૭ an at a વિજ્ઞાન અને ધર્મ

Loading...

Page Navigation
1 ... 179 180 181 182