Book Title: Vigyana ane Dharma
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 180
________________ પરિશિષ્ટ (૯) ઓ, વિજ્ઞાન ! તારા પાપે પ્રદૂષણથી મરી રહેલ હજારો ગાયો લાખો મરઘાં બતકાં અને કરોડો માછલાં બરાબર એક વર્ષ સુધી ટકીને લહેરાય છે. એક વર્ષના આયુષ્યમાં એ સેંકડોને સેંકડો બીજ જમીન પર વેરે છે, જેને હવા દૂર દૂર સુધી પાથરી દે છે. સૂકામાં સૂકી ઋતુમાં પણ આ છોડ સૂકાઈ મરતો નથી. એટલે ઊગ્યા પછી તેના નાશનું પ્રમાણ નહિવતુ હોય છે. પારથેનિયમની ઘાસની ૨૦ જાત વનસ્પતિશાસ્ત્રીઓએ નોંધી છે, પણ ભારતમાં એકજ , અને જે વધુમાં વધુ ખતરનાક જાત આવી છે તેનું નામ પારથેનિયમ હિસ્ટરોફોરસ છે. ઝેરી અસરો એની અસરોની તપાસમાં જણાયું છે કે એના સંસર્ગમાં આવનાર માનવીઓમાંથી લગભગ બે ટકાને એની બીમારી જરૂર લાગુ પડે છે. પૂનાના એક પ્રસિદ્ધ ચામડી-નિષ્ણાત ડોક્ટરના જણાવ્યા પ્રમાણે પારથેનિયમ ઘાસમાં એક ઝેરી રસાયણ છે તે ચામડીને અડતા ચર્મરોગ થાય છે, જેથી ચહેરો, હાથ અને ગરદન પર મગરની ચામડી જેવા બરછટ ચકામાં પડી જાય છે, જે જૂની દાદરના જેવા લાગે છે. વળી આ ઘાસથી ચિત્રવિચિત્ર પ્રકારની ‘એલર્જી” થવાથી કેટલીકવાર દરદીનું મૃત્યુ પણ થાય છે. એ ગીચ ઝાડીની જેમ પથરાય છે અને પુષ્કળ ફૂલ ઝમતાં હોવાથી તેની ઝેરી પરાગની અસર હવાના માધ્યમ દ્વારા પણ ફેલાય છે. આવા ઘાસનો નાશ કેવી રીતે કરવો એ પણ મોટી સમસ્યા છે. સારામાં સારો માર્ગ છોડ નાનકડા હોય ત્યારે જ મૂળમાંથી ઉખેડી નાંખવાનો છે. સરકારનું કૃષિખાતું એ કામ મશીન વડે કરવામાં માને છે. અત્યારે વરસાદથી જમીન પોચી છે, અને છોડ હજી ઊભા રહ્યા છે ત્યારે તેને જડમાંથી ઊખેડવાની ઝુંબેશ સામૂહિક ધોરણે ઉપાડવામાં આવે તો પરિણામ આવે, હાથ વડે ઉખેડીને એક બાજુ ખડકીને સૂકા થતા સળગાવી મૂકવાથી જેમ તેનો નાશ થાય છે, તેમ રસાયણોના છંટકારથી પણ તેનો ખાતમો થઈ શકે છે. કર્ણાટકમાં “બોમોસીલ” નામનું રસાયણ કામિયાબ નીવડ્યું છે. ૨-૪ડી તથા પેરાકયેટરનું મિશ્રણ પણ કામ આપે છે. કોપર સલ્ફટથી પણ આ છોડની વૃદ્ધિ અટકે છે. ગુજરાત સમાચાર તા. ૩૧-૮૭૬ માંથી સાભાર) રસાયણોનાં અને બીજા ઉદ્યોગોનાં કારખાનાંઓમાંથી જે ઝેરી રસાયણો કચરા રૂપે ફેંકાઈને ધરતી, હવા અને પાણીમાં પ્રદૂષણ ફેલાવી રહ્યાં છે તેથી હાથીથી હંસ સુધી અને ગાયોથી માછલા સુધી હજારો ઢોર અને લાખો પક્ષીઓ મરી રહ્યા છે એટલું જ નહીં પણ આ રાસાયણિક ઝેરો માણસનો પણ ભોગ લઈ રહ્યાં છે. ઈ.સ. ૧૯૨૯ પહેલાં પોલિકલોરિનેટેડ બાઈ ફેનીલ્સ નામના રસાયણોની શોધ થઈ ત્યારે કોઈને ખબર ન હતી કે રસાયણ વિજ્ઞાનની દૃષ્ટિએ આ એક અજાયબી છે. અને બીજી બાજુ જીવસૃષ્ટિ માટે ગંભીર જોખમરૂપ પણ છે, વરસો જતાં તેમનાં ઉપયોગ ઉદ્યોગોમાં વધવા લાગ્યા. પ્લાસ્ટિકને નરમ બનાવવા, ઈમારતી રંગને સુંદર બનાવવા, રબરને વધુ સ્થિતિસ્થાપક બનાવવા, લખવાની શાહીમાં ચળકાટ લાવવા અને બીજાં ઘણાં કામોમાં તેમનો ઉપયોગ શોધાવા લાગ્યો. આ રસાયણો રંગ, સ્વાદ કે ગંધ ધરાવતાં નથી. તેઓ વીજળી અને આગનો પ્રતિકાર કરે છે અને ઉષ્ણતાના સારા વાહક છે. આથી વીજળીનાં સાધનો બનાવતા કારખાનામાં તેમનો ઉપયોગ વધવા લાગ્યો. અહીં તેમનો ઉપયોગ સીલ કરેલાં સાધનોમાં જડબેસલાક પૂરી રાખેલી દશામાં થાય છે. તેથી તેમાં તે વ્યરૂપ નથી, પરંતુ બીજા અનેક ઉદ્યોગોમાં તેમનો ઉપયોગ ઉધાડી દશામાં થતો હોવાથી અને કારખાનાનાં કચરા સાથે તેમનો પણ નિકાલ થતો હોવાથી તેઓ વનસ્પતિસૃષ્ટિ અને જીવસૃષ્ટિ માટે બહુ જોખમી છે. અમેરિકાની હડસન નદીને કાંઠે આ રસાયણોનો ઉપયોગ કરનાર શું વૈજ્ઞાનિકોની શક્તિ અગૌર પ્રજાની પાયમાલી... ૩૪૫ ૩૪૬ વિજ્ઞાન અને ધર્મ

Loading...

Page Navigation
1 ... 178 179 180 181 182