Book Title: Vigyana ane Dharma
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 164
________________ એક ભારતીય યોગીને સમસ્ત સંસારમાં દિવ્યદર્શીરૂપે અસાધારણ ખ્યાતિ મળી, તે સમસ્ત વિશ્વમાં ઘૂમ્યા અને દર્શનનો પ્રચાર કર્યો. એની સાથે યોગશક્તિને આધારે તેમણે એવી ભવિષ્યવાણી કરી કે જે સાચી પુરવાર થતાં તેમની અદ્ભુત શક્તિ આગળ અવિશ્વાસુ માણસોને પણ પોતાની હાર માનવી પડી. આ યોગીનું નામ હતું સ્વામી આનંદાચાર્ય. તે સન ૧૮૮૩માં બંગાળામાં જન્મ્યા. જન્મસમયનું તેમનું નામ હતું સુરેન્દ્રનાથ બરાલ, કલકત્તા વિશ્વ વિદ્યાલયમાંથી તે ભારતીય દર્શનશાસ્ત્રમાં એમ. એ. થયા અને ત્યાં જ લેકચરર તરીકે પણ રહ્યા. પાછળથી તેમણે એ નોકરી છોડી દીધી અને યોગાભ્યાસમાં પ્રવૃત્ત થઈ ગયા. તેમણે પોતાનું કાર્યક્ષેત્ર ભારત સુધી જ મર્યાદિત ન રાખતાં સમસ્ત વિશ્વને પોતાનું ઘર માન્યું. તે નોર્વેમાં જઈને વસ્યા. ત્યાં તેમણે યોગ તથા દર્શન પર ૨૯ ગ્રંથ લક્યા અને અધ્યાત્મનો પ્રચાર કરવા માટે સમસ્ત વિશ્વમાં ઘૂમ્યા. આ દરમિયાન તેમણે યોગશક્તિને બળે એવી ભવિષ્યવાણી કરી કે જે સમયની કસોટીએ સોએ સો ટકા સાચી પડી. તેમને પૂછતાછ કરવાના માટે વિશ્વશ્રેષ્ઠ માણસો આવવા લાગ્યા. સન ૧૯૧૦માં સ્વામીજીએ સંસારનાં બધાં મુખ્ય અખબારોમાં પોતાની એવી ભવિષ્યવાણી છુપાવી હતી કે, “અત્યારથી ૪ વર્ષ પછી જુલાઈની આખર તારીખોમાં સામાન્ય કારણોને લીધે વિશ્વયુદ્ધ શરૂ થશે. તે ૧૯૧૮ના નવેમ્બર સુધી ચાલશે. એના પછી એક વિશ્વસંસ્થા બનશે, પરંતુ તેના નિર્ણયો ઘણાં ઓછા દેશો સ્વીકારશે.” એ દિવસોમાં આ ભવિષ્યવાણી તો કરવામાં આવી પરંતુ એના પર કોઈને વિશ્વાસ બેઠો નહીં. પરંતુ સમયાનુસાર બધું સાચું પડ્યું. ઓસ્ટ્રિયાના યુવરાજને સીનિયાના કોઈ યુવકે ગોળી મારી દીધી. આટલી જ વાત પર વિશ્વયુદ્ધ શરૂ થયું. અને બરાબર એટલા જ દિવસ ચાલ્યું. રાષ્ટ્રસંઘ (લિગ ઓફ નેશન્સ)ની પણ સ્થાપના થઈ. બંને વાતો સાચી પુરવાર થઈ. એટલું જ નહીં, તેમની બીજી કેટલીય રાજનૈતિક ભવિષ્યવાણીઓએ સંસારના શ્રેષ્ઠ લોકોનું ધ્યાન તેમના તરફ ખેંચ્યું. ઈંગ્લેન્ડના પત્રકારોનું એક મંડળ સ્વામીજીને મળવા નોર્વે ગયું અને તેમને વિશ્વના ભવિષ્ય સંબંધી કેટલાંક પ્રશ્નો પૂછ્યાં, સ્વામીજીએ કહ્યું – ‘હવે જલદીથી એક બીજા વિશ્વયુદ્ધને માટે પણ તૈયાર રહેજો. આ વિશ્વયુદ્ધમાં જર્મની અને રશિયા એકબીજા સાથે લડશે. ઓગષ્ટ ૧૯૪૫માં સંસારમાં પહેલીવાર એક ભયંકર ધડાકો થશે. એમાં લાખો વ્યક્તિઓ એક ક્ષણમાં માર્યા જશે. ત્યારે કંઈક શાંતિ-સમજૂતિ થશે. ઈટાલીનો મુસોલિની બળવાખોરો દ્વારા માર્યો જશે. આઈઝન હોવર અમેરિકાનો અને ખુ શેવ રસિયાનો શાસનાધ્યક્ષ બનશે. મનુષ્ય ચંદ્રમાં પર સફળતાપૂર્વક પહોંચી જશે. લંકા અને ભારત પર મહિલાઓ રાજય કરશે.” કેનેડી અને લ્યુથર કિંગની હત્યાઓની પણ તેમણે ઘણાં સમય પહેલાં જાણકારી કરાવી હતી. - તેમણે પોતાના સંબંધમાં એટલું જ કહ્યું – “મને ભારત સ્વતંત્ર થાય એ જોવાની ઈચ્છા છે. ત્યાર પછી હું શરીરનો ત્યાગ કરીશ.” બરાબર એજ પ્રમાણે થયું, સ્વરાજ્ય મળ્યા પછી થોડા જ સમય બાદ તેમનો સ્વર્ગવાસ થઈ ગયો. ભારતનાં ઉજ્જવળ ભવિષ્ય તથા નવયુગના આગમનના સંબંધમાં તેમની ભવિષ્યવાણીઓનો સાર આ પ્રમાણે છે : ધર્મ ભારતમાં એક સંગઠિત સંસ્થા રૂપે વિકસશે. તેનો જન્મ તો સ્વતંત્રતાની સાથે જ થઈ જશે, પરંતુ ૨૪ વર્ષ પછી ૧૯૭૧માં એક શક્તિશાળી સંગઠનરૂપે આખા ભારતવર્ષમાં પ્રકાશમાં આવશે. એક બાજું વિશ્વમાં વ્યાપક ઊથલપાથલો રહેશે અને એમાં ભારતીય રાજનીતિ મુખ્ય રીતે ક્રિયાશીલ થતી જણાશે. એ સંગઠન કે જે ધાર્મિક ઉદ્ધારનાં રૂપમાં પ્રગટ થશે તે આ દરમિયાન વિશ્વકલ્યાણનો એક નવો નકશો તૈયાર કરશે. આ સંગઠન-સંચાલક કોઈ ગૃહસ્થ વ્યક્તિ હશે અને અત્યાર સુધીના દુનિયાના સૌથી મોટા વિચારક તરીકે ખ્યાતિ મેળવશે. “સંસારના બધા દેશોનાં બાળકો ભારતવર્ષમાં જઈને ભણ્યા કરશે. એ દેશ ધાર્મિક ક્ષેત્રમાં જ નહીં પરંતુ ભૌતિક ક્ષેત્રમાં પણ વિશ્વની એવી રીતે નેતાગીરી કરશે કે જેવી રીતે તે મહાભારત પહેલાં કરી રહ્યો હતો.” ભારતમાં અત્યારે પણ એવા દિવ્યદર્શીઓ મળી આવે છે કે જેઓ કોઈiઈ પી થ્રnd Tી શi bal giણ થી શags હાઈibabati garbગી ઉit, ચા થી છ a Digiી દiઈ છે થાઈ થી ગાઈ રહ્યા છે ગામ થી ૩૧૪. વિજ્ઞાન અને ધર્મ થી પાણી ની ભવિષ્યવાણી શigaઈ વિચાઈIS IS B Eણાઈથી ઉa Sab Tibag fight agaઈ શit થી પણaઈ થી ઊંgsળ થઈ ૩૧૩

Loading...

Page Navigation
1 ... 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182