Book Title: Vigyana ane Dharma
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 170
________________ પરિશિષ્ટ (૫) બીજું વિશ્વયુદ્ધ તો પૂરું થયું, હવે ચોથા વિશ્વયુદ્ધમાં હારવું ન જોઈએ. નોબેલ પારિતોષિક વિજેતા શ્રી એલેક્ઝાન્ડર સોલ્જનિન્સીનને રશિયાએ એક વરસ પહેલાં દેશનિકાલ કર્યા ત્યારે આખા જગતે તેનું નામ જાયું હતું. અત્યારે સોલ્જનિન્સીન થોડા થોડા ભુલાઈ ગયા છે. તેઓ સ્વિટ્ઝરલેન્ડમાં અત્યારે રહે છે. તેમણે ત્યાં બેઠાં આંતરરાષ્ટ્રીય રાજકારણનું જે પૃથક્કરણ કર્યું છે તે માટે ભારતના ઘણાં લોકોને વિચારમાં પાડી દે તેવું છે. જયારે બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું ત્યારે સૌને એક પ્રશ્ન મૂંઝવતો હતો. હવે પાછું ત્રીજું વિશ્વયુદ્ધ થશે ખરું ? આવું અણુસંહારવાળું યુદ્ધ રોકવા માટે આપણે કેટકેટલાં બલિદાનો આપવાં પડશે ? એવો પ્રશ્ન પણ ઘણાં વિચારવંતોને થતો હતો. શ્રી સોલ્જનિન્સીને આ પ્રશ્નનો ભડકાવે તેવો ઉત્તર આપ્યો છે. શ્રી સોલ્જનિન્સીન કહે છે કે ત્રીજું વિશ્વયુદ્ધ તો ક્યારનું પતી જવા આવ્યું છે. હવે ત્રીજું વિશ્વયુદ્ધ એ લગભગ ભૂતકાળની વાત બની ગઈ છે. આ વર્ષે જ ત્રીજી લડાઈની પૂર્ણાહુતિ થઈ હતી. અરે આ મુક્ત જગતે તે યુદ્ધમાં હાર ખાધી છે. બીજા શબ્દોમાં કહીએ તો પૂર્ણ સ્વાતંત્ર્યમાં માનનારા જગના તમામ લોકોને પૂરા થયેલા ત્રીજા વિશ્વયુદ્ધમાં કરુણ પરાભવ થયો છે અને તે વાતનો અમુક મુક્તિના ચાહકોને ખ્યાલ પણ આવ્યો નથી. ‘ત્રીજું વિશ્વયુદ્ધ આવશે’ એવી વાત કરનારાને ખબર નહોતી કે એ તો બીજા વિશ્વયુદ્ધની સમાપ્તિ પછી તરત શરૂ થઈ ગયું હતું. ૧૯૪પના વરસની સવારથી જ યાલ્ટા ખાતે તે શરૂ થયું હતું. ઈતિહાસ વાંચનારને ખબર હશે કે અલ્ટા ખાતે અમેરિકન પ્રમુખ રૂઝવેલ્ટ અને બ્રિટિશ ત્રીજું વિશ્વયુદ્ધ તો પૂરું થયું, હવે.... ૩૨૫ વડાપ્રધાન ચર્ચિલે શાંતિના કરાર કરવાની સાથે રશિયાને ઘણાં કન્સેશનો આપ્યાં હતાં. ઇસ્ટોનિયા, લેટીવિયા, લિથુઆનિયા, મોલડાવિયા અને મોંગોલિયા જેવા પ્રદેશો અને લાખો રશિયન નાગરિકોને મૂરપણે રશિયાને કતલ અને લેબર કેમ્પ માટે સોંપી દેવાયા હતા. ત્યારે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે રાજકીય લાચારી ભોગવતા સંયુક્ત રાષ્ટ્રસંઘનો જન્મ થયો હતો, એની સાથે યુગોસ્લાવિયા, આલ્બાનિયા, પોલાન્ડ, બબ્બેરિયા, રૂમાનિયા, ચેકોસ્લોવેકિયા, હંગેરી અને પૂર્વજર્મની જેવા દેશોને મુક્ત જગની પંગતમાંથી છોડાવીને તે બધા દેશોને ૧૯૪૫૪૬ માં હિંસાની પકડમાં લઈ લીધા હતા. એક નવાઈની વાત એ હતી કે બીજા વિશ્વયુદ્ધ કરતાં પણ આ ત્રીજું યુદ્ધ ખતરનાક હતું. તેની કોઈને ખબર પણ ન પડી. નવાઈ એટલા માટે કે હુમલો કરનાર દેશે બીજા દેશ સાથે રાજકીય સંબંધો તોડયા વગર કે હજારો લડાયક વિમાનોના હુમલા વગર એક લુચ્ચા વરુની માફક પાછલે બારણેથી છાપો મારવા માંડ્યો હતો. જગતના સુંવાળા શરીર ઉપર આ ત્રીજા વિશ્વયુદ્ધની શારડી અદ્રશ્ય રીતે ચાલતી હતી અને કહેવાનું હતું કે લોકોનાં સંપૂર્ણ સહકાર સાથે અને ૧૦૦ ટકા ‘લોકશાહી ઢબે અમુક દેશોમાં રાજકીય પરિવર્તન આવતું હતું. ‘કોલ્ડવોર' (ઠંડુ યુદ્ધ) ‘પીસ કુલ કો-એ કઝીસ્ટન્સ (શાંતિમય સહઅસ્તિત્ત્વ) અને ‘ડેટાન્ટ’ (De'tente) (સુંવાળા સંબંધો) ને નામે મુક્ત વિશ્વનો ભરડો લેવાતો ગયો. ગમે તે ભોગે ત્રીજું વિશ્વયુદ્ધ ટાળવાની તલપમાં પશ્ચિમના દેશોએ તો હકીકતમાં મુક્ત વિશ્વને રગદોળાવા દીધું અને સંખ્યાબંધ દેશો એક અવર્ણનીય ગુલામીની દશામાં આવી પડ્યા. આપણે જયારે ૩૦ વર્ષના પાછલા ઈતિહાસને પાછુ વાળીને જોઈએ છીએ તો લાગે છે કે ઘણાં રાષ્ટ્રો ચૂં કે ચાં કર્યા વગર નરમ થેંશ બનીને પરાજિત થઈ ચૂક્યાં છે. અમેરિકા, ફ્રાંસ અને બ્રિટન જેવા પશ્ચિમના દેશો, જે આગલા બે વિશ્વયુદ્ધમાં વિજેતા બનીને મજબૂત રાષ્ટ્રો તરીકે આગળ આવ્યા હતાં તેઓએ ત્રીજા વિશ્વયુદ્ધમાં એક પછી એક મિત્રો ગુમાવ્યા અને દુશ્મન હાહાહાહાહાહાહાહાહાહાહાહહહહહહહહહee ૩૨૬ વિજ્ઞાન અને ધર્મ

Loading...

Page Navigation
1 ... 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182