Book Title: Vigyana ane Dharma
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 173
________________ રાખતો હતો. મનુષ્યના શરીરના વિદ્યુત્સંચાર પર એમના મનની પ્રસન્નતા કે તાણની જે અસર થાય છે તે આ યંત્ર માપે છે. એક દિવસ તેણે યંત્રના તાર પોતાના ખંડમાંના છોડના પાંદડાને જોડી દીધાં. જોયું તો પાંદડાંના સંવેદનનો નકશો પણ મંત્રમાં ઊપસવા લાગ્યો. તેણે વિચાર્યું : “જરા એક પાંદડાને દીવાસળી ચાંપીને જોઉં તો ખરો, શું થાય છે ? “મનમાં આ વિચાર આવ્યો કે તરત યંત્ર પર ભયનું ચિહ્ન આવ્યું. બેક્સ્ટરને દયા આવી, છતાં કેવળ ડરાવવા ખાતર તેણે દીવાસળી સળગાવી ત્યારે પેલો છોડ સાવ નફકરો હતો ! આ જોઈ બેક્ટર આનંદવિભોર થઈ ગયો. જાહેર માર્ગ પર દોડી જઈને એલાન કરવાનું તેને મન થઈ આવ્યું. ‘અરે નાના છોડ પણ વિચારી શકે છે, સમજી શકે છે.' એક વાર કેનેડાના એક ભૌતિક વિજ્ઞાની બેક્સ્ટરના પ્રયોગો જોવા આવ્યા, એ આવ્યા એવાં પાંચ છોડ બેહોશ થઈ ગયા, અને યંત્ર કશુંયે બતાવી શકતું નહોતું. છઠ્ઠો છોડ કાંઈક કામ આવ્યો, એ જોઈ બેક્ટર તો અવાક્ જ થઈ ગયો. પેલા આવેલા મિત્રે સંકોચસહ કહ્યું, હું છોડો વિશે સંશોધન કરું છું. ભઠ્ઠીમાં તેમને તપાવું છું. સૂકવ્યા પછી વજન નોંધું છું...’ એ મિત્ર છેક વિમાનઘરે પહોંચ્યો એ પછી પૂરા પોણા કલાકે પેલા છોડવાઓમાં જીવ આવ્યો. છોડ આપણો પ્રેમ પહેચાની શકે છે. આપણી ભાવનાઓનો જવાબ વાળવાની ઉત્સુકતા પણ એનામાં છે. જેમ મનુષ્ય પોતાનું ઊર્ધ્વકરણ ઈચ્છે છે તેમ વનસ્પતિ પણ ઈચ્છે છે. વનસ્પતિ પણ અન્ય જીવસૃષ્ટિની સેવા કરવા તત્પર હોય છે. આ સેવા પરસ્પર પ્રભાવથી લેવાય, આક્રમણથી નહીં. એકવાર બેક્સ્ટર કેનેડાથી ન્યૂયોર્ક જવા નીકળ્યા ત્યારે કેટલાંક રોપાઓ સાથે સંવેદન-યંત્ર જોડીને ગયા. ૧૫ દિવસ પછી ન્યૂયોર્કમાં કેનેડા પાછા જવાની ટિકિટ તે ખરીદતા હતા તે દિવસે પેલા છોડોએ આનંદ વ્યક્ત કરેલો યંત્રમાં નોંધાયો હતો ! એક બીજા વિજ્ઞાની શ્રી વોગલે વધુ સઘન પ્રયોગ કર્યો. એની શિષ્યા વિવિયને બે પાંદડાં તોડ્યાં. એક પાંદડું પોતાના ખંડમાં મૂકી રાખ્યું અને tention, intiment) વનસ્પતિનું રહસ્યમય જીવન મારા મા ૩૩૧ રોજ એને માટે શુભેચ્છાઓ વ્યક્ત કરતી રહી, ‘ઘણું જીવો’નો સંકલ્પમંત્ર રટતી રહી. બીજા પાંદડાને પણ એટલું જ પોષણ આપતી હતી, પણ એને બહાર રાખ્યું હતું. બીજી બાબતમાં પણ ઉપેક્ષા કરી હતી. એક માસ પછી બંને પાંદડાંના પ્રયોગપોથી પર ફોટા ઉતાર્યા ત્યારે પહેલું પાંદડું સુંદર વિકસેલું હતું. બીજું મુરઝાયેલું હતું ! શ્રી જ્યોર્જ લોરેન્સે સિદ્ધ કર્યું કે વિદ્યુતૂ ચુંબકીય યંત્ર કરતાં છોડનાં પાંદડાં વધારે તીવ્રતાથી પ્રતિબિંબ-સંવેદનનાં આંદોલનો દેખાડે છે ! જીવંત માનવનાં ભાવોનું શ્રેષ્ઠ પ્રતિબિંબ જીવંત માધ્યમમાં જ પડી શકે છે, એમ લોરેન્સે સાબિત કર્યું. પાંદડાની મદદથી તેણે બાયોડાયનેમિક (આંતરતારિકા-ચિહ્ન સંગ્રાહક) સ્ટેશન બનાવ્યું અને એપ્રિલ ૧૯૭૫માં ‘ઊર્જા મેઝર’થી સંદેશા નોંધ્યા. રશિયન વિજ્ઞાનીઓ શ્રી યર્ટોવ્હે તથા શ્રી પાણિસ્કીને જાહેર કર્યું કે લાંબા દિવસના પ્રકાશના રોપાઓ થાકી જાય છે. રાત્રે તેમને અંધકાર તથા આરામ જોઈએ છે. રશિયન પ્રયોગકારોએ એક જવનાં છોડનાં મૂળિયાંને ગરમ પાણીમાં ઝબોલ્યાં ત્યારે એનાં પાંદડાં ચીસ પાડી ઊઠ્યાં હતાં. પાગલ પેઠે છોડ અત્યંત બકવાટ કરવા લાગ્યો અને આખરે મૃત્યુની વેદનાથી તે છોડે ચિત્કાર કર્યો, ‘આ છોડના પાંદડાં લીલાં હોવા છતાંયે એનાં મૂળિયાં જલી રહ્યા હતાં અને એની અંદરનો કોઈ મસ્તિષ્કકોશ (બર્ન૨સેલ) આપણને એની વેદના બતાવી રહ્યો હતો.’ માણસોની જેમ રોપાઓ પણ અજવાળું-અંધારું, ગરમી-ઠંડી, પોતાની સુવિધા પ્રમાણે તેઓ લઈ શકે એ માટેની સ્વિચ ચાલુ કે બંધ કરવાનાં સાધનો તૈયાર થઈ રહ્યાં છે. એક સાધારણ વાલોળના છોડે આ સાધનનો લાભ લેવા માટે ખાસ ‘હાથ’ પણ બનાવી લીધો છે. મનુષ્યની માંસપેશીઓ પેઠે છોડોના મૂળમાં વિકસવાની સંકોચાવાની નસો છે અને એની ઉપર વિદ્યુતીય તંત્રિકા કેન્દ્ર (નર્વસ સેન્ટર) જોડવાથી મનુષ્યની સૂક્ષ્મ જીવ-જગતની ઘણી બધી ગુપ્ત વાતોની નોંધ કરી શકાય છે, તેમજ ચકાસણી કરવા માટે કોઈક દૂરના કેન્દ્ર સુધી પણ પહોંચાડી શકાય છે. ***必歌歌| ૩૩૨ આ મા વિજ્ઞાન અને ધર્મ

Loading...

Page Navigation
1 ... 171 172 173 174 175 176 177 178 179 180 181 182