Book Title: Vigyana ane Dharma
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 163
________________ વસ્તુપ્રદાન નહીં હોય. એમાં એટલી બધી વસ્તુઓની જરૂર નહીં પડે કે જેટલીનો આજે અનુભવ થઈ રહ્યો છે. લોકો ગુજરાન પૂરતાં સાધનોથી સંતુષ્ટ રહીને પોતાનું ધ્યાન ભાવનાઓના સ્તરને ઊંચુ ઉઠાવનારાં કાર્યો પર કેન્દ્રિત કરશે.” મારા અંતઃકરણમાં દૈવી ફુરણાઓ હેલારા મારી રહી છે, અને કહી રહી છે કે ભારતનો ઉદય ઘણો નજીક છે. કેટલાંક લોકો તેને પશ્ચિમી સભ્યતાનું અનુયાયી બનાવવાનો પ્રયત્ન કરશે પરંતુ મને વિશ્વાસ છે ભારતવર્ષમાં એક આંદોલન શરૂ થશે કે જે અહીંની સુરતાનો નાશ કરીને ફરીથી ધર્મને એક નવી દિશા આપશે અને આ દેશની પ્રતિષ્ઠાને, અહીંના ગૌરવને વધારશે. આ આંદોલન સંસારમાં ફરીથી સતયુગના જેવી સુખસૌમ્યતા લાવશે.” (૧૨) મેહરબાબા ભારતના વિશ્વવિખ્યાત સંત શ્રી. મેહર બાબાની ભવિષ્યવાણી હતી : “માનવ જાતિ પર આજે જે સંકટો છવાયેલાં છે, એ માનવસમાજના આધ્યાત્મિક પુનર્જીવનની પ્રસવવેદનાની નિશાનીઓ છે. આ દિવસોમાં આસુરી શક્તિઓ પ્રબળ જણાય છે પરંતુ આગામી દિવસોમાં દિવ્ય શક્તિનો જ વિજય થશે. આ દિવ્ય શક્તિ આ દિવસોમાં ચૂપચાપ પોતાના કામમાં લાગેલી છે, તે જલદીથી જુદાં જુદાં પરિવર્તનો સાથે પ્રચંડતાથી પ્રગટ થશે. (૧૩) ભૃગુ સંહિતાના જાણકાર અસીમાનંદ ભૃગુ સંહિતાના જાણીતા મર્મજ્ઞ સ્વામી અસીમાનંદે લખ્યું છે કે, “આગામી દિવસોમાં મનુષ્યજાતિ એક સૂત્રામાં બંધાશે. ધર્મની ભાવનાઓનો ઊભરો દરેક વ્યક્તિમાં જોવામાં આવશે. વિશ્વમાં શાંતિની સ્થાપનાની નેતાગીરી ભારતવર્ષ કરશે. ભારતમાંથી એક એવી ક્રાંતિ ઊઠશે કે જેના લપેટામાં આખો સંસાર આવશે અને સંસારમાં નવો યુગ પ્રગટશે.' રાધાસ્વામી સંપ્રદાયના મુખ્ય ગુરુ શ્રી. સ્વામી બ્રહ્મશંકરે (હરજુજી મહારાજ) કહ્યું છે કે ‘નજીકના ભવિષ્યમાં જ આધ્યાત્મિકતાની લહરો ઉભરાતી આવી રહી છે અને તેઓ આપણી પૃથ્વી પર અધિકાર જમાવશે. આ સમયે આપણે જે આપત્તિઓ અનુભવી રહ્યા છીએ એમાંની એક પણ બાકી નહીં રહે. સતયુગ જેવાં પ્રેમ, આનંદ અને કલ્યાણ સર્વત્ર વ્યાપેલો જણાશે. આજની ગુપ્ત આધ્યાત્મિક શક્તિઓ જલદી પ્રગટ થશે અને પ્રકાશમાં આવશે.’ દિવ્યદર્શી ડેનિયલ : શ્રી. ડેનિયલનું કથન છે “આગામી દિવસોમાં આખા વિશ્વનું શાસનસૂત્ર એક જગાએથી ચાલશે. માનવજાતિની એક ભાષા અને એક સંસ્કૃતિ હશે. શહેરોની વસ્તી ઘટી જશે. લોકોને નાના ગામોમાં રહેવાનું વધારે સગવડભર્યું લાગશે.’ શ્રી પેરા સેસલ્સનું કહેવું છે. ‘નવયુગનો પ્રકાશ નવયુવકોથી શરૂ થશે. વૃદ્ધ લોકો સાથે તેમને ઝઘડવું પડશે. નવી પેઢી આવશે. આ બધુ સન ૨૦OO સુધીમાં સ્પષ્ટ થઈ જશે.' યોગવેત્તા અહારી અમાયા મેક્સિકોના અહારી અમાયાએ સન ૧૯૭૦થી ૨૦૦૦ સુધીનો સમય યુગ-પરિવર્તનનો સંધિકાળ જણાવ્યો છે. ‘આ સમય દરમિયાન જુની દુનિયા તૂટી જશે અને નવા પ્રકાશની શરૂઆત થશે. આ દિવસોમાં સંસારમાં અનેક કષ્ટો, ઉપદ્રવો અને સંઘર્ષો ખડાં થશે. છેવટે ઈશ્વરીય શક્તિઓ પ્રખર થશે અને દુનિયાને ભલાઈ તથા શાંતિના રસ્તા પર ચાલવાને માટે લાચાર બનાવી દેશે.' જોજે બાબેરી ઈજિપ્તની ગુવિદ્યાઓના પ્રખર પંડિત તથા તંત્રવિજ્ઞાનના ગહન અભ્યાસી જોર્જ બાબરીએ કહ્યું છે, ‘ભારતમાં એક એવો આત્મા જન્મ લઈ ચૂક્યો છે કે જે નવા યુગનું વિધાન બનાવશે. અને સંસારને સુખશાંતિનો માર્ગ બતાવશે. સ્વામી આનંદાચાર્ય 多麼多麼麼麼麼多事麼豪華等參象图麼豪車參參參參參參參參參參參參參象中体密中學部 ભવિષ્યવાણી ૩૧૧ ૩૧૨ વિજ્ઞાન અને ધર્મ

Loading...

Page Navigation
1 ... 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182